અદાણી ગ્રુપે હાયફા પોર્ટ હસ્તગત કર્યું

ઈઝરાયેલના મારા ભાઇઓ અને બ્હેનો,

ઈઝરાયેલના માનનિય વડાપ્રધાનશ્રી અને ભારતના ઉમદા મિત્ર શ્રી બેન્જામીન નેતાન્યાહુ

વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષા મંત્રી આદરણિય શ્રીમતી મિરી રેજેવ,

ઈઝરાયેલ ખાતેના ભારતના નામદાર રાજદૂત શ્રી સંજીવ સિંગલાજી,

હાઇફાના મેયર આદરણિય ડો.ઐનત કાલિસ્ક રોતેમ

હાઇફા પોર્ટના ભૂતપૂર્વ  ચેરમેન શ્રી ઇશેલ આર્મોની, ગેડોટ ગૃપના સીઇઓ શ્રી ઓફેર લિન્ચેવસ્કી અને માનવંતા મહેમાનો

આ ઐતિહાસિક દિવસે અહીં આવવું એ એક મૂવિંગ અનુભવ છે.

મેં ઘણી વિદેશી ભૂમિ પર વાત કરી છે – પરંતુ મારે સ્વીકારવું જ જોઇએ,

ક્યારેય વિદેશની ભૂમિ પર હું આટલો પ્રેરિત થયાનું અનુભવ્યું નથી,

– આ જમીન જેટલી અન્ય કોઈ વિદેશી ભૂમિ નથી જેની મેં પ્રશંસા કરી હોય -,

– અને સૌથી વધુ તો ક્યારેય મને આ વિદેશી ભૂમિ પર મને વિદેશી હોય તેવું લાગતું નથી

હું અંતરના ઉમળકાથી માનું છું કે ઇઝરાયેલની ભાવના તમામથી  અલગ કરી બતાવે છે, અને આ ભાવનાને આપના પ્રથમ વડા પ્રધાન ડેવિડ બેન ગુરિયન કરતાં વધુ સારી રીતે કોઈ વ્યક્ત કરી શક્યું ન હોત,  તેમણે કહ્યું:હતું કે “ઇઝરાયેલમાં વાસ્તવવાદી બનવા માટે – તમારે ચમત્કારોમાં વિશ્વાસ કરવો જ જોઇએ.”

ઇઝરાયેલ અને તેના લોકોમાં  ખરેખર ઘણા ચમત્કારોની અભિવ્યક્તિ છે.

ઈતિહાસના સંદર્ભમાં, આપણી મૈત્રી ૧૯૪૭ અને ૧૯૪૮માં સ્વતંત્ર થયા તે પહેલાં સારી રીતે વિસ્તરેલી રહી છે. આપણી મિત્રતાને એક સાથે જોડતો સૌથી યાદગાર દિવસ ૧૯૧૮ની ૨૩મી સપ્ટેમ્બરનો દિન હતો.

આ દિવસે ભારતના  મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર શહેરોના આપણા સૈનિકો અહીં આ જ શહેરમાં હાઈફાની સ્વતંત્રતા માટે લડ્યા હતા.

આજે આરંભમાં મને કબ્રસ્તાનની મુલાકાત લેવાની તક મળી જ્યાં અમારા સૈનિકોને દફનાવવામાં  આવ્યા હતા.

મારા માટે એ હકીકત ઉપર પ્રકાશ પાડવા માટે એક મૂવિંગ ક્ષણ હતી કે હવે આપણે જે બંદરની ભાગીદારી કરીએ છીએ તે એ જ શહેરનો ભાગ છે  કે જ્યાં આપણા બંને દેશોના સૈનિકો આખરી સહિયારા હેતુને સિધ્ધ કરવા માટે એક સાથે લડ્યા હતા જેને આપણે બધા   સ્વતંત્રતા કહીએ છીએ

ઈઝરાયેલ હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહયું છે.  

એક કરોડથી ઓછી વસ્તી ધરાવતો દેશ શું હાંસલ કરી શકે છે તેના નિયમો તમે ફરીથી આલેખ્યા છે.

ખૂબ ઓછા કુદરતી સંસાધનો ધરાવતો દેશ શું પ્રાપ્ત કરી શકે છે તે પુરવાર કરીને તમે નિયમોને ફરીથી આલેખ્યા છે.

અને આત્મવિશ્વાસથી છલોછલ દેશ શું સિધ્ધ કરી શકે છે તે દર્શાવીને તમે એક ચિલો ચાતર્યો છે.

ઇઝરાયેલની સ્થિતિસ્થાપકતાએ તેને વિશ્વનું સૌથી દ્રષ્ટાંતરુપ સ્થિતિસ્થાપક રાષ્ટ્ર બનાવ્યું છે. આ દેશે કેવી રીતે વિકાસના દર્શન કરાવ્યા છે તેનો પુરાવો છે. ઇઝરાયેલની વિજ્ઞાન અને ટેક્નોલોજીની તીવ્ર તાકાત એ તમામ અવરોધોને પાર પાડવાની તેની કાબેલિયતનું પરિણામ છે.

બહુવિધ ક્ષેત્રોમાં આપની બેનમૂન નવીનતાની ઝડપ મને આશ્ચર્યચકિત કરી રહી છે. નવીનીકરણ માટેની આપની ઝૂંબેશ મને અચરજમાં મૂકી રહી  છે કે અમે આપની પાસેથી આ કેવી રીતે શીખી શકીએ. વિશ્વ સ્થિરતા વિશે વાત કરે તે પહેલાં તમે લાંબાગાળાની વૃદ્ધિ પર કમર કસી ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ વિષયો મુખ્ય પ્રવાહના વલણો બન્યા તે પહેલાં. આપે પાણી, ઉર્જા અને ભૂમિ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.એક કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાષ્ટ્રની જીડીપી ૫૦૦ બિલિયન ડોલર કેવી રીતે હોઈ શકે તેની કલ્પના કરવી જ આશ્ચર્યજનક છે.

દોસ્તો,

ઇઝરાયેલમાં અમારી હાજરી વિશે હવે હું વાત કરું તો આજનો મોકો છેલ્લા ૬ વર્ષોમાં કરેલી અથાક મહેનતનું પરિણામ છે.

આ વર્ષોમાં અમે ઘણી નિર્ણાયક ભાગીદારી કરી છે જેમાં એલ્બિટ સિસ્ટમ્સ, ઇઝરાયેલ વેપન સિસ્ટમ્સ અને ઇઝરાઇલ ઇનોવેશન ઓથોરિટીનો સમાવેશ થાય છે.

અમે ડઝનબંધ ટેક્નોલોજી સંબંધો શરૂ કર્યા છે જેમાં અમે અદાણીના સમગ્ર પોર્ટફોલિયોને અમારી સાથે મળીને શીખવા માટે એક વિશાળ સેન્ડબોક્સ તરીકે ઓફર કર્યા છે.

તેલ અવીવમાં અમે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ સ્થાપવાની પ્રક્રિયામાં પણ આગળ વધી રહ્યા છીએ જે ભારત અને યુએસમાં અમારી નવી AI લેબ્સ સાથે ગાઢ સહયોગમાં કામ કરશે.  અને આજે હવે અમારી પાસે સૌથી મહત્વની ભાગીદારી છે અને તે અમારા મૂલ્યવાન ભાગીદાર ગેડોટ સાથે હાઇફા પોર્ટના વિકાસની.

માનનીય વડા પ્રધાનશ્રી આ ખાનગીકરણની પહેલ એવા સમયે કરવામાં આવી હતી જ્યારે આપ વડા પ્રધાન હતા, અને તે યથોચિત છે કે આજે આપ જ આ યાદગાર સમારોહમાં હાઇફા બંદર અમને સોંપી રહ્યા છો.

હાઇફા બંદર વિશે વાત કરતાં કહું તો મને ખૂબ વિશ્વાસ છે કે ઇઝરાયેલ સરકાર, સ્થાનિક સત્તાવાળાઓ અને અમારા ભાગીદાર ગેડોટના સમર્થનથી અમે સમગ્ર બંદરના લેન્ડસ્કેપને બદલી નાખીશું.

અન્યો તરફથી હરીફાઈ થશે તેનાથી અમે વાકેફ છીએ,પરંતુ અમારો આત્મ વિશ્વાસ, ઈઝરાયેલના લોકો પ્રત્યેની અમારી શ્રધ્ધા અને તેથી વિશેષ ઈઝરાયેલની વિકાસ ગાથામાં અમારી દ્રઢ માન્યતા છે. .

હાયફા બંદરનું સંપાદન પણ નોંધપાત્ર પ્રમાણમાં રિયલ એસ્ટેટ સાથે આવે છે.ત્યારે હું આપને વચન આપું છું કે આવનારા વર્ષોમાં આપણે આપણી આસપાસ જે સ્કાયલાઈન જોઈએ છીએ તેમાં પરિવર્તન લાવીશું.

આવતીકાલનું હાઈફા, આજે તમે જે હાઈફા નિહાળી રહ્યા છો તેનાથી ખૂબ જ અલગ દેખાશે. અમે આ  સંકલ્પ તમારા સમર્થન સાથે પરીપૂર્ણ કરશું અને આ શહેરની કાયાપલટ કરવામાં અમારી ભૂમિકા અદા કરીશું.

મારા સ્નેહી મિત્રો,

અંતમાં  હું આ દેશના પ્રખ્યાત કવિ યેહુદા અમીચાઈ દ્વારા લખવામાં આવેલી બે પંક્તિઓ ટાંકું છું.

માણસ પાસે તેના જીવનમાં સમય નથી – દરેક વસ્તુ માટે સમય હોય છે.

તેની પાસે પૂરતી ઋતુઓ નથી – દરેક હેતુ માટે ઋતુ હોય.

મને આ પંક્તિઓ ખૂબ જ પ્રેરણાદાયી લાગી છે. જેમ જેમ આપણે આપણા રાષ્ટ્રોને પરિવર્તિત કરવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણને સહુને ખ્યાલ આવે છે કે આપણે જે કરવા માંગીએ છીએ તેના માટે આપણી પાસે ક્યારેય સમય નથી. જો કે નવી ઋતુઓ આવે તેની સાથે સફર ચાલુ રાખવી જોઈએ.

મને જે સમજાયું છે તે એ છે કે તમે ઇઝરાયેલમાં જે મોસમો ઉજવો છો તે મોસમો છે – જુસ્સો, મક્કમતા, માન્યતા અને ઝૂંબેશ.

આ મોસમો તમને હેતુ આપે છે. તમે જે સાબિત કર્યું છે તે છે – આ એકમાત્ર ઋતુઓ છે જે મહત્વપૂર્ણ છે.

હું આપના સમર્થન, આપની મિત્રતા અને આપની પ્રેરણા માટે આભારી છું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: