– દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 2,670 થઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં 173 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ ઘટીને 2,670 થઈ ગયા છે. ભારતમાં કોરોનાના ખતરાને જોતા પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના સૌથી વધુ 1444 સક્રિય કેસ કેરળમાં છે. આ પછી કર્ણાટકમાં 326, મહારાષ્ટ્રમાં 161, ઓડિશામાં 88 અને તમિલનાડુમાં 86 છે. દેશમાં કુલ સક્રિય કેસ 2670 છે.
મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સએ કોરોનાના કેસ વધવાની આશંકા વચ્ચે હડતાળની ચેતવણી આપી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 7,000 ડૉક્ટરો આજથી હડતાળ પર જઈ રહ્યા છે. જેના કારણે નવા વર્ષમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાઈ શકે તેવી આશંકા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદી સ્પષ્ટ રીતે જણાવે છે કે એકિટવ કેસો તો કુલ સંક્રમિતોના ૦.૦૧% જેટલા જ રહ્યા છે અને રીકવરી રેઈટ 98.80% જેટલો ઊંચો ગયો છે. મંત્રાલયની વેબ સાઇટ જણાવે છે કે હજી સુધીમાં દેશભરમાં મળી કોવિડ વેકિસનના 220 કરોડ જેટલા કોરોના વેકિસનના ડોઝ અપાઈ ચુકયા છે. તેમ છતાં વિશ્લેષકો જણાવે છે કે, કોરોનાનો પ્રસાર રોકવાના ભારત સરકારના પ્રયાસોથી તો દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તેમ છતાં છેલ્લા આંકડાઓ દર્શાવે છે કે કોરોના હજી પૂર્ણ થયો નથી.
Leave a Reply