૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિઅન વૃક્ષ ઉછેરવા અદાણી ગૃપની પ્રતિજ્ઞા

ભારતીય કોર્પોરેટ દ્વારા 1t.org માટે વિરાટ વચન

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, દાવોસમાં અદાણી ગૃપની જાહેરાત

વિવિધ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો સાથે ઝડપથી પ્રગતિ કરી રહેલા ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહે ૨૦૩૦ સુધીમાં એકસો મિલિઅન વૃક્ષોના ઉછેર કરવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે. આ પ્રતિજ્ઞા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ’’ટ્રીલિઅન ટ્રી પ્લેટફોર્મ’’ 1t.org  ઉપર કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન વૃક્ષો ઉગાડવાની અદાણી સમૂહની પ્રતિબદ્ધતા એ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો 1t.org સંકલ્પ છે અને વિશ્વકક્ષાએ  સૌથી મહત્વાકાંક્ષી કોર્પોરેટ વચન છે (https://www.1t.org/pledges/growing-100-million-trees-by-2030). આ ૧૦૦ મિલિયનમાં મેન્ગ્રોવ્સ તેમજ પાર્થિવ વૃક્ષોનો સમાવેશ થશે.

1t.org એ બહુવિધ-હિસ્સેદાર પ્લેટફોર્મ છે જે ઇકોસિસ્ટમના પુનર્સ્થાપન પરત્વે યુએન ડીકેડના ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન વૃક્ષોના સંરક્ષણ, પુનઃસ્થાપન અને ઉછેર માટેની વૈશ્વિક ચળવળને પોષી અને તેને સહયોગ કરે છે. આ પહેલ ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રની આ ક્ષેત્રમાં સામેલગીરી માંગે છે.વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને આબોહવા પરિવર્તનને મંદ કરવાનો આ  વિશાળ ટ્રિલિયન વૃક્ષ ચળવળનો ઉદ્દેશ્ય છે, જે આબોહવા, જૈવવિવિધતા અને SDGs તરફની ખૂબ જ જરૂરી પ્રગતિ માટે પ્રદાન આપે છે.

‘ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ‘એક ટ્રિલિયન વૃક્ષો વાવવાની 1t.orgની મહત્વાકાંક્ષાનો તીવ્ર સ્કેલ ફક્ત પ્રેરણાદાયી છે એટલું જ નહીં પણ તે માનવતાની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોની સામૂહિક શક્તિથી ભગીરથ લક્ષ્યને હાંસલ કરવા માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે” હરિયાળા વિશ્વના નિર્માણ માટે જમીનનું ધોવાણ ઘટાડવું જરૂરી છે અને ‘આ સંદર્ભમાં, પેરિસ COP 21 ખાતે ભારતે વધારાના ૨.૫-૩.૦ અબજ ટન CO2ના કાર્બન સિંકના નિર્માણ કરી અગ્ર સ્થાન પ્રાપ્ત કરવા  જાહેર કરેલી પ્રતિબધ્ધતાના એક ભાગ તરીકે હું વચન આપું છું કે અદાણી સમૂહ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન વૃક્ષોનું વાવેતર કરશે’’

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે 1t.org અને નેચર-બેઝ્ડ સોલ્યુશન્સનાં ડાયરેક્ટર નિકોલ શ્વાબે જણાવ્યું હતું કે, “1 ટ્રિલિયન વૃક્ષોનું સંરક્ષણ, પુનઃસ્થાપન અને ઉછેર કરવાનો વૈશ્વિક લક્ષ્ય મહત્વાકાંક્ષી છે પરંતુ પ્રાપ્ત કરી શકાય તેવું છે. “અદાણી સમૂહ આબોહવા અને પ્રકૃતિની કટોકટીને હલ કરવાની આ મહત્વાકાંક્ષામાં મોખરે છે. 1t.org ઈન્ડિયા પ્લેટફોર્મ વિકસી રહ્યું છે, આ ચળવળમાં વધુને વધુ વ્યવસાયો, ઈકોપ્રેન્યોર, સમુદાય જૂથો અને યુવાનો જોડાઈ રહ્યા છે. જંગલો અને કૃષિ પર નિર્ભર છે એવા લાખો લોકોની આજીવિકાને જોખમમાં મૂકતા આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવા માટે સંરક્ષણ અને પુનઃસંગ્રહ મહત્વપૂર્ણ છે.”

 વૃક્ષનું આરોપણ અને તેના ઉછેર એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટેનો કુદરત આધારિત એક શ્રેષ્ઠ  ઉપાય છે અને સ્વસ્થ ગ્રહ અને તંદુરસ્ત લોકો માટે જરૂરી છે. એ નોંધનીય છે કે અદાણી ગ્રુપ પહેલાથી જ ૨૯.૫૨ મિલિયન વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યું છે, જેનું જતન કરવા તે સંકલ્પબધ્ધ છે. ગ્રૂપના ઘણા વ્યવસાયો દરિયાકિનારા પર સ્થિત હોવાથી તેના સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ મેન્ગ્રોવ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે  ગ્રૂપનું લક્ષ્ય ચાલુ દશકા સુધીમાં ૩૭.૧૦ મિલિયન મેન્ગ્રોવ વૃક્ષો ધરાવવાનું છે. જેમાં સંરક્ષણ તેમજ વનીકરણનો સમાવેશ થાય છે. મેન્ગ્રોવ્સ દરિયાકાંઠાનું રક્ષણ કરે છે, દરિયાઈ જૈવવિવિધતામાં ઉમેરો કરે છે, સ્થાનિક લોકોને આજીવિકા પૂરી પાડે છે, ખારા પાણીના પ્રવેશને અટકાવે છે, માછલીઓ અને અન્ય જળચર જીવો માટે સંવર્ધન સ્થળ પુુરુ પાડવા સહિત તેના ઘણા ફાયદાઓ છે.અદાણી ગ્રૂપનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ૬૩.૦૮ મિલિયન પાર્થિવ વૃક્ષોના  વાવેતરનું છે. આ વૃક્ષો વાયુ પ્રદૂષણ ઘટાડવા, વાતાવરણને આરામદાયી રાખવા તેમજ ભૂગર્ભજળના જથ્થાને રિચાર્જ કરવા અને જમીનનું ધોવાણ અટકાવવાના સંદર્ભમાં નોંધપાત્ર  ભૂમિકા ભજવશે.

અદાણી ગ્રૂપનો અભિગમ અને તેની આ પહેલમાં  સ્થાનિક હવામાનમાં ટકી રહેવા સક્ષમ હોય, જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવે અને સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકો ઊભી કરે તેવી સ્થાનિક પ્રજાતિઓનું વાવેતર કરવાનો છે. તેના અમલીકરણ માટે ખાસ કરીને બિયારણ, પાણી આપવા અને સારસંભાળ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કુદરતી પુનર્જીવન તરફ દોરી જતા ટકાઉ વન વ્યવસ્થાપનને કામે લગાડવામાં આવે છે.

અદાણી સમૂહ વિષે:

ભારતમાં અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતું, અદાણી ગ્રૂપ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ),સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ વગેરે ક્ષેત્રોમાં રસરુચિ સાથે વૈવિધ્યસભર વ્યવસાયોમાં સૌથી મોટો અને  ઝડપથી આગેકૂચ કરતો પોર્ટફોલિયો ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર,કૃષિ ક્ષેત્રના આંતર માળખા (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો,કોલ્ડ સ્ટોરેજ અને અનાજના આધુનિક ગોદામ), રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન આંતર માળખું, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ તથા  અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. અદાણી ઉદ્યોગ સમૂહ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિને ‘રાષ્ટ્ર નિર્માણ’ અને ‘ગ્રોથ વિથ ગુડનેસ’ – ટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતની મૂળ ફિલસૂફીને આભારી ગણાવે છે. અદાણી સમૂહ ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યોના સિદ્ધાંતો આધારિત પોતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલીટીના કાર્યક્રમોની તાકાતથી પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સ્થિતિની સુધારણા માટે સંકલ્પબધ્ધ છે.

1t.org વિષે:

1t.org એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ છે જે ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન વૃક્ષોના સંરક્ષણ, ઉછેર અને પુનઃસ્થાપન કરવા માટે વૈશ્વિક ચળવળને સહયોગ આપે છે. 1t.org ની સ્થાપના ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પરત્વે યુએન ડીકેઇડને સમર્થન આપવા માટે કરવામાં આવી છે. 1t.org વન સંરક્ષણ અને પુનઃસંગ્રહમાં ખાનગી ક્ષેત્રનેે જોડવા અને મહત્વાકાંક્ષાને એક કરે છે, મુખ્ય ભૌગોલિક ક્ષેત્રોમાં બહુવિધ હિસ્સેદારો વચ્ચે સંવાદોની સુવિધા આપે છે અને પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવા અને વેગ આપવા માટે નવીનતા, ઇકોપ્રેન્યોરશિપ અને યુવાનોને સમર્થન આપે છે. http://www.1t.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: