– બાળકીના મગજમાં વાયરલ ચેપથી અંગોમાં જોખમી રીતે ઘટેલી ચેતનામાં પુનઃ સંચાર કરાયો
જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ગાંધીધામની બાળકીની બોડીની ચેતનાનું સ્તર, વાયરલ ચેપને લીધે ભયજનક હદે ઘટી જતાં હોસ્પિટલના બાળરોગ વિભાગે ૧૪ દિવસની ઘનિષ્ઠ સારવારના અંતે દર્દીના હાથ, પગ અને જીભ તથા આંખ સહિતના અંગોમાં ચેતનાનો પુનઃ સંચાર કરી, પથારીમાં આવેલી દીકરીને ચાલવા સક્ષમ બનાવી.
હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત અને આસી.પ્રો.ડો.લાવણ્યા પુસ્કર્ણાએ સારવારના અંતે જણાવ્યું હતું કે, ૧૦ વર્ષની પ્રિયાંશી બારોટને છેલ્લા ૧૫ દિવસથી ખેંચ, તાવ અને માથામાં સખત દુખાવો હતો, અંહી આવી ત્યારે બોલવું અને ચાલવું મુશ્કેલ જણાતું હતું.અત્રે જી.કે.માં આવ્યા અગાઉ અન્ય ખાનગી તબીબોની સારવાર લીધી હતી.એ સારવાર દરમિયાન સી.એસ.એફ.(પરીક્ષણ) થયું હતું. જે સ્પષ્ટ નિર્દેશ આપતું હતું કે તેને મગજમાં ચેપ લાગ્યો હતો.
તબીબોના જણાવ્યા મુજબ દર્દીની સારવાર માટે વધુ એક ટેસ્ટ જી.સી.એસ.(ગ્લાસગો કોમા સ્કેલ)અત્રે કરાતા, માલૂમ પડયું કે, દર્દીમાં આ સ્તર જોખમી રીતે ઘટી ગયું હતું.સામાન્ય રીતે તે ૧૫X૧૫ જોઈએ પરંતુ પ્રિયાંશીમાં ૩X૧૫ હોવાથી આ ગંભીર હાલત હતી.નિદાન થતાં સારવારનો માર્ગ ખુલ્લો થયો.દર્દીને ઉચ્ચ કોટિના અને શક્તિશાળી એન્ટીબાયોટિક અને સતત ચાર દિવસ વેન્ટિલેટર ઉપર રાખી, તબક્કા વાર સારવાર થતાં, અંતે ૧૪માં દિવસે બાળકી જાતે જ ઊભી થઈ અને પછી ચાલતી, બોલતી અને ઓળખતી થઈ આમ જી.કે.ના તબીબોના પ્રયત્નોથી પરિવારને પ્રિયાશી હેમખેમ મળી.
બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાનીની દોરવણી તળે, ડૉ. પુસ્કર્ણા, ડો.ઋષિ ઠક્કર, ડૉ.વિનીશા માખીજાની, ડૉ. શિવાની બારડ તેમજ ડૉ.કરણ પટેલ વિગેરે સારવારમાં જોડાયા હતા.
Leave a Reply