– આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો
અદાણી ગ્રુપ ભારતમાં એક માત્ર ગ્રુપ છે જેની શાખ આંતરરષ્ટ્રીય સ્વાયત્ત સંસ્થાએ ફાયનાન્સીયલ એનાલીસીસ કરીને લોન આપવી હોય તેને લોન આપે છે. એ શાખ ભારતની અને બધા જ કોર્પોરેટ્સની હોય છે. આજે અદાણી ગ્રુપની તમામ કંપનીનું રેટીંગ ભારતના રેટીંગ સમકક્ષ છે. એ સોવેરીન રેટીંગ છે. 25 વર્ષના ઈતિહાસમાં અમારું એકેય દિવસનું પેમેન્ટ ડીલે નથી થયું કે, કે વ્યાજમાં કટૌતી થઈ છે, અને જ્યારે પણ અદાણી ગ્રુપને પૈસા જોઈએ કોઈપણ ડેવલપમેન્ટ માટે બધા આપવા તૈયાર છે.
રજત શર્મા –રાહુલ ગાંધી કહે છે આ બધુ જ મોદીજી અપાવે છે..
ગૌતમભાઈ અદાણી- 2013માં અમે 80 ટકા પૈસા ભારતીય બેંકોના લેતા હતા, જે આજે 35 ટકા છે. અને તમામ ઈન્ટરનેશનલ માર્કેટમાં ગ્લોબલ રેટીંગ કરીને ગયા છીએ. આજે વિશ્વમાં કોઈના કહેવાથી કે, બોલવાથી કોઈ પૈસા આપતું નથી. એ તો એમના રેટીંગ અને ગવર્નન્સના હિસાબે જ આપે છે. અને હું આપને કહેવા માંગુ છું કે અમારી દરેક કંપનીની રેટીંગ અને ડિસ્ક્લોઝર્સ છે તેના હિસાબે અમારી એક કંપનીને વર્લ્ડ વાઈડ એક ઈએસજી એવોર્ડ મળ્યો છે. એટલે એ આરોપ પાયાવિહોણો છે. આજ સુધી લેન્ડર્સ અને બોરોઅર્સ વચ્ચે કોઈ તકલીફ થઈ નથી.
હું આપને કહું કે અમારા લોનની માત્રા છેલ્લા 10 વર્ષમાં 11 ટકા વધી છે જ્યારે અમારી આવક 24 ટકા વધી છે અને એના જ કારણે અમારું રેટીંગ સુધર્યું છે. અમારી આવક અમારા બોરોઈંગ કરતા પણ વધારે વધી છે.
રજત શર્મા – કેટલાય લોકો કહે છે કે જો અદાણીનો બલુન ફાટ્યો તો, બધી જ બેંકો બરબાદ થઈ જશે,
ગૌતમભાઈ અદાણી- આતો કેટલાક આલોચકોની ઈચ્છા રહેતી હોય છે. પણ હું આપને કહું છું કે, અદાણીની જે એસેટ્સ લોન છે એના કરતાં એસેટ્સ 3-4 ગણી વધારે છે. તો કોઈના પૈસા અસુરક્ષિત નથી. ભારત જ્યાં સુધી આગળ વધતુ રહેશે ત્યાં સુધી આ બલૂન આગળ વધતું જ રહેશે.
દર્શકનો પ્રશ્ન- આપે ભલે કહ્યું કે હું આંકડાની માયાજાળમાં પડતો નથી, પરંતુ અમને એ વાતનો ગર્વ થાય છે કે, દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ અમારા દેશનો છે. આપે આ યાત્રામાં ઘણા જોખમો ઉઠાવ્યા હશે, શું આપને ડર નથી લાગતો?
ગૌતમભાઈ અદાણી- જ્યારે આપ રિસ્ક લેતા હોવ, ત્યારે આપને એનો અંદાજ હોવા જોઈએ.. અમે ઘણી જગ્યાએ રિસ્ક લીધા, પણ એ બધામાં અમે સફળ નથી રહ્યા,, કેટલીક જગ્યાએ નિષ્ફળતા પણ મળી છે. રિસ્ક લીધા બાદ આપની એટલી ત્રેવડ હોવી જોઈએ કે આ નૈયા હું પાર લગાવી દઈશ. એ માટે ધીરજ અને ખંત હોવા જરૂરી છે. કોઈપણ કામ કરતા હોવ તો મુશ્કેલી તો આવશે, પણ આપનો ધ્યેય સારો હશે અને એના નિયત પર કામ કરતા રહેશો તો, મારો અનુભવ છે કે, નિષ્ફળતા નથી મળતી.
રજત શર્મા – રાહુલજી કહે છે કે મુંદ્રા પોર્ટ પરથી વારંવાર ડ્રગ્સ પકડાય છે એમને કોણ બચાવે છે?
ગૌતમભાઈ અદાણી- આજે ડ્રગ્સ તરત પકડાય છે તે સારી વાત છે, એનો મતલબ એ નથી કે પહેલા ડ્રગ્સનો કારોબાર ચાલતો નહીં હોય. આજે હું આપણી તમામ તપાસ એજન્સીઓને બધાઈ આપવા માંગુ છું. એ પછી કસ્ટમ્સ હોય, પોલીસ હોય, ડીઆરઆઈ હોય, એમણે સ્મગ્લીંગ કરનારાઓને ઝડપી પાડ્યા. અમે પોર્ટ ચલાવીએ છીએ તો અમારી પાસે પોલીસીંગનો, ઈન્સપેક્શનનો કે કોઈને એરેસ્ટ કરવાની સત્તા નથી. એ કામ સરકારની અલગ-અલગ એજન્સીઝ કરે છે. તો એ લોકોને ગુમરાહ કરવાની વાત છે. અને જે કાંઈ પકડાયું છે એ સરકાર પાસે સંપૂર્ણ ખબર આવે છે. કે એ કોણ મોકલે છે. કેવી રીતે આવે છે. અને સરકારે બધાને પકડી પાડ્યા છે.
રજત શર્મા – રાહુલજી કહે છે કે ડ્રગ્સ મામલે અદાણીના કોઈપણ અધિકારીની પુછપરછ સુદ્ધાં કરાઈ નથી?
ગૌતમભાઈ અદાણી- ના. એ ખોટું છું જ્યારે કોઈપણ ઈન્વેસ્ટીગેશન થાય છે. ત્યારે એ 360 ડીગ્રી થતું હોય છે. એમાં પુછપરછ તો થાય છે. એમાં અદાણી ગ્રુપને કોઈ ખાસ ટ્રીટમેન્ટ મળી નથી.
રજત શર્મા – રાહુલજીના આરોપો ગણતા ગણતા મને હિસાબ રહ્યો નથી?
ગૌતમભાઈ અદાણી- રજતજી મને એવું લાગે છે કે તમે મારો રાહુલજી સાથે ઝઘડો કરાવી દેશો. અને આવતીકાલે વધુ એક નિવેદન આપી દેશે. તો હું માનું છું કે રાહુલજી એક સન્માનીય નેતા છે અને તે પણ એક પોલીટીકલ પાર્ટી ચલાવે છે, તેમની આઈડીયોલોજીની લડાઈ થાય છે. એમાં આરોપ-પ્રત્યારોપ થાય છે. હું તો એક સામાન્ય ઉદ્યોગપતિ છું. હું મારું કામ કરું છે એ એમનું પોલીટીક્સ એમના હિસાબે કરે છે.
રજત શર્મા – નતો આપ સામાન્ય છો, કે ન એ સામાન્ય છે. એમને એ વાતથી પણ પ્રોબ્લેમ છે કે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એમાં એક ક્રિકેટની પીચ છે એમાં અદાણી કેમ છે?
ગૌતમભાઈ અદાણી- જ્યારે કોઈપણ સ્ટેડિયમ બને છે ત્યારે ઓક્શન થાય છે. અદાણી અને રિલાયન્સ ગ્રુપે પૈસા આપીને એ રાઈટ્સ ખરીદ્યા છે. એમાં ખોટુ શું છે એ મને ખબર નથી.
રજત શર્મા – આપ કદી રાહુલ ગાંધી વિશે કાંઈ બોલતા નથી, આજે પબ્લીક સામે છે, મોકો પણ છે કહી દો..
ગૌતમભાઈ અદાણી- 2014ની ચૂંટણીઓ બાદ રાહુલજીએ સતત અમારા પર આરોપો કર્યો તેનાથી આપને પણ અદાણી કોણ છે એ જાણવાનો મોકો મળ્યો અને તેના કારણે જ આજે હું અહીંયા છું.
રજત શર્મા – આપ છૂપા રુસ્તમ છો.. રાહુલજીએ ભારત જોડો યાત્રા દરમિયાન આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજનનો ઈન્ટર્વ્યુ કર્યો એમા જાણવા મળ્યું કે એક ચોકીદારે અદાણીના શેર લીધા હતા એ લાખોપતિ થઈ ગયો, તો એ તો આપના વખાણ પણ કરે છે..
ગૌતમભાઈ અદાણી- નહી, એમણે કયા સંદર્ભે એમ કહ્યું એ મને ખબર નથી, પણ મારા માટે કોઈપણ સામાન્ય માણસ કે નાનો કે મોટા રોકાણકાર જ્યારે અદાણી ગ્રુપમાં ઈન્વેસ્ટ કરીને કમાણી કરે તેનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોઈ શકે??? રાહુલજીએ તો નેચરલ વેમાં વાત કરી હશે એ અમારા ફેવરમાં હતી કે નહીં એ મને ખબર નથી..
રજત શર્મા – અરે, ફેવરમાં જ હતી કારણ કે આપ રાહુલની આલોચનાઓ બાદ પણ રાજસ્થાનમાં 68 હજાર કરોડ રોકાણ કરો છો
ગૌતમભાઈ અદાણી- રાજસ્થાન કે દેશના કોઈપણ રાજ્યમાં જે પોટેન્શિયલ છે તેના વિકાસ માટે અદાણી ગ્રુપ પ્રતિબદ્ધ છે. અને તમે જોયુ હશે કે મીડિયા પણ કોન્ટ્રોવર્સી ઉભી કરવા માંગે છે. અને મેં પાછળથી સાંભળ્યું કે ઈવન રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં અમારા ઈન્વેસ્ટમેન્ટની પણ સરાહના કરી છે. તો હું માનું છું કે રાહુલ ગાંધીની એવી કોઈ નીતિ નથી કે જે ડેવલપમેન્ટના વિરોધમાં હોય..અમારો તો ઉદ્દેશ હશે કે, દરેક રાજ્યમાં જ્યાં-જ્યાં શક્ય હોય ત્યાં અમે રોકાણ કરીએ.
રજત શર્મા – પણ કોંગ્રેસ પાર્ટીનો નારો છે કે આમ આદમી બેહાલ, અદાણી માલામાલ..
ગૌતમભાઈ અદાણી- આપ નેરેટીવ ગમે તે બનાવો, પણ આખરે આપ મને કહો કે, એમના આરોપમાં એક છે રાજકીય નિવેદન અને એક છે વાસ્તવિક આરોપ. તો પબ્લીકને નક્કી કરવા દો કે, અમે જે કામ કરીએ છીએ એમાં સાચું શું છે.
રજત શર્મા – પહેલા લાગતુ હતુ કે અશોક ગેહલોત જાદુગર છે, પણ હવે લાગે છે આપ જાદુગર છો., કારણ કે રાજસ્થાનમાં રોકાણ કરો છો
ગૌતમભાઈ અદાણી- અશોક ગહેલોતની અત્યારની નહી, અગાઉની સરકાર વખતે અમે રાજસ્થાનમાં મોટુ રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો, ગહેલોતજીની સરકારે અમને પાવર પ્રોજેક્ટ માટે જમીન ફાળવી. માઈનીંગ માટે એમડીઓના કોન્ટ્રાક્ટ્સ થયા. અને બધું જ બીડીંગના માધ્યમથી થયું છે. અને બધી જ હેલ્પ પોલીસી અંતર્ગત કરી છે. એમની નીતિઓ સ્પષ્ટ હતી. અને માત્ર ગહેલોતજીની જ નહી, અમે કેરલમાં લેફ્ટની સરકાર સાથે પણ કામ કરીએ છીએ. મમતા દીદી સાથે પણ કામ કરીએ છીએ. નવીન પટનાયકજી, જગન, કેસીઆર, તો તમામ રાજ્યોમાં અમે કામ કરી રહ્યા છીએ. અલગ-અલગ સરકારો ભલે હોય, હું દાવા સાથે કહું છું કે અમને કોઈપણ સરકાર સાથે જરાય તકલીફ પડી નથી. અગર આપ સીરીયસ પ્લેયર છો અને તેના ઈન્ફ્રાસ્ટક્ચરના વિકાસમાં પ્રતિબદ્ધતાથી કામ કરો છો તો મને આજ સુધી કોઈપણ સરકારમાં કોઈ મુશ્કેલી નથી થઈ.
રજત શર્મા – પરંતુ ગૌતમભાઈ ઈમ્પ્રેશન તો એવી છે કે આપ ત્યાં જ ઈન્વેસ્ટ કરો છો જ્યાં મોદી સરકાર છે.
ગૌતમભાઈ અદાણી- એટલે જ કહુ છું કે આજે અદાણી ગ્રુપ 22 રાજ્યોમાં કામ કરે છે. બધે બીજેપીની સરકાર નથી. કોઈપણ સરકાર સાથે અમને તકલીફ પડી નથી.
રજત શર્મા – પણ લોકો કહે છે કે મોદી અદાણીના ચોકીદાર છે.
ગૌતમભાઈ અદાણી- જૂઓ બહુ ઓછા લોકો આવા નિવેદનો કરતા હોય છે જેમને મોદીજી સાથે મુશ્કેલી હોય કે આઈડીયોલોજીકલ મારામારી હોય, પણ મારો અનુભવ એવું કહે છે કે વધુમાં વધુ લોકો મોદીને ચાહે છે અને અદાણીના ડેવલપમેન્ટ મોડલમાં એમને કોઈ બાધા નથી દેખાતી.
રજત શર્મા – શું એ વાત સાચી છે કે, તમારા પહેલા મોટા ઈન્વેસ્ટમેન્ટ માટે મોદીજીએ તમને 1 રૂ. પ્રતિ સ્કવેર મીટર જમીન આપી હતી?
ગૌતમભાઈ અદાણી- 1 રૂપિયામાં જે જમીન આપી તે જમીન જમીન હતી જ નહી, ભરતી આવતા જ એ મોજા નીચે જતી રહેતી હતી. અમે 3-4 મીટર એના પર રિક્લેમેશન કર્યું છે. અને તેની કિંમત જમીન કરતા ખુબ વધારે હોય છે. આજે પણ અમે મુંદ્રાના એકેય ખેડૂતની એક એકર જમીન પણ લીધી નથી. તો આજે આટલુ મોટું ઈન્ફ્રાસ્ટક્ચર આવ્યા બાદ જમીનોના ભાવ વધ્યા છે. તો આજે એ આરોપ લગાવવો યોગ્ય નથી,
રજત શર્મા – જ્યારે એ જમીન ડેવલપ થતી હતી ત્યારે આપ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને ગાડીના ધક્કા ખાતા હતા
ગૌતમભાઈ અદાણી- રજતભાઈ અગર આપ મહેનત અને લગનથી કામ નહી કરો તો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એમને એમ ઉભો ના થઈ શકે. હું એકલો જ નહી મારા સહકર્મચારીઓએ પણ મારી સાથે તાલ મીલાવીને કામ કર્યુ છે ત્યારે આ મુંદ્રા પોર્ટ આજે ઉભુ થયું છે. એ માત્ર 10 વર્ષમાં ભારતનું સૌથી મોટુ પોર્ટ બન્યુ એવી રીતે અમે ઉભુ કર્યુ છે. જ્યાં ભારત સરકારે 1 પણ પૈસો ઈન્વેસ્ટ કર્યો નથી. રોડ, 100 કીલોમિટરની પ્રાઈવેટ રેલ્વે લાઈન, એરપોર્ટ બનાવ્યા. સરકારે ખાલી જમીન આપી, વિકાસ માટેના અધિકારો આપ્યા, બાકી કાંઈ આપ્યું નથી. પણ જ્યારે-જ્યારે મંજૂરીની જરૂર હતી ત્યારે તે સરકાર તરફથી મળી.
રજત શર્મા – એટલે જ કહેવાય છે કે, ગુજરાતમાં ચીમનભાઈ, કેશુભાઈ, નરેન્દ્રભાઈ એ બધાના ભાઈ ગૌતમભાઈ..
ગૌતમભાઈ અદાણી- રજતભાઈ હું તમને જણાવું કે, માત્ર અદાણી ગ્રુપ જ નહી, ગુજરાતમાં જે જે ઉદ્યોગપતિઓ છે એ બધાનો એક સરખો અનુભવ છે. કારણ કે ગુજરાતની સરકાર આજથી નહી, માધવસિંહના સમયથી અને એના પહેલા પણ ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી છે. તો જે પણ નીતિઓ બને છે ઈન્ડસ્ટ્રીઝને આકર્ષવા માટે બનાવવામાં આવે છે. નહીતર ગુજરાતમાં કોઈ સંસાધનો નથી, નર્મદાના પાણી આવતા પહેલા દર 3-4 વર્ષે દુષ્કાળ આવતો, તેમછતાં ઔદ્યોગીકરણમાં આગળ હતા. અમારા જનમ પહેલા પણ ગુજરાત આગળ હતું. તો એવી વાત નથી કે અદાણી માટે ખાસ ફેવર કરવામાં આવી હોય.
રજત શર્મા – અરવિંદ કેજરીવાલ કહે છે કે જે ખેડૂતને જમીનના 50 લાખ મળવા જોઈએ તેને ગૌતમ અદાણીએ એકરના 1 લાખ આપી સમજાવી દીધા.
ગૌતમભાઈ અદાણી- રજતભાઈ જો એવો આરોપ હોત તો કેજરીવાલને ભૂલી જાઓ પહેલા તો ખેડૂત પોતે જ આરોપ કરી દેતો. આજસુધી આપે કદી સાંભળ્યું છે કે, પેપરમાં પણ કોઈ ફાર્મરે અમારા વિરુદ્ધ એક્વીઝીશન માટે કોઈ ફરિયાદ કરી હોય. આજ સુધી અમે મુંદ્રામાં એક પણ જમીન ખેડૂતની લીધી નથી. જે જમીન લીધી તે સરકારી અન સર્વેડ લેન્ડ જેના પર સમુદ્રનું પાણી આવી જતુ હોય, એ જમીનના રિક્લેમેશનથી જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા અને એનો પૂરેપૂરા લાભ ખેડૂતોને મળી રહ્યા છે. આજે અદાણી ગ્રપ મુંદ્રામાં એટલા માટે આગળ વધી રહ્યું છે કારણ કે તે ત્યાંના ખેડૂતો અને સમુદાયો સાથે તાલમેલ બનાવી કામ કરે છે.
રજત શર્મા – નરેન્દ્ર મોદી એ ત્રણેય કૃષિ કાયદાઓ લાવ્યા હતા અદાણીને ફાયદા પહોંચાડવા માટે?
ગૌતમભાઈ અદાણી- જૂઓ રજતભાઈ, અમારું ખેતીમાં ખુબ જ મર્યાદિત એક્સપોઝર છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માટે અમે થોડા ઘણા વેર હાઉસ બનાવ્યા હતા. તેમાનું અનાજ અમે કદી ખરીદ્યુ નથી અને ક્યારેય માલીકી પણ નથી રહી. અમે તો માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડયુ હતું.
રજત શર્મા –કૃષિ કાયદાઓ સારા હતા, તેનાથી અદાણી ગ્રુપને ફાયદો થવાનો હતો?
ગૌતમભાઈ અદાણી- હું માનુ છું કે કૃષિ કાયદાઓ સારા હતા, એટલા માટે નહીં કે તેનાથી અદાણી ગ્રુપને ફાયદો થવાનો હતો, કે નહતો થવાનો પણ એક ભારતીય તરીકે કારણ કે સૌ પ્રથમ હુ ભારતીય નાગરિક છુ. અને ત્યારબાદ અદાણી ગ્રુપ સામ્રાજ્યની વાત આવે છે. એ કમનસીબી છે કે તેને પોલીટીકલ ટર્ન કરીને ખારીજ કરી દેવાયો. કારણ કે દેશની 40-50 ટકા આબાદી ખેતી પર આધારિત છે. અને આપણા ભારત દેશની એટલી તાકાત છે કે તે દેશને જ નહી, દુનિયાભરમાં ફૂડ સપ્લાય કરી શકે છે. અને એ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી એક મોટી સમસ્યા છે. લોકોને રેલ્વેથી સામાન પહોંચતો નથી, કોલ્ડ સ્ટોરેજ નથી.વેર હાઉસ નથી. તો એક તરફ ગ્રાહકોને ચીજવસ્તુઓ નથી મળતી અને સામે ખેડૂતને આવક પણ નથી મળી રહી. એ કૃષિ કાયદાઓ આવ્યા હોત તો અદાણી કદાચ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરી શક્યું હોત જેનો ખેડૂતોને ફાયદો મળ્યો હોત. આજે અમે પોર્ટ બનાવીએ છીએ. એરપોર્ટ બનાવીએ છીએ, રોડ, પાવર હાઉસ બની રહ્યા છે. તો એ કોઈ અદાણી ફેમીલી કે ગ્રુપને સપ્લાય કરવા માટે નથી. એ દેશની જનતા માટે છે, મેં જોયુ છે કે, 15 વર્ષ પહેલા વિજળીની હાલત શુ હતી.. નોઈડામાં પણ વિજળી ગુલ થઈ જતી હતી. આજે અનઈન્ટરપ્ટેડ મળી રહી છે. આજે એરપોર્ટ પર આટલી બધી સુવિધાઓ ઉભી કરાઈ છે. રસ્તાઓ સારા બન્યા છે. તો હું માનું છું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દેશનો વિકાસ કરે છે. અને આ બધા નવયુવાનો છે એમની મહત્વકાંક્ષાઓ વધી રહી છે, તેટલી આપણી નોકરીઓ ઉભી થઈ રહી છે. દેશને આગળ વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુમાં વધુ વિકાસ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
રજત શર્મા – આપે તો ઘણા એરપોર્ટસ, પોર્ટસ વગેરે બનાવ્યા, મોદીજીએ આપના માટે કાઈ કર્યું કે નહીં?
ગૌતમભાઈ અદાણી- મોદીજી પાસે તમે કોઈ વ્યક્તિગત મદદ ન લઈ શકો. આપ નીતિ વિષયક વાત કરી શકો, આપ દેશહિત માટે ગ્રાઉંડ લેવલે શું થઈ રહ્યું છે એની ચર્ચા કરી શકો છો. એ નીતિ બનાવે છે જે બધાને ઉપલબ્ધ છે એ અદાણી ગ્રુપને પણ છે.
હું મારા જીવનની વાત કરું તો, પહેલો બ્રેક મને મળ્યો તે રાજીવ ગાંધીની સરકારે આપ્યો, જેનાથી અમે ગ્લોબલ ટ્રેડીંગ હાઉસ બની શક્યા. બીજો નરસિંહરાવજીની સરકારમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ડેવલેપમેન્ટના રૂપે આગળ વધ્યો અને દેશને ઔદ્યોગિકરણની નવી દિશા બતાવી. ત્રીજો મને કેશુભાઈની સરકારમાં મળ્યો. હું ગર્વથી કહી શકું કે અમને મોદી સરકાર તરફથી સારો અનુભવ થયો છે.
રજત શર્મા – ખાલી અદાણીજી અમીર થતા રહેશે કે દેશ પણ અમીર થશે?
ગૌતમ અદાણી- જૂઓ દેશ ઘણી પ્રગતિ કરી રહ્યો છે. હું જોઈ રહ્યો છું કે, પહેલા 1 ટ્રીલીયન ડોલરની ઈકોનોમી આપણી હતી આઝાદી બાદ આજે આપણે અમૃત મહોત્સવમાંથી પસાર થઈ રહ્યા છીએ તે 58 વર્ષમાં બની હતી. ત્યારબાદ 12 વર્ષ લાગ્યા બીજી ટ્રીલીયન ઈકોનોમી બનાવવામાં, અને ત્રીજી પાંચ વર્ષમાં થઈ. હું જોઈ રહ્યો છું કે જે રીતે આપણા યુવાઓની આકાંક્ષાઓ વધી રહી છે, ભારત વિશ્વમાં જે સ્થાને છે એ 2050 સુધીમાં 30 ટ્રીલીયન ડોલરથી પણ આગળ વધશે. અને તે દર્શાવે છે.. કે આપણી માથા દીઠ આવક વધશે. વિકાસથી જ રોજગારી પેદા થશે. જે રીતે ભારતમાં ગવર્નન્સ વધી રહ્યું છે તે જોતા મને લાગે છે કે ભારતને કોઈ રોકી નહીં શકે.
દર્શકનો પ્રશ્ન– ઘણા લોકો આપની જેમ ગૌતમ અદાણી થવા માંગે છે તેઓને આપની શી સલાહ છે?
ગૌતમ અદાણી- જૂઓ આ દેશ ઘણી તકો આપે છે. તમે એને ઓળખવાની કોશિષ કરો. અને તે દિશામાં મહેનત કરો. અને શોર્ટકટમાં સફળ થઈ જવાશે એવા વિચારોને મનથી હટાવી દો. સફળ તો બધા જ થાય છે કોઈ જલ્દી થઈ જાય છે, કોઈને સમય લાગે છે. અને આપ સતત મંડ્યા રહેશો તો સફળતાનો દરવાજો ચોક્કસ ખૂલશે. પરંતુ આપની અંદર રૂચિ હોવી જોઈએ. આપને જે વિષયમાં રૂચિ છે તેમાં આગળ વધો.
રજત શર્મા- આપના દોસ્ત આપને ગૌતમ તોફાની કહે છે.
ગૌતમ અદાણી- મિત્રો તો અલગ-અલગ નામો આપ્યા કરે, પણ હું એવો તોફાની નથી.
રજત શર્મા- મને તો લાગે છે આપ પોતે જ એક તોફાન છો..
ગૌતમ અદાણી- તમને એવું લાગે છે???!
રજત શર્મા- ગૌતમભાઈ લોકો કહે છે કે, આટલા પૈસા કમાવી લીધા, થોડુ ગરીબો માટે પણ વિચારો..
ગૌતમ અદાણી- હું તો ગામડામાંથી આવનાર વ્યક્તિ છું તો મારા તમામ કાર્યોમાં આમ આદમી કેન્દ્રમાં હોય છે. હમણાં જ 6 મહિના પહેલા મારો 60મો જન્મદિન ગયો. તેના 10 દિવસ પહેલા અમે ફેમીલી મેમ્બર્સ બેઠા હતા અને તેઓ વાત કરતા હતા કે મને શું ગીફ્ટ આપે.. તો મેં કહ્યું કે આપણી ફેમીલીની જે વેલ્થ છે તેમાંથી 60 હજાર કરોડ રૂપિયા ફાઉન્ડેશનને આપી દો. અને સૌએ હરખભેર એ વાત સ્વીકારી આપી દીધા. જેટલી તમારી અંદરથી ઈચ્છા છે મનોબળ છે એ જરૂર પૂરી કરો. હવે એનો ઉપયોગ શું કરવો તો અમે ત્રણ સેક્ટર્સ હેલ્થ, એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રો નક્કી કર્યા. આગામી દિવસોમાં આપ જોશો કે ગરીબમાં ગરીબ વ્યક્તિને એનો ફાયદો કેવી રીતે થાય તે અંગે એક્સપર્ટ્સ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.
રજત શર્મા- ફાઉન્ડેશન આપ ઓછુ અને પ્રિતી વધુ ચલાવે છે?
ગૌતમ અદાણી- પ્રિતીજી એ મારો આધારસ્તંભ છે. એ મારા બે બાળકો, ગ્રાંડ ડોટર્સને સંભાળે છે અને આવી જ રીતે ફાઉન્ડેશનનું કામ કરે છે. અને તેણી ડોક્ટર છે. તેમણે એ ડોક્ટરનો પ્રોફેશન છોડીને મને સપોર્ટ કર્યો. મને એ વાતનો સંતોષ છે કે આજે પ્રિતી સૌથી વધારે ફાઉન્ડેશનના કામ પર ધ્ચાન આપી રહી છે. અને બીજુ કે, ફાઉન્ડેશનમાં ઘણું પ્રોફેશ્નાલીઝમ છે એટલે સૌ પ્રિતીની દેખરેખ હેઠળ ડેવલપમેન્ટનું કામ કરે છે.
રજત શર્મા- મે ફાઉન્ડેશનના કાર્યો જોયા છે, ખરેખર તે સારું કામ કરે છે. પણ આપનું એરેન્જ મેરેજ થયું છે આપ પહેલી વાર મળ્યા ત્યારે કાંઈ બોલ્યા જ નહી, ચૂપ રહ્યા.. ?
ગૌતમ અદાણી- રજતજી, હું ખુબ શરમાળ પ્રકૃતિનો માણસ છું. હું અનપઢ અને એ ડૉક્ટર.. તો નેચરલી થોડુ મીસમેચ તો હતું જ..
રજત શર્મા- આપ ફેમીલી અને પોતાને રિલેક્સ કરવા સમય કેવી રીતે કાઢો છો?
ગૌતમ અદાણી- બહુ સારો પ્રશ્ન છે. હું અઠવાડિયામાં 3 દિવસ અમદાવાદ બહાર રહું છું. જ્યારે 4 દિવસ હોઉ છું ત્યારે ઓફિસમાં થોડો લેટ જાઉં છું. 10.30-11 વાગ્યે જાઉં છું. કારણ કે ઓફિસથી આવતા રાત્રે 11-12 વાગી જાય છે. સવારે 6.30 વાગે ઉઠીને એકાદ કલાક કસરત કરીને 2-2.30 કલાક મારી ગ્રાંડ ડોટર, વાઈફ અને બાળકો સાથે વીતાવું છું. ડાઈનીગ ટેબલ પર વાતચીત કરું છું, ગપશપ, ન્યુઝપેપર વાંચું છું. મેં એક નિયમ બનાવ્યો છે કે ઓફિસમાં પણ લંચ ટાઈમમાં મારા બધા જ ફેમીલી મેમ્બર્સ ડાઈનીંગ રૂમમાં હોય છે.. અને તેમાં ચર્ચા થઈ જાય છે.
રજત શર્મા- હવે પત્તા નથી રમતાં?
ગૌતમ અદાણી- આ સિક્રેટ છે. હું રાતે પ્રિતી સાથે રમી ગેમ રમું છું. અને મોટા ભાગે એ જ જીતે છે.
રજત શર્મા- આપ કરોડો લોકોના રોલ મોડલ છો આપનો રોલ મોડલ કોણ?
ગૌતમ અદાણી- ધીરૂભાઈ અંબાણી..હું એમને રોલ મોડલ માનું છું.. કારણ કે એમણે પણ એમના કાર્યકાળમાં જે રીતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઉભી કરી, જે રીતે એમણે દેશને એક દિશા બતાવી કે મોટું કેવી રીતે વિચારવું..અને તેમનાથી હું ખૂબ પ્રભાવિત છું. હું સમજી શકું છું કે જ્યારે કોઈ પાસે પૈસા નથી હોતા પરંતુ વિચાર બહું ઉંચા હોય છે ત્યારે એ હંમેશા તમને આકર્ષિત કરતા હોય છે. હું ફસ્ટ જનરેશન એન્ટરપ્રિનર છું તો મને લાગે છે કે, એમણે ખુબ સારુ કામ કર્યું છે.
રજત શર્મા- મુકેશ અંબાણી સાથે દોસ્તી છે કે કોમ્પીટીશન?
ગૌતમ અદાણી- મુકેશભાઈ મારા સારા મિત્ર છે, હું એમનું સન્માન કરું છું. જે રીતે એમણે બિઝનેસને નવી દિશા આપી છે. જીઓ, રિટેલ, કન્વેશન્લ બિઝનેસ આ બધા થકી એમણે દેશમાં ઘણું યોગદાન કર્યું છે.
રજત શર્મા- આપને ખુશી નથી થતી કે મુકેશ અંબાણી પાછળ પાડી દીધા?
ગૌતમ અદાણી- હું એ આંકડાની માયાજાળમાં કદી ફસાયો નથી,
રજત શર્મા- બ્રિટનના પ્રધાનમંત્રી જેવા મોટા મોટા લોકો આપની ઓફિસમાં આવે છે કેવી રીતે હેન્ડલ કરો છો?
ગૌતમ અદાણી- તેઓ અદાણી હેડક્વાર્ટરમાં આવ્યા તે મહત્વનું નથી,તેઓ દેશમાં આવ્યા અને તેઓ ભારતને કેવી રીતે જોઈ રહ્યા છે એ મહત્વનું છે. એ મોટા મોટા ગણમાન્ય લોકો ભારતને સાવ અલગ રીતે જુએ છે. એ સૌથી વધુ સંતોષકારક છે. તેઓ ભારત અને ભારતીય ઉદ્યોગપતિઓને ગંભીરતાથી લે છે.
રજત શર્મા- તેઓ ભારત અને નરેન્દ્ર મોદીને કેવી રીતે જૂએ છે?
ગૌતમ અદાણી- મેં ખાસ જોયું છે કે નરેન્દ્રભાઈની ખાસિયત છે કે, વિદેશની ધરતી પર ભારતીય ડાયસ્પોરાનો કેવી રીતે ઉપયોગ કરવો. અને તે એવું નથી કે મોદીજી વડાપ્રધાન બન્યા પછી જ ભારતીય ડાયસ્પોરા બની. એ વર્ષો પહેલાથી હતી. તેમણે એ વિચાર્યુ કે આ પ્લેટફોર્મનો કેવી રીતે સારામાં સારો ઉપયોગ કરીએ, અને એમાં સરકારના જરાય ખર્યા વિના 50 લોકો ભેગા થાય છે, એમણે તેની વેલ્યુ અને રિસ્પેક્ટ સાવ અલગ રીતે ઉભી કરી છે. આજે એનો ફાયદો ભારતીય મૂળના લોકોને વિદેશમાં પણ થઈ રહ્યો છે.તેમાં એમનું યોગદાન ખુબ જ સરાહનીય છે.
Leave a Reply