છેલ્લા થોડા સમયથી અદાણી સમૂહના શેરના કારણે ભારતીય શેરબજારમાં પ્રવર્તતી પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે આંતર રાષ્ટ્રીય ખ્યાત ફિચ રેટીંગ્સે અદાણી ગૃપ સંબંધી તારતમ્યો જાહેર કર્યા છે. જેના મહત્વના મુદ્દાઓ આ મુજબ છે.
- અદાણીના ભવિષ્યના રોકાણ પ્રવાહમાં કોઇ ભૌતિક ફેરફાર થશે નહી તેવી ફિચની આશા છે. હાલમાં અદાણી જૂથની આઠ કંપનીઓ/પ્રતિબંધિત જૂથો પર ફિચનું રેટિંગ છે જે મુજબ અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL, BBB-/સ્ટેબલ); અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિ. (AEML, સિનિયર સિક્યોર્ડ યુએસ ડૉલર નોટ્સ જે ‘BBB-’ રેટેડ છે); અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ; અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિ. (AICTPL, સિનિયર સિક્યોર્ડ યુએસ ડૉલર નોટ્સ ‘BBB-‘/Stable રેટેડ); અદાણી ટ્રાન્સમિશન પ્રતિબંધિત જૂથ 1 (ATL RG1, BBB-/સ્ટેબલ); અદાણી ગ્રીન એનર્જી પ્રતિબંધિત જૂથ 2 (AGEL RG2, સિનિયર સિક્યોર્ડ યુએસ ડૉલર નોટ્સ ‘BBB-’/સ્થિર); AGEL RG1 અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (MIAL, સિનિયર સિક્યોર્ડ યુએસ ડૉલર નોટ્સ ‘BB’/Stable)
- AEML નું ફિચનું મૂલ્યાંકન તેના વિદ્યુત ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ અને પુરવઠા વ્યવસાયોમાં નિયમન કરેલા તેના વ્યવસાયો પર પ્રકાશ પાડે છે. જે રોકડ પ્રવાહની નિશ્ચિતતા પૂરી પાડે છે. આ નિયમનો કામગીરી અને ફાઇનાન્સિગ તમામ ખર્ચને પહોંચી વળવાની અનુમતિ આપે છે એટલું જ નહી પરંતુ વધતા વ્યાજના ખર્ચની સ્થિતિમાં પણ ક્રેડિટ પ્રોફાઇલ પરની અસરને મર્યાદિત કરે છે. AEMLમાં કાઉન્ટર પાર્ટીના ઓછા જોખમ અને બાંધકામના જોખમ પણ નજીવા છે કારણ કે મોટા ભાગના આયોજિત રોકાણો નિયમનકાર દ્વારા મંજૂર કરાયેલ દળદાર કેપેક્ષ છે.
- વૈવિધ્યસભર કાઉન્ટરપાર્ટી એક્સપોઝર અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટના અમલ અને સંચાલનમાં સ્થાપિત રેકોર્ડનો અદાણી ટ્રાન્સમિશન લિ.ની બિઝનેસ પ્રોફાઇલને તેની નિયમન કરેલ અસ્ક્યામતનો આધાર અને ટ્રાન્સમિશન માટેની મિલ્કતો માટે પેમેન્ટ-પૂલિંગ મિકેનિઝમનો ફાયદો મળે છે. ફિચને અપેક્ષા છે કે EBITDA નેટ લિવરેજ તેના રેટિંગને અનુરૂપ મધ્યમ ગાળામાં લગભગ 5x રહેશે. જો કે, ધિરાણ ખર્ચમાં સતત વધારો થવાના લીધે મધ્યમ ગાળાના EBITDA વ્યાજના આવરણને નબળું પાડી શકે છે, આ અનુમાન લગભગ 2.3x છે, જે તેના રેટિંગ હેડરૂમને ઘટાડે છે. અદાણી ટ્રાન્સમિશન લિ. નવા પ્રોજેક્ટ્સના બિડિંગમાં પરિવર્તનક્ષમતાનો ઉપયોગ કરી શકે છે, અલબત્ત ચાલુ પ્રોજેક્ટ્સને સ્થગિત કરવામાં તેની મર્યાદાઓ છે. તેના ચાલુ પ્રોજેક્ટ્સ માટે જો કે ભંડોળ બંધાયેલું છે.
- અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ, BBB-/સ્ટેબલ) માટે જૂન 2024થી પહેલાના કોઈ નજીકના ગાળાની કોઇ નોંધપાત્ર ઓફશોર બોન્ડ મેચ્યોરિટીઝ પણ નથી; પ્રતિબંધિત જૂથ 1 અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL RG1, BB/Stable) માટે ડિસેમ્બર 2024; અને 2026 અથવા ત્યાર પછી અન્ય તમામ કંપનીઓ માટે પુનઃધિરાણના જોખમો અને નજીકના ગાળાના લિક્વીડીટીના જોખમો ઘટાડે છે.
- ભારતના સૌથી મોટા વ્યાપારી બંદર ઓપરેટર તરીકેની અદાણી પોર્ટ અને સેઝ લિ.(APSEZ) અંતર્ગત ધિરાણ મૂલ્યાંકનની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. જેમાંના મોટાભાગના બંદરો તેના સંબંધિત પ્રદેશોમાં પ્રાથમિક પોર્ટ છે. સમગ્ર આર્થિક વર્તુળમાં તેનું મૂલ્યાંકન કાર્યક્ષમ કામગીરી, સ્થિતિસ્થાપક વોલ્યુમ, લગભગ 50% સ્થિર કાર્ગો અને તેની રોકાણ યોજનાઓને સરળ કરતા મજબૂત પાસાઓથી પણ સમર્થિત છે. ક્રેડિટ આકારણીમાં નોંધપાત્ર હેડરૂમ સૂચવતા ફિચના રેટિંગના કિસ્સામાં આગામી ત્રણ વર્ષમાં સરેરાશ આશરે 3.3x ના ચોખ્ખા ઋણ/EBITDAનો અંદાજ છે. તમામ રોકડ બેલેન્સનું ડિસ્કાઉન્ટીંગ કરીને પણ ફિચનો સમયગાળા દરમિયાન ગ્રોસ લિવરેજ અંદાજ લગભગ 3.6x છે, જે હજુ પણ અમારા ક્રેડિટ મૂલ્યાંકન અંતર્ગત ટ્રિગરમાં છે.
- ઉત્તર-પશ્ચિમ ભારતમાં કૉલના પ્રાથમિક પોર્ટ તરીકે તેની વ્યૂહાત્મક સ્થિતિ, લાંબા ગાળાના કરારોથી આવકની સ્થિરતા, મોટાભાગનો મૂળ- અને ગંતવ્ય-આધારિત કાર્ગો અને ઓપરેશનલ કાર્યક્ષમતા AICTPLનું અંતર્ગત ક્રેડિટ મૂલ્યાંકન દર્શાવે છે. AICTPL મેડિટેરેનિયન શિપિંગ કંપની S.A. (MSC) સાથે લાંબા ગાળા માટેનું ટર્મિનલ સર્વિસ એગ્રીમેન્ટ ધરાવે છે, આ કરાર હેઠળ MSC જ્યારે તેના કન્ટેનર જહાજો મુંદ્રા પોર્ટ પર કૉલ કરે છે ત્યારે AICTPL તેના માટે ઉપયોગ કરવો જરૂરી છે. AICTPL પણ પરોક્ષ રીતે અંશતઃ MSC ની માલિકીની છે. ગ્રાહક પ્રત્યેની તેની એકાગ્રતા, મર્યાદિત રેકોર્ડ અને બેક-લોડેડ ઋણમુક્તિ પ્રોફાઇલ દ્વારા તેના મૂલ્યાંકનને તોલવામાં આવે છે. અંદાજે 2.3x ચોખ્ખા ઋણ/EBITDA અને 2.57xના સરેરાશ ડેટ સર્વિસ કવરેજ રેશિયો (DSCR)નો ફિચના રેટિંગ કેસમાં અંદાજ છે.
- મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.(MIAL) નું રેટિંગ તેના નિયમન કરેલ અસ્ક્યામત આધારીત, મજબૂત પેસેન્જર વૃદ્ધિની મુંબઈમાં સંભાવના, આંતરરાષ્ટ્રીય ટ્રાફિક કરતાં સ્થાનિક ટ્રાફિકનું ઊંચું યોગદાન અને MIAL ની પર્યાપ્ત નાણાકીય પ્રોફાઇલ દર્શાવે છે. નિયમનકારી માળખામાં રહીને કન્સેશનર તેના નિયમનકારી સંપત્તિના આધાર પર વળતર મેળવે છે. MIALનું કેપેક્સ મુખ્યત્વે રનવેની કાર્યક્ષમતા સુધારવા અને જાળવણી માટે છે નાણાકીય વર્ષ-૨૩- નાણા વર્ષ-૨૫ની સરખામણીમાં સરેરાશ 6.6xના લીવરેજ સાથે, 2024ના અંત સુધીમાં કોવિડની મહામારીના પૂર્વ સ્તરે ટ્રાફિકની સંપૂર્ણ અવરજવર થવાની રેટીંગ કેસમાં ધારણા બાંધવામાં આવી છે.
Leave a Reply