– એપિડર્મોલાઈસીસ બુલોસા જેવા ત્વચાના લાઇલાજ રોગમાં માત્ર ચામડી ઉપર થતાં ફોલાની સારવાર
– બાળવિભાગ, સર્જરી અને સ્કીન વિભાગે બાળકને ૧૪ દિ સારવાર આપી હાથ નોર્મલ કર્યો
દસ લાખમાંથી માત્ર બે બાળકોને ઝપટમાં લેતો ત્વચાનો રોગ એપિડર્મોલાઈસીસ બુલોસા જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં જોવા મળ્યો હતો.આનુવાંશિક અને જન્મજાત ગણાતો આ એવો દુર્લભ રોગ છે કે જેમાં ચામડી અત્યંત કમજોર હોય છે,ચામડીના બે સ્તર વચ્ચે ફોફિલા થાય છે.જેમાં માત્ર ફોલ્લાનો જ ઈલાજ શક્ય બને છે. આ રોગ જન્મથી માંડીને કોઈપણ ઉમર સુધી દેખાય છે.
હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાનીના અને રેસી.ડો.કરણ પટેલના જણાવ્યા અનુસાર નખત્રાણા તાલુકાના એક ગામના અસીમ સંગારને એક ખાનગી હોસ્પિટલમાંથી અત્રે શિફ્ટ કરવામાં આવ્યુ ત્યારે તેના હાથમાં ફોફીલાં હતા. આ પરિસ્થિતિ એવી હોય છે કે,ફોલ્લા હોય ત્યારે સ્કિનને દબાવવામાં આવે તો ચામડીના પડ ઉખડવા લાગે છે. વધુમાં બાળક અત્રે આવ્યું ત્યારે તેને શ્વાસ ચડતો હતો. એટલે ઓક્સિજન ઓછું હતું. આવું હોય ત્યારે લોહીના બોટલ અને ઇન્જેક્શન આપવા નસ પકડવી, આ સ્થિતિમાં પડકાર બની જાય છે, એટલે જ ખાનગીમાંથી અહીં મોકલવામાં આવ્યું. રાતોરાત નસ પકડવી જરૂરી હોતાં રાત્રે બે વાગ્યે સ્કિનના ડો. ની મદદથી આ પડકાર પાર પાડયો.
ચામડી ઉપર હલકું દબાણ પણ સ્કિન તોડી નાખે છે તેવા સંજોગોમાં ફરીથી ચામડીને મૂળ સ્થિતિમાં લાવવા નાનું ઓપરેશન કરવામાં આવ્યું .સવાર અને સાંજ બે ટાઈમ ડ્રેસિંગ કરવું જરુરુ હોતાં આ પ્રક્રિયા ૧૪ દિવસ થઇ ત્યારે સ્કિન લેવલમાં આવી. દરમિયાન બાળકને ઓક્સિજન આપવાનું ચાલું રાખ્યું હતું અને ઇન્જેક્શન તેમજ બીજી તમામ સારવાર કરાઈ અને પછીજ હાથ નોર્મલ થયો.આ સારવારમાં બાળરોગ વિભાગના એસો.પ્રોફ.અને ડો એકતા ઠક્કર, ડો,ઋષિ ઠક્કર, સર્જરી વિભાગના ડો.પ્રકાશ પટેલ,ડો.કલ્પિત ઠાકોર,ડો.રાજ બાળરોગના ડો. મૈત્રી ચૌહાણ અને ડો. દ્વિજ પટેલ તેમજ સ્કિન વિભાગના ડો.કૃણાલ,ડો.માનસી, ડો. પ્રેરક અને ડો. મીરા જોડાયા હતા.
બાળકને જંકશનલ એપિડર્મોલાઈસીસ બુલોસા હતો.
ચામડીનો આ રોગ ત્રણ પ્રકારનો હોય છે તેનો પ્રકાર જાણવા બાયોપ્સી પણ કરાઈ,તો બાળકને જંકશનલ એપિડેરમોલાઈસીસ બુલોસા નામનો રોગ હતો. જંકશનલ સામાન્ય રીતે જન્મથીજ વિકાસ પામે છે.ઘણીવાર આ બીમારી કિશોર અથવા વ્યસ્ક ઉંમરે પણ થાય છે.આનો કોઈ ઈલાજ નથી સારવાર માત્ર ફોફીલાં નિજ થાય છે.અને નવા ફોલ્લાં ઉત્પન્ન ના થાય તેટલા પૂરતી જ સારવાર હોય છે.આ રોગના જંકશનલ ઉપરાંત સિમલેક્સ અને ડિપ્ટોફીક જોવા મળે છે.
Leave a Reply