ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝનો એફ.પી.ઓ.મુલત્વી રાખવાની જાહેરાત

સર્વ જન સુખાય-સર્વ જન હિતાય” નું શબ્દસહ પાલનકરતા ગૌતમ અદાણી

ગુજરાતના સમર્પણભાવની ભૂમિના સંતાન હોવાના નાતે સર્વ જન સુખાય સર્વ જન હિતાયના સૂત્રને અક્ષરસહ આચરણમાં મૂકીને રોકાણકારોએ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના એફ.પી.ઓ.માં વ્યક્ત કરેલા વિશ્વાસને નમન કરીને પ્રવર્તમાન બજારની પ્રવાહી સ્થિતિમાં અમારા રોકાણકારોની હિફાજત કરવાના હેતુને ટોચની અગ્રતા આપી અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ એક સંવેદનાસભર નિર્ણય કરી આ એફ.પી.ઓ.ને તાત્કાલિક અસરથી મુલત્વી રાખવાની મોડી રાત્રે જાહેરાત કરીને રોકાણકારોના આ ભરણામાં પ્રાપ્ત થયેલા પૈસા પરત ચૂકવી આપવાની જાહેરાત કરી છે.

આ સાથે તેમણે અદાણી સમૂહની પ્રગતિ યાત્રાના પ્રત્યેક પગલામાં ખભે ખભા મિલાવી સાથે ચાલનારા સમગ્ર રોકાણકાર અને હિતધારક સમુદાયોનો અંતકરણથી ૠણ સ્વીકાર કર્યો છે અને એ ખાતરીનો પુર્નરોચ્ચાર કર્યો છે કે અમારા રોકાણકારોનો ભરોસો અને તેમના હિતો  અમારી કાયમી પ્રાથમિકતા હશે. સંઘર્ષ અને પડકારોને પાર  કરી વૃધ્ધિને વરેલો અદાણી સમૂહ પ્રજાહિતને સ્પર્શતા કોઇપણ પગલા લેતા પળનો પણ વિલંબ નહી કરે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: