– પહેલા વર્ષે 30 અને પછી 60 હેલિકોપ્ટરનું ઉત્પાદન થશે
– હાઇડ્રોજન અને રીન્યુએબલ એનર્જીના સથવારે ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે: પીએમ મોદી
– સ્વદેશી ડિઝાઇન, સ્વદેશી ઉપકરણો અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે એચએએલની ફેક્ટરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં તેમના પ્રવાસ દરમિયાન એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેસિલિટીનું ઉદઘાટન કર્યુ હતુ. તેની સાથે તેમણે તુમકુરમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું અનાવરણ પણ કર્યુ. તેમણે બેંગ્લોરમાં ઇન્ડિયાએનર્જી વીકનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે અક્ષય ઊર્જા, જૈવિક ઇંધણ અને હાઇડ્રોજન ઊર્જાના સથવારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે. આના પગલે ભારત ઓઇલ અને ગેસના મોરચે આયાત પરનું અવલંબન ઘટાડશે.
ફેક્ટરીનું ઉદઘાટન કરવા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતની ભૂમિ વિશ્વનં સૌથી મોટું સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર હશે. તેની શરુઆત થઈ ચૂકી છે. આ સમારંભ તેનું પ્રમાણ છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં આ પ્રથમ પગલું છે. ૬૧૫ હેક્ટરમાં ફેલાયેલી ગ્રીન ફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી છે. આ ફેક્ટરી દર વર્ષે ૭૦ હેલિકોપ્ટરો બનાવશે. તેના પછી તેની ઉત્પાદન ક્ષમતા વિસ્તારીને પ્રતિ વર્ષ ૬૦ અને ૯૦ હેલિકોપ્ટર સુધી વધારવામાં આવશે.
હેલિકોપ્ટર ફેક્ટરી પ્રારંભમાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (એલયુએચ)નું ઉત્પાદન કરશે. એલયુએચ સ્વદેશી ડિઝાઇન અને વિકસિત ત્રણ ટન ક્લાસ, સિંગલ એન્જિન મલ્ટિપરપઝ યુટિલિટી હેલિકોપ્ટર છે.
લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (એલસીએચ), અને ઇન્ડિયન મલ્ટિરોલ હેલિકોપ્ટરને બનાવવાની સાથે-સાથે ભવિષ્યમાં એલસીએચ, એલયુએચ, સિવિલ અને આઇએમઆરએચના સમારકામ વગેરે જેવા કાર્યો માટે ફેક્ટરીનું વિસ્તરણ પણ કરી શકે છે. ભારતમાં હેલિકોપ્ટર ડિઝાઇન, વિકાસ અને નિર્માણના મોરચે આત્મનિર્ભરતાનું પ્રતીક આ હેલિકોપ્ટર ફેક્ટરી હશે. ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન યોજાયેલી બેઠકમાં મોદીએ અક્ષય ઊર્જાના ૧૦૦ ટકા ઉત્પાદન, પરંપરાગત ઇંધણમાં ઇથેનોલ અને જૈવિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત હાઇડ્રોજન સ્વચ્છ ઊર્જાનો કાર્યક્ષમ વિકલ્પ બની શકે છે તેના પર ભાર મૂક્યો હતો.
Leave a Reply