– ગળાના કેન્સર સબંધી લક્ષણો પ્રત્યે સજાગ રહેવા તબીબે કરી અપીલ
– કેન્સરને નિમંત્રણ જ ન મલે તેવી જીવનશૈલી અપનાવવા મેડી.સુપ્રિ.નો અનુરોધ
જો તમને એમ લાગે કે કેન્સર એટલે મોત તો તમે ગલત છો.આજે એટલાં ઉપાયો મોજૂદ છે કે કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.તેમ છતાં આ બીમારી સામે આવી જ જાય તો થેરેપી અને ઓપરેશન તો છે જ એ મુજબ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ઈ. એન.ટી.વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨માં અંદાજે ૧૦૦ જેટલા ઓપરેશન કરી,કેન્સરને જાકારો આપ્યો હતો.
જી.કે.જન.ના કાન,નાક અને ગળા વિભાગના હેડ અને મેડી.સુપ્રિ.ડૉ.નરેન્દ્ર હિરણીએ મોટાભાગની શસ્ત્રક્રિયા કરી હતી અને જણાવ્યું કે, ગળાનું કેન્સર એક એવી પરિસ્થિતિ છે કે, જેમાં ગળું જેમકે જીભ,હોઠ, ગાલ, ઉપર અને નીચલું જડબું,અન્નનળી,સ્વરયંત્ર અને ટોન્સિલમાં ગાંઠ ઉત્પન્ન થાય છે જેને દૂર કરવામાં આવે છે.પરંતુ આ ગાંઠ તેના વિકાસ ઉપર આધાર રાખે છે,જો વહેલું નિદાન થઈ જાય તો જોખમ ઘટી જાય છે અને પરિણામ પણ સારું મળે છે.
કેન્સરમાં પ્રથમ અને બીજા સ્ટેજે કોઈપણ એકજ થેરાપીથી પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજે ઓપરેશન અને રેડીએસન કે કીમો આપતા પણ પરિણામ મળતા નથી.
તબીબે કહ્યું કે,દરેક રોગ તેના લક્ષણ અને આગમનના એંધાણ તો આપી જ દે છે. આ કેન્સરમાં પણ એવું જ છે.લગાતાર ઉધરસ, ગળા અને કાનમાં દર્દ,શ્વાસ ચડવો,ઉધરસમાં લોહી નીકળે,અવાજમાં પરિવર્તન અને વજન ઘટવા લાગે અને ગળામાં કોઈપણ જગ્યાએ ચાંદુ હોય અને માટે નહિ તો તાત્કાલિક ડો.ની મુલાકાત લેવી જેથી પ્રારંભિક અવસ્થામાં જ નિદાન થઈ જાય તો રેડીએસન થેરાપી કે સર્જરી દ્વારા દૂર કરી શકાય.
પરંતુ કેન્સરને આમંત્રણ જ શામાટે આપવું.? અર્થાત્ સાવધાની રાખવી.તમાકુ માવા અને દારૂનું સેવન ન કરાય તો આનું જોખમ ઘણું ઓછું કરી શકાય.પ્રદૂષણ,વર્તમાન યુગમાં આવા કેન્સરનું એક કારણ પણ છે,જેનાથી બચવું.ટેન્શન પણ કેન્સર સામે લડવા નકારાત્મક અસર કરે છે.સતત બેસી રહેવું,લગાતાર મોબાઈલ અને ટીવી ઉપર કાર્ય અથવા ગેમ રમવી યોગ્ય નથી. અને ખાસ કરીને ઉંમર પ્રમાણે કસરત ન કરવી એ પણ એક કારણ છે.
આમ રોગને નજીક ફરકવા ન દેવો હોય તો જીવનશૈલી બદલાવવી એટલીજ જરૂરી છે.જેમકે સતત આનંદમાં રહેવું,ખોરાકમાં સાવધાની રાખવી,મૌસમી ફળ અને શાકભાજી ઉપર વધુ ધ્યાન આપવું.કેટલીકવાર માની લીધેલા ડરથી પણ નિદાન કરાવવાથી લોકો દૂર રહે છે જેમકે કીમોથેરેપીની કલ્પના,ઉચિત ચિકિત્સા,લોકો દૂર રહેશે,આર્થિક ભારણ વિગેરેનો ડર સતાવે છે.
Leave a Reply