હવામાન વિભાગે જાન્યુઅારી મહિનામાં કાતિલ ઠંડીની અાગાહી કરી છે ત્યારે નવા વર્ષ 2023ની શરૂઅાત સાથે જ નલિયા અને કંડલા અેરપોર્ટમાં પારો ફરી સિંગલ ડિજીટમાં પહોંચી ગયો છે. જિલ્લામાં મારકણો ઠાર લોકોને ધ્રજાવી રહ્યો છે અને હવામાન વિભાગના કહેવા મુજબ અાગામી 3-4 દિવસ દરમ્યાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા જણાતી નથી, જેથી ડંખીલો ઠાર બરકરાર રહેશે.
કચ્છના કાશ્મીર નલિયામાં ઠંડી વધવાની સાથે ન્યૂનત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી નીચે સરકીને 6.2 ડિગ્રીઅે પહોંચી અાવ્યો હતો. અધિકત્તમ તાપમાન 29.4 ડિગ્રી રહેતાં િદવસભર વાતાવરણ ટાઢોડું રહ્યું હતું. નલિયાઅે રાજ્યના સાૈથી ઠંડા મથકનો અવ્વલ ક્રમ જાળવી રાખ્યો છે. કંડલા અેરપોર્ટમાં ડંખીલા ઠારનો માર વધવાની સાથે લઘુત્તમ તાપમાનનો પારો 4.4 ડિગ્રી ગગડીને 8.6 ડિગ્રીઅે પહોંચતા કંડલા અેરપોર્ટ રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બની રહ્યું હતું. અમરેલી 9.8 ડિગ્રી બાદ ભુજ 10.6 ડિગ્રીઅે રાજ્યમાં ઠંડા રહેવામાં ચોથા સ્થાને રહ્યું હતું.
જિલ્લા મથકે શિયાળો ફરી સિંગલ ડિજીટ ભણી અાગળ ધપી રહ્યો છે. કંડલા પોર્ટમાં ઠંડી વધી હતી અને તાપમાનનો પારો 2.6 ડિગ્રી નીચે સરકીને 12.5 ડિગ્રીઅે પહોંચ્યો હતો. દિવસ દરમ્યાન જિલ્લામાં મહત્તમ તાપમાન 26.5 ડિગ્રીથી 29.4 ડિગ્રી રહ્યું હતું. જિલ્લાના શહેરી વિસ્તારોમાં જેમની પાસે કોઇ અાશ્રયસ્થાન નથી તેવા શ્રમજીવી પરિવારોઅે તાપણા કરીને ઠંડીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં ઠારના માર સામે રક્ષણ મેળવવા મથતો શ્રમિક વર્ગ :
કચ્છમાં કાતિલ ઠાર લોકોને ધ્રુજાવી રહ્યો છે ત્યારે લખપત તાલુકાના દયાપરમાં વેપારીઅો ઠંડીના કારણે સાંજે વેળાસર દુકાન બંધ કરી ઘરે પહોંચી જાય છે અને ત્યારબાદ ઠારના કારણે બહાર નીકળવાનું મુનાસીબ માને છે. જો કે, મજૂર વર્ગ માટે ઉપર અાભ અને નીચે ધરતી છે ત્યારે તંબુ તાણીને રહેતા શ્રમિકો સાંજે અને વહેલી સવારે તાપણું કરીને કાતિલ ઠારથી રક્ષણ મેળવવા માટે મથી રહ્યા છે.
Leave a Reply