સર્જનાત્મક એરોબિક નિષ્ણાત અને પ્રખર વક્તા ડૉ.અર્પણ યાજ્ઞિકેે તાજેતરમાં અમદાવાદની અદાણી વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી..સમાજના આર્થિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી બાળકો સારા શિક્ષણથી વંચિત ના રહે તેવા ઉમદા હેતુથી કાર્યરત સહ શિક્ષણની સુવિધા આપવા પ્રતિબધ્ધ અદાણી વિદ્યા મંદિર (AVM)ની મુલાકાત દરમિયાન વિદ્યા મંદિરમાં થઇ રહેલી પ્રવૃત્તિઓથી તેઓ પ્રભાવિત થયા હતા. અદાણી ફાઉન્ડેશન નિર્મિત વિદ્યામંદિરની પ્રવૃત્તિઓ તેમણે બિરદાવી હતી. આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોનું સંપૂર્ણ મિશ્રણથી તૈયાર કરેલી પધ્ધતિથી અદાણી વિદ્યા મંદિર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રચનાત્મક ભૂમિકા અદા કરે છે. વિદ્યામંદિર તમામ વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક ભોજન, પુસ્તકો, પરિવહન સુવિધાઓ અને ગણવેશના રૂપમાં પૂરક સહાય પણ પૂરી પાડે છે.
સર્જનાત્મક ઍરોબિક્સના સ્થાપક ડૉ. અર્પણ યાજ્ઞિકની આ વિચારપ્રેરક મુલાકાતે અદાણી વિદ્યા મંદિરના બાળકોના યુવા દિલો દિમાગ ઉપર પ્રભાવી અસર છોડી હતી. ડો.યાજ્ઞિકે પોતાની સફળતાના જીવન મંત્ર શોખ શેર કરતા કહયું હતું કે જૂસ્સા માટે નહી પણ કરુણા માટે કામ કરવું અને ’’ પોતાના ભાવિ જીવન માટે જે કિંમત ચૂકવવી પડે છે તે વ્યક્તિનું વર્તમાન જીવન છે.’’ વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરતા ડૉ. યાજ્ઞિકે કલ્પનાશીલ લેખક બનવા માટેની યુક્તિઓ દર્શાવી શ્રોતાઓને જકડી રાખ્યા હતા, તેમના શાણપણના દરેક શબ્દને વિદૃયાર્થીઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. પોતાની “ક્રિએટિવ એરોબિક્સ” ની શોધની આંંટીઘૂટી સમજાવી વિદ્યાર્થીઓને જે હૈયાત છે તેનાથી આગળ જોવા માટે સંવેદનશીલ બનાવ્યા હતા. શાળાની મુલાકાત લેતી વખતે, ડૉ. યાજ્ઞિક વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સમર્પણ ભાવથી પ્રભાવિત થયા હતા
Leave a Reply