– સસ્તામાં આઈ-ફોન, ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ અને લોનના પ્રયાસમાં ફસાયેલા નાગરિકોએ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમનો સંપર્ક સાધતાં સફળતા
છેલ્લા કેટલાક સમયાથી ઓનલાઈન છેતરપીંડી કરતા શખ્સો નવી નવી રીતો અપનાવી લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે ત્યારે પૂર્વ કચ્છમાં રહેતા ૪ વ્યક્તિઓને સાથે પણ ઓનલાઈન ઠગાઈનો કીસ્સો બન્યો હતો. પરંતુ સમય સુચકતા વાપરી તાત્કાલિક પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધવામાં પોલીસે ભોગ બનનાર વ્યક્તિઓ નાણા પરત અપાવી દીધા હતા.
આ અંગે પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, આદિપુરમાં રહેતા કીતભાઈ ૫૨મારે પોતાના મોબાઈલમા એચ.ડી.એફ.સી રિવર્ડ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જે બાદ એપ્લીકેશનમાં ડેબીટ કાર્ડ છેલ્લા ૪ અંક નાખ્યા હતા. જે સબમિટ કરતા એક ઓ.ટી.પી આવ્યો હતો જે નાખતા જ તેના ખાતા માંથી રૃ. ૧૫,૦૦૦ કપાઈ ગયા હતા. જેાથી તાત્કાલિક સાયબર કાઇમ પોલીસનો સંપર્ક સાધવામાં આવતા પોલીસે રૃપિયા પરત અપાવી દીધા હતા.
તો બીજા બનાવમાં ગાંધીધામના કીતભાઈ નાઈ ટેલીગ્રામ ૫૨ના એક પજ પર આઈફોન ફોન ૧૩ વિશે ચેક કરતા તેમાં ઓરીજનલ ભાવ કરતા ઓછા ભાવ હોવાથી મળેલા નંબર પર આઇફોન બુક કરાવ્યું હતું. જેાથી સામાવાળાએ અલગ અલગ સમયે રૃ.૨૩,૫૦૦ મેળવી લીધા હતા. જે નાણાકીય છેતરપીંડીની જાણ સાયબર ક્રાઇમને કરાતા નાણા પરત અપાવી દીધા હતા.
તેવી જ રીતે આદિપુરના મીહીર અહુજા યુટયુબ પર લેક્ષા ટ્રેડ નામને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ માટે જાહેરાત જોયા બાદ રજીસ્ટ્રેશન કરતા એક લીંક મોકલી ફોન પે માંથી રૃ.૮,૦૦૦ ઇન્વેસ્ટ કર્યા હતા. જે છેતરપીંડી બાદ સાયબર ક્રાઈમે નાણા પરત અપાવી દીધા હતા. ભચાઉના મઢવી ભરતકુમાર મોહનલાલને અજાણ્યા મોબાઈલ પરાથી લાઈટ બિલ ભરી નાખવા મેસેજ આવ્યો હતો. અને કનેક્શન અપડેટ કરવાના નામે ૧ રૃપીયો ભરવો પડશે તેવુ કહી ટીમવ્યુઅર એપ ડાઉનલોડ કરવી રૃ. ૭૯,૬૪૯ની છેતરપીંડી કરી લીધી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રૃ.૧૪,૮૧૨ પરત મેળવી અપાયા હતા.
Leave a Reply