– એકત્રિત લોહી પ્રસૂતા માટે સંજીવની સમાન
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં વીતેલા જાન્યુ.માસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી લોહીની બોટલ ખાસ કરીને પ્રસુતા માતાઓ માટે સંજીવની પુરવાર થઈ હતી. ઉપરાંત શસ્ત્રક્રિયા,ઇમરજન્સી અને થેલેસેમીયાના દર્દીઓ માટે પણ બોટલ ઉપયોગી બની હતી.
હોસ્પિટલની બ્લડબેંકના હેડ ડૉ.જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,હોસ્પિટલમાં જુદા જુદા દર્દીઓ માટે જરૂર પડતા લોહીનો જથ્થો કચ્છની સંસ્થાઓ અને રક્તદાતા દ્વારા પૂરો પાડવામાં આવે છે. જાન્યુ.માં મેળવેલા ૭૫૭ બોટલ લોહીનો જથ્થો કચ્છમાં ૯ કેમ્પના આયોજન મારફતે અને હોસ્પિટલની બ્લડબેંકના માધ્યમથી એકત્રિત કરવામાં આવ્યો હતો.
કેમ્પ દ્વારા ૫૦૭ અને અને બેંકમાં ૨૫૦ બોટલ લોહી ભેગું થયું હતું.
ગત માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં એચ.જે.ડી.કોલેજ, આર્મી હોસ્પિટલ ભુજ,મુન્દ્રા રેડક્રોસ સોસાયટી,તલાટી મંડળ ભુજ, આર.એસ.એસ.યુવા ગ્રુપ ધાણેટી,શ્યામ મેડિકલ ચાંદ્રાણી તેમજ અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠન ભુજ અને ભુજની સ્થાનિક સંસ્થા નો સમાવેશ થાય છે.
ફેબ્રઆરીમાં પણ દર્દીઓ માટે રક્તદાતાઓને આગળ આવવા અનુરોધ કરાયો છે.
Leave a Reply