– સાનિયા અને રોહન બોપન્નાની જોડી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હવે ક્યારેય ગ્રાન્ડ સ્લેમમાં રમતી જોવા મળશે નહીં. આજે સાનિયા મિર્ઝા છેલ્લી વખત ગ્રાન્ડ સ્લેમમાં રમી હતી. સાનિયા મિર્ઝા જીતીને રિટાર્યડ થવા માંગતી હતી. જો કે છેલ્લી ક્ષણોમાં તે અને તેનો પાર્ટનર રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતવાનું ચુકી ગયા હતા. ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સ્ટેફની અને માટોસની જોડીએ ભારતીય જોડીને 7-6, 6-2થી હરાવીને ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. આ સાથે સાનિયાની છેલ્લી વખત ગ્રાન્ડ સ્લેમ જીતવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી.
સાનિયા મિર્ઝાનું હાર સાથે સપનું રોળાઈ ગયું
ટેનિસમાં 6 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા કોર્ટ બહાર નીકળતા પહેલા વધુ એક ટાઈટલ જીતવાની ઈચ્છા ધરાવતી હતી. આ માટે તેણે પૂરી તાકાત પણ લગાવી દીધી હતી. આ મેચના પ્રથમ સેટમાં ભારતીય જોડીએ સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવ્યું હતું. પ્રથમ સેટમાં એક સમયે ભારતીય જોડી 5-3થી આગળ હતી પરંતુ તે પછી બ્રાઝિલની જોડીએ જોરદાર વાપસી કરી હતી. બંને વચ્ચે એક પોઈન્ટ માટે જોરદાર ટક્કર થઈ હતી. સ્કોર 6-6થી બરાબર થયા બાદ સાનિયા અને રોહનની જોડી ટાઈ-બ્રેકમાં પાછળ જતી રહી હતી અને પ્રથમ સેટ પણ ગુમાવ્યો હતો. ભારતીય જોડીએ પહેલો સેટ ગુમાવ્યો હતો જેનું દબાણ બીજા સેટમાં સ્પષ્ટ દેખાતું હતું. આ સાથે સાનિયા અને રોહન બીજો સેટ પણ 2-6થી હારી ગયા હતા. આ મેચની સાથે સાનિયા મિર્ઝાનું કેરિયર હાર સાથે પુર્ણ થયુ હતુ અને તેનું સપનું રોળાઈ ગયુ હતું.
સાનિયા મિર્ઝાએ મેચ બાદ કહી આ વાત
મારી વ્યાવસાયિક કારકિર્દી મેલબોર્નમાં શરૂ કરી હતી. હું મારી ગ્રાન્ડ સ્લેમની કારકિર્દી પૂરી કરવા માટે આનાથી વધુ સારા મેદાન વિશે વિચારી પણ શકતી નથી. મેચ બાદ સાનિયા મિર્ઝા ભાવુક થઈ ગઈ હતી.
Leave a Reply