– ભારતમાં લોકો સરેરાશ ૬ કલાક સ્ક્રિન સામે વીતાવી રહ્યા છે
– જ્યારે મોબાઇલ ફોન પર ટોકટાઈમ હતો ત્યારે તો ૨૦ મિનિટનો જ સમય જતો હતો
ભારતમાં લોકો દરરોજ સરેરાશ 6 કલાક સ્ક્રીન પર વીતાવી રહ્યા છે. આ મામલે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘પરીક્ષા પે ચર્ચા’ 2023 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં લોકો સરેરાશ ૬ કલાક સ્ક્રિન સામે વીતાવી રહ્યા છે…જેમનું કામ છે એ તો ઠીક છે પણ બાકીના લોકો માટે આ ચિંતાનો વિષય છે. પીએમએ કહ્યું કે જ્યારે મોબાઇલ ફોન પર ટોકટાઈમ હતો ત્યારે તો 20 મિનિટનો જ સમય જતો હતો પણ હવે રિલ્સ એક વાર શરૂ કરો એટલે તમે તો બહાર નીકળતા જ નથી.
પીએમએ કહ્યું – તમે મારા હાથમાં ભાગ્યે જ મોબાઇલ ફોન જોયો હશે
પીએમ મોદીએ મોબાઇલના વધારે પડતાં ઉપયોગ અંગે કહ્યું કે ગેજેટ આપણને ગુલામ બનાવી દેવા માગે છે. પણ આપણે ગુલામ બનીને જીવી ના શકીએ. આપણે સાવચેત રહેવું પડશે. પીએમએ કહ્યું કે મેં મારા મોબાઇલ ફોનનો સમય નક્કી કરી રાખ્યો છે. તમે મારા હાથમાં ભાગ્યે જ મોબાઈલ ફોન જોયો હશે. આપણે પ્રયાસ કરવા પડશે કે આપણે ગેજેટના ગુલામ ન બની જઇએ.
અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ ફાસ્ટિંગની સલાહ આપી
પીએમ મોદીએ કહ્યું કે આપણે અઠવાડિયામાં એક દિવસ ડિજિટલ ફાસ્ટિંગ કરવું જોઈએ. અથવા તો દિવસમાં અમુક કલાક ડિજિટલ ફાસ્ટિંગ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે પરિક્ષા પે ચર્ચામાં 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લીધો હતો. જેમાં કલા ઉત્સવ સ્પર્ધાના 80 જેટલા વિજેતાઓ અને દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સામેલ હતા. આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી હતી. પીએમએ કહ્યું કે આપણા લોકોની હવે ક્રિએટિવિટી સમાપ્ત થતી જઇ રહી છે.
Leave a Reply