જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં રાજ્ય સરકાર પ્રેરિત એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી દ્વારા કાર્યરત મમતા કલીનિકમાં ગાંધીધામના કેલવરી ચેપલ ટ્રસ્ટના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જી.કે.ના સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.નીલમ પટેલ અને એ.આર.ટી. વિભાગના ઉર્વશીબેન તથા સ્વેતના પ્રોગ્રામ અંતર્ગત હરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપયોગી માહિતી આપી એ.આર.ટી.દવાનું મહત્વ સમજાવ્યું હતું. કેલવરી સંસ્થાના એડીસને સંસ્થાની કામગીરીનો અહેવાલ આપ્યો હતો. મમતા ક્લિનિકના કાઉન્સેલર રેખાબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
જી.કે. જન. અદાણી હોસ્પિ. માં જરૂરિયાતમંદ બાળકોને ધાબળાનું વિતરણ

Leave a Reply