કચ્છ જિલ્લામાં અનેક સ્થળે બરફની ચાદર છવાઈ

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે પશ્ચિમી વિક્ષોભ સર્જાતા હાડ ધુ્રજાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં છેલ્લા ચાર દિવસાથી તાપમાનનો પારો સિંગલ ડીઝીટમાં રહેવા પામ્યો છે. ર ડિગ્રી સાથે નલિયા રાજ્યરમાં ઠંડુ માથક રહ્યંું છે. ભુજમાં લઘુત્તમ તાપમાન ૭.૬ ડિગ્રી અને કંડલામાં ૯.૧ ડિગ્રી સે. નોંધાયું છે. જિલ્લાન અનેક સૃથળે બરફની ચાદર છવાઈ હતી. શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અબડાસાના ધુ્રફી  પાસે આવેલી અદાણી કંપનીઓ સોલાર પાવર પેનલ ઉપર બરફ જામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત નરેડી, નાની વમોટી ગામે બરફની ચાદર છવાઈ હતી. રાપર તાલુકાના ડાવરી, ખેંગારપર, સઈ, વિગેરે ગામોમાં આવેલી ખેતર વાડીમાં શિયાળુ પાક પર હીમપાતના લીધે બરફની ચાદર છવાઈ ગયેલી જોવા મળી હતી. જેાથી પાકને નુકશાન થાય એવું ખેડૂતોએ જણાવ્યું હતું. 

વાગડ વિસ્તારના આણંદપર, મૌઆણા બેલા સહિતના રણકાંધીએ આવેલા ગામોમાં ભારે ઠંડા પવન અને ઠંડીના લીધે જીરૃ, એરંડા, ઘઉ, રાયડાના પાકને નુકશાન થાય તેવું જાણવા મળ્યું છે. 

હવામાં ખાતાની કોલ્ડ વેવની આગાહીને સાચી ઠેરવતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર-પુર્વીય ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું છે. ઘરની અંદર હોવા છતાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. આણંદપર (યક્ષ) તેમજ આજુબાજુના પંથકના ગામોમાં બપોરના તાપણું કરીને લોકો ઠંડો સામે રક્ષણ મેળવી રહ્યા છે.

શીત લહેરના કારણે તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે. જનજીવન પર વ્યાપક અસર પડી છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ર ડિગ્રી થાય છે. ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. બજાર, જાહેર માર્ગો સાંજ બાદ સુમસામ ભાસી રહ્યા છે. જનતા કફર્યું  જેવી સિૃથતિ જોવા મળી હતી. એસ.ટી. બસોમાં પ્રવાસીઓની પાંખી હાજરી રહી હતી. ઠારાથી બચવા લોકોએ તાપણાનો સહારો લઈ રહ્યા છે.

ભુજમાં તાપમાનનો પારો ૭.૬ ડિગ્રીએ રહ્યો હોવાનું હતો. ઉત્તર-પૂર્વ દિશાએાથી ૬ કિ.મી.ની ઝડપે પવન ફૂકાતા ઠંડીની અસર વધુ જોવા મળી હતી.આમ કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુંછે.

ઉત્તર ભારતમાં હીમ વર્ષાને પગલે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીનું પ્રભુત્વ યાથાવત્ રહ્યું છે. રાજ્યભરના લોકો સતત ચોથા દિવસે કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. નલિયામાં બે ડિગ્રી સાથે ઠંડુંગાર હતું જ્યારે ૧૨ શહેરમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી બે દિવસ કાતિલ ઠંડી પડશે. જોકે, ત્યારબાદ લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુાધી વાધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. 

અમદાવાદમાં બરાબર એક સપ્તાહ અગાઉ ૯ જાન્યુઆરીના ૧૫.૩ ડિગ્રી ઠંડી હતી. આમ, એક સપ્તાહમાં તાપમાનમાં ૭.૭ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૯ થી ૧૨ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. હવામના અંગે આગાહી કરતી ખાનગી સંસૃથાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુાધી ૧૧થી ૧૪ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. 

ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતાં રેકોર્ડ ૫.૩ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી ચાર દિવસ ૮ થી ૧૧ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે. ગત વર્ષે ગાંધીનગરમાં ૨૪ જાન્યુઆરીના ૪.૩ ડિગ્રી સાથે જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્યત્ર જ્યાં ૧૦ ડિગ્રીથી લઘુતમ તાપમાન નોંધાયું તેમાં પોરબંદર, દાહોદ, ડીસા, પાટણ, રાજકોટ, જામનગર, ભૂજ, અમરેલી, કંડલાનો પણ સમાવેશ થાય છે. 

શીત લહેરમાં લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું : કલેક્ટર

શીત લહેર દરમિયાન ઠંડીના પ્રકોપાથી બચવા માટે કચ્છ કલેકટરના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસૃથાપન શાખા દ્વારા માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. જે અનુસાર સૃથાનિક હવામાનની આગાહી માટે રેડિયો ,ટીવી, અખબારો જેવા તમામ મીડિયા આઉટલેટ્સને અનુસરીને સતર્ક રહેવા અનુરોધ કરાયો છે. કાતિલ ઠારમાં કામ વગર લોકોને બહાર ન નીકળવા તાથા બિનજરૃરી મુસાફરી ન કરવા વહીવટીતંત્ર તરફાથી અપીલ કરાઇ છે. 

ગરમ કપડાં, ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઈમરજન્સી લાઈટ અને મૂળભુત દવાઓનો પુરતો સ્ટોક રાખવો, બારી-દરવાજા બરાબર બંધ રાખવા જેાથી ઠંડા પવન ઘરમાં ન આવે.  હવામાનની માહિતી અને કટોકટીની પ્રક્રિયાની માહિતીને નજીકાથી અનુસરો અને સરકારી એજન્સીઓની સલાહ મુજબ કાર્ય કરો. શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન, વરસાદ, બરફના સંપર્કાથી બચવા માટે મુસાફરી ઓછી કરો. અંદરના ગરમ ઊનના કપડાં, ચુસ્ત કપડાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે – તેમને ટાળો. તમારી જાતને શુષ્ક રાખો, જો ભીનું હોય તો તમારું માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો કારણ કે શરીરના આ ભાગોમાંથી મોટાભાગની ગરમીનું નુકશાન થાય છે. ભીના કપડાં તરત જ બદલો. 

ફેફસાંને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ-૧૯ અને અન્ય શ્વસન ચેપાથી બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો. કેપ ટોપી અને મફલરનો ઉપયોગ કરો, માથાને ઢાંકો કારણ કે શરીરની મોટાભાગની ગરમી માથાના ઉપરના ભાગમાંથી જતી રહે છે. સ્વસૃથ ખોરાક લો.પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાઓ. નિયમિતપણે ગરમ પ્રવાહી પીવો, કારણ કે આ ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખશે. 

તેલ, પેટ્રોલિયમ જેલી આૃથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. વૃદ્ધ લોકો, નવજાત શિશુઓ અને બાળકોની સંભાળ રાખો અને પડોશીઓ કે જેઓ એકલા રહે છે, ખાસ કરીને વૃદ્ધોને તેમની સુખાકારી વિશે તપાસો. જરૃરિયાત મુજબ પુરવઠો સ્ટોર કરો. પર્યાપ્ત પાણીનો સંગ્રહ કરો કારણ કે પાઈપો જામી શકે છે. ઊર્જા બચાવો. જ્યારે જરૃરી હોય ત્યારે જ રૃમને ગરમ કરવા માટે રૃમ હીટરનો ઉપયોગ કરો. પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો. ગરમી પેદા કરવા માટે કોલસાને ઘરની અંદર સળગાવશો નહીં – જો તમારે કોલસો આૃથવા લાકડા સળગાવવા હોય તો યોગ્ય ચીમની રાખો જેાથી ધુમાડો નીકળી જાય. બંધ જગ્યાઓમાં કોલસો બાળવો ખતરનાક બની શકે છે કારણ કે તે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરી શકે છે.  જે ખૂબ જ ઝેરી છે અને રૃમમાં રહેલા વ્યક્તિઓને મારી શકે છે. 

પાલતુ પ્રાણીઓને ઘરની અંદર ખસેડો. પશુાધન આૃથવા ઘરેલું પ્રાણીઓને અંદર ખસેડીને ઠંડા હવામાનાથી બચાવો  આૃથવા તેમને ધાબળાથી ઢાંકો. ઠંડીના લાંબા સમય સુાધી સંપર્કમાં રહેવાનું ટાળો. દારૃ ન પીવો. તે તમારા શરીરનું તાપમાન ઘટાડે છે, તે વાસ્તવમાં તમારી રક્ત વાહિનીઓને સાંકડી કરે છે. ધુ્રજારી, શરીર ગરમી ગુમાવી રહ્યું છે તેનો સંકેત છે. 

હિમ લાગવાના લક્ષણો જેવા કે નિષ્ક્રિયતા આવે, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ પર સફેદ આૃથવા નિસ્તેજ દેખાવ, જ્યારે શીત લહેરોના સંપર્કમાં હોય ત્યારે ધ્યાન રાખો. ઠંડીના લાંબા સમય સુાધી સંપર્કમાં રહેવાથી ત્વચા નિસ્તેજ, સખત અને સુન્ન થઈ શકે છે અને શરીરના ખુલ્લા અંગો જેમ કે આંગળીઓ, અંગૂઠા, નાક અને આૃથવા કાનના પડદા પર લાલ ફોલ્લા થઈ શકે છે. જ્યારે ભાગ મરી જાય છે ત્યારે ત્વચાનો લાલ રંગ કાળો થઈ શકે છે. આ ખૂબ જ ખતરનાક છે અને ગ્રેગરીન કહેવાય છે તેાથી હિમ ડંખના પ્રાથમ સંકેતો પર તરત જ ડાક્ટરનો સંપર્ક કરો. 

શીતલહેરથી બચવા વધુ કેલેરીવાળા ઔખોરાક ખાવોઃ આરોગ્ય વિભાગનું સૂચન

શીતલહેરાથી બચવા લોકોએ આરોગ્યની સાચવણી માટે શું કરવું તેના કેટલાક જરૃરી નિર્દેશ મુખ્ય જિલ્લા આરોગ્ય અિધકારી દ્વારા જારી કરાયા છે. ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપી નો ઉપયોગ કરવો. વાધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધૃધ તેમજ બિમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ શક્ય હોય ત્યાં સુાધી ઘરમાં જ રહેવું તાથા ઠંડીથી બચવા વિશેષ ધ્યાન રાખવું. ઠંડીથી બચવા રૃમના બારી બારણા બંધ રાખવા. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય તાપમાં બેસવું. ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાને / ખાનગી તબીબનો સંપર્ક કરી જરૃરી સારવાર મેળવવી. ઠંડી દરમિયાન વાધુ કેલરીવાળા ખોરાકનો ઉપયોગ કરવો. ત્વચા સુકી ન પડે તે માટે તલનું તેલ, કોપરેલ, વેસેલીન જેવા તેલી પ્રદાર્થોનો ઉપયોગ કરવો. શક્ય હોય તો સાદા સાબુના બદલે ગ્લીસરીનયુક્ત સાબુનો ઉપયોગ કરવો. 

રાપર તાલુકાના ગામોમાં હિમપાતના લીધે બરફ જામ્યો : શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ

રાપરઃ એકાદ સપ્તાહથી કાતિલ ઠંડીથી વાગડ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બે દિવસથી ભારે ઠંડી ના લીધે રાપરના ડાવરી, ખેંગારપર, સઈ વિગેરે ગામોમા આવેલ ખેતર વાડીમાં શિયાળુ પાક પર હીમપાત ના લીધે બરફની ચાદર છવાઈ હતી. અમુક ખેતરમાં આવેલ પાક પર બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો. ખેંગારપર તથા સઈ વગેરે આસપાસના વિસ્તારોમાં આવેલ ખેતર વાડી વિસ્તારમાં સુકી જૂવાર તથા રાયડા ના પાક પર વહેલી સવારે બરફ જામેલો જોવા મળ્યો હતો. વાગડ વિસ્તારના આણંદપર, મૌઆણા, બેલા સહિતના રણકાંધીએ આવેલા ગામોમા ભારે ઠંડા પવન અને ઠંડીથી જીરૃ, એરંડા, ઘઉં, રાયડાના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. મૌઆણા, બેલા, જાટાવાડા સહિતના  રણ વિસ્તારમાં આવેલા ગામોમાં શિયાળુ પાક નું વાવેતર કરવામાં આવે છે. ચારેક દિવસથી ભારે ઠંડા પવન અને ઠંડીના લીધે ખેડૂતો ને નુકસાન થાય તેમ છે.  આણંદપર, ગેડી, દેશલપર, વૃજવાણી સહિત ના ગામોમા આ વર્ષે જીરું એરંડા રાયડા નું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ હીમપાત અને ઠંડીના લીધે શિયાળુ પાકમા નુકશાન થાય તેવી શક્યતા છે એટલે ખેડૂતો ને પડયા પર પાટુ સમાન બની રહ્યાનું ખેડૂતો કહી રહ્યાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: