આજથી ઓડીશામાં હોકી વર્લ્ડકપ

– વિશ્વની 16 ટીમો વચ્ચે ચેમ્પિયન બનવા માટેનો જંગ

– ભારત સાંજે 7.00 વાગ્યાથી પ્રથમ મેચમાં સ્પેન સામે રમશે

– ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમની સાથે ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ પણ ટાઈટલના દાવેદાર

ઓડિશામાં આવતીકાલથી ૧૫માં મેન્સ હોકી વર્લ્ડકપનો પ્રારંભ થશે. વિશ્વના ૧૬ દેશો વચ્ચે ૧૭ દિવસ દરમિયાન ૪૪ હોકી મુકાબલા ખેલાશે અને તેના અંતે વિશ્વને નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળશે. આ સતત બીજા વાર ઓડિશામાં હોકી વર્લ્ડકપનું આયોજન થઈ રહ્યું છે, જેની મેચો ભુવનેશ્વર અને રૃરકેલામાં આયોજીત થશે. બેલ્જીયમ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે તાજ જાળવવાના ઈરાદા સાથે ઉતરશે. જ્યારે ભારતને ઈ.સ. ૧૯૭૫ પછી પહેલીવાર મેન્સ હોકી વર્લ્ડકપ જીતવાની આશા છે. ગૂ્રપ-ડીમાં સ્થાન ધરાવતી ભારતીય ટીમ આવતીકાલે પ્રથમ મેચમાં સ્પેન સામે ટકરાશે. આ મેચ રૃરકેલામાં સાંજે ૭.૦૦ વાગ્યાથી શરુ થશે.

ભારત આ સળંગ બીજી વાર અને ઓવરઓલ ચોથી વાર મેન્સ હોકી વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. ભારત હોકી વર્લ્ડકપમાં અત્યાર સુધી ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યું છે. જેે ત્રણેય મેડલ ભારતને શરૃઆતના ત્રણ વર્લ્ડકપમાં મળ્યા હતા. છેલ્લે ભારત ૧૯૭૫માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું તે પછી ટીમ ક્યારેય સેમિ ફાઈનલમાં પણ પ્રવેશી શકી નથી. જોકે આ નિરાશાજનક રેકોર્ડનો અંત ભારતને આ વર્લ્ડકપમાં આણી શકે છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમને ટાઈટલ જાળવવાની આશા :

ચાર વર્ષ પહેલા ૨૦૧૮માં ઓડિશામાં રમાયેલા હોકી વર્લ્ડકપમાં બેલ્જીયમની ટીમ ફાઈનલમાં નેધરલેન્ડને હરાવીને ઈતિહાસમાં સૌપ્રથમવાર ચેમ્પિયન બની હતી. તેઓ વર્લ્ડ ટાઈટલ જાળવી રાખવા ઉતરશે. સૌથી વધુ ૪ વાર પાકિસ્તાન વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. જ્યારે નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ૩-૩ વાર તેમજ જર્મની બે વાર અને ભારત તેમજ બેલ્જીયમ ૧-૧ વાર વર્લ્ડકપ જતી ચૂક્યા છે.

ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ ભારતનો કેપ્ટન :

ભારતીય ટીમ ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંઘની કેપ્ટન્સી હેઠળ હોકી વર્લ્ડકપમાં ઉતરશે. સતત બે વર્ષથી આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના બેસ્ટ પ્લેયર તરીકેનો એવોર્ડ જીતી ચૂકેલા હરમનપ્રીત સિંઘેે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમ તરફથી નિર્ણાયક દેખાવ કર્યો હતો. ભારતીય ટીમમાં ગોલકિપર તરીકેે પી.આર. શ્રીજેશ અને ક્રિશ્ના પાઠક છે. જ્યારે ફોરવર્ડ ખેલાડી તરીકે મનદીપ સિંઘ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક અને સુખજીત સિંઘને સ્થાન મળ્યું છે. ડિફેન્સમાં હરમનપ્રીતની સાથે જરમનપ્રીત, સુરેન્દર કુમાર, વરૃણ કુમાર, અમિત રોહિદાસ (વાઈસ કેપ્ટન) અને નીલમ સંદીપ ક્ષેસે છે. જ્યારે મીડફિલ્ડમાં ભૂતપૂર્વ કેપ્ટન મનદીપ સિંઘ, હાર્દિક સિંઘ, નિલાકાંત શર્મા, શમશેર સિંઘ, વિવેક સાગર પ્રસાદ અને આકાશદીપ સિંઘનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના કોચની ભૂમિકામાં  ગ્રેહામ રીડ છે.

ભારતને સ્પેન સામે વિજયી શુભારંભની આશા :

ભારતને સ્પેન સામેના પ્રથમ મુકાબલામાં વિજયી શુભારંભની આશા છે. વર્લ્ડ રેન્કિંગમાં ભારતની મેન્સ ટીમ છઠ્ઠો ક્રમ ધરાવે છેે. જ્યારે સ્પેનની ટીમને આઠમો ક્રમ મળ્યો છે. બંને ટીમ છેલ્લે ભુવનેશ્વરમાં જ પ્રો હોકી લીગમાં ટકરાઈ હતી, જેમાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી વિજય મેળવ્યો હતો. આ મેચમાં હરમનપ્રીતે બે ગોલ ફટકારતાં ભારતને સરસાઈ અપાવી હતી. જોકે સ્પેને વળતો પ્રહાર કરતાં ૨-૨થી મેચ ડ્રોમાં ખેંચી હતી. તે અગાઉ ૩૦મી ઓક્ટોબરે રમાયેલી મેચમાં સ્પેન ૩-૨થી જીત્યું હતુ.

માર્ક મિરાલેસની સ્પેનિશ ટીમ અપસેટ સર્જી શકે :

માર્ક મિરાલેસની આગેવાની હેઠળની સ્પેનની ટીમ અપસેટ સર્જવાના ઈરાદા સાથે ભારત સામે ઉતરશે. મિરાલેેસ ભારતમાં જ ભારત સામે રમવાનો અનુભવ ધરાવે છે અને તેણે ચાર વર્ષની કારકિર્દીમાં ૧૨ ગોલ નોંધાવ્યા છે. ટીમનો સૌથી અનુભવી ખેેલાડી એલ્વારો ઈગ્લેસિઅસ છે, જે ૧૮૯ મેચ રમી ચૂક્યો છે. જ્યારે એન્રિક ગોન્ઝાલેઝ ૧૬૨ મેચ રમી ચૂક્યો છે. સ્પેનની ટીમમાં સામેલ મિરાલેસની સાથે પેરે એમાત, માર્ક રેયન, પાઉ કુનીલ તેમજ મેનીની મેચ વિનર સાબિત થઈ શકે તેમ છે.

વર્લ્ડકપનું ફોર્મેટ :

વર્લ્ડ કપમાં ૧૬ ટીમને ૪-૪ના એક એવા ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. જ્યાં પૂલમાં ટીમો વચ્ચે ગૂ્રપ સ્ટેજના મુકાબલામાં ખેલાશે. દરેક પૂલમાં ટોચની ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે. જ્યારે પૂલમાં બીજા અને ત્રીજા ક્રમે રહેલી ટીમને ક્રોસ-ઓવર મેચ રમવા મળશેે. કુલ ચાર ક્રોસ ઓવર મેચમાં વિજેતા બનનારી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે. તારીખ ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઈનલ તેમજ ૨૭મી જાન્યુઆરીએ સેમિ ફાઈનલ રમાશે. જ્યારે ૨૯મીએ ફાઈનલ ખેલાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: