ભારતીય અમેરીકી એરોસ્પેસ વિશેષજ્ઞ એસી ચારણીયાને નાસાએ પોતાના ચીફ ટેક્નોલોજીસ્ટ બનાવ્યા. તે આંતરીક્ષ કાર્યક્રમો પર નાસાના ચીફ બિલ નેલ્સનનાં પ્રમુખ સલાહકાર તરીકે કામ કરશે.
નાસા તરફથી સોમવારે આવેલા નિવેદન પ્રમાણે ચારણીયા નાસાનાં છ મિશનોની જરૂરિયાતો સાથે એજન્સીનાં પ્રધ્યોગિક નિવેશનું કામ જોશે. ચારણીયાએ જણાવ્યું કે, હવે અંતરીક્ષ અને વિમાની પ્રગતિને બઢાવો આપવા નાસા સાથે કામ કરવાનો અવસર મળે તેની રાહ જોઇ રહ્યો છું.
ચારણીયાએ આ પહેલા રોબોટિક્સમાં પ્રોડક્ટ સ્ટ્રેટેજીનાં ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત એરોસ્પેસ કંપની બ્લૂ ઓરીજનલનાં બ્લૂ મૂન લૂનર લેંન્ડર કાર્યક્રમ અને નાસા સાથે ઘણી ટેક્નોલોજી પર કામ કર્યું છે.
ચારણીયાએ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીથી એરોસ્પેસ એન્જીનિયરિંગમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી મેળવી છે. તે ઉપરાંત એમોરી વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ભારતવંશી ભવ્યાલાલની જગ્યાએ ચારણીયા કામ કરશે. તેમનાં પહેલા ભવ્યા લાલ નાસાનાં એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર હતા. એસી ચારણિયાએ ભવ્યા લાલનું સ્થાન લેધુુ છે. ભવ્યા લાલ નાસાના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર છે. તે અત્યાર સુધી ચારણિયાનું કામ પણ જોઈ રહ્યાં હતા. ભવ્ય લાલે કહ્યું કે, નાસાના દરેક મિશનમાં ટેક્નોલોજીની ભૂમિકા મહત્વની હોય છે. આથી, હું એસી ચારણિયાને જોવા માટે ઉત્સુક છું, જે ઝડપથી બદલાતા ટેક્નોલોજી ક્ષેત્રના સંચાલનમાં અનુભવી છે.
Leave a Reply