“આપણા સમાજમાં જે કોઈ આવા દિવ્યાંગો છે તેના માટે દરેકે સંવેદના રાખવાની જરૂર છે – રક્ષિતભાઈ શાહ
“ જેનામાં કુદરતી કોઈ ખોડખાપણ હોય, પણ મનમાં કઈક કરવાની ઇચ્છા અને પગભર થવાનો ભરપૂર ઉત્સાહ છે, તેને કોઈકનો પણ સહારો મળી જાય તો તે જરૂર સ્વનિર્ભર બની શકે છે. “ આવું જ કાર્ય અદાણી ફાઉન્ડેશન – મુંદરા દ્વારા “ દિવ્યાંગ સ્વાવલંબન “ કાર્યક્રમ યોજીને મુંદરા તાલુકાનાં ૨૭ દિવ્યાંગોને કાર્યક્રમના સ્થળ પર જ તેની જરૂરિયાત અને આજીવિકા માટે સાધન આપી પગભર કરવા માટે મદદ કરેલ. જેમાં પાંચ દિવ્યાંગોને ટ્રાઈસિકલ, ચાર દિવ્યાંગોને વ્હીલચેર અને સિલાઈ મશીન, ચાર દિવ્યાંગોને કેબિન સમાન , બે દિવ્યાંગોને પલમ્બર કામની કીટ અને પંચર કાઢવા માટેની કીટ તથા એક દિવ્યાંગને પેંડા બનાવવા જરૂરી સાધનો તથા પાંચ દિવ્યાંગને રાસન કીટ આપવામાં આવેલ.
આ કામગીરી અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૦૩ દિવ્યાંગોને મેડિકલ સર્ટિફિકેટ માટે મદદ, બસપાસ અને દિવ્યાંગ ઓળખ કાર્ડ માટે ૪૩૫ દિવ્યાંગોનું જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાથે સંકલન, ૧૮૪ દિવ્યાંગોને રાજ્ય સરકારની યોજનાનો લાભ અપાવ્યો, ૯૩ દિવ્યાંગોને અદાણી ફાઉન્ડેશન તરફથી વિવિધ સહાય કરવામાં આવી. ૧૪ દિવ્યાંગોને વિવિધ ઉધોગગૃહમાં નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે વિશ્વ દિવ્યાંગ દિવસ હોય ત્યારે વિવિધ રીતે તેમને સહાય કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઈ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ, એ.પી.એસ.ઈ. ઝેડના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઇ શાહ, અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ ગુજરાત પંક્તિબેન શાહ, કચ્છ દિવ્યાંગ મંડળના જગદીશભાઈ બારોટ તથા દિવ્યાંગ મંડળ મુંદરાના ગોવિંદભાઇ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહીને કામગીરીને બિરદાવી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશભાઇએ પોતાની વાતમાં જણાવ્યું કે “ અદાણી ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી સરકાર સાથે તથા પોતાના અનેરા યોગદાનથી દિવ્યાંગો સાથે સઘન રીતે કામ કરી રહ્યું છે. એક ઉધોગગૃહ પોતાની સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવે છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે પંક્તિબેન શાહે કહ્યું કે “ દિવ્યાંગોમાં પણ કઈક કરવાની ક્ષમતા છે, અમોએ માત્ર તેમને થોડી મદદ કરી જેથી તે દયાને પાત્ર ન બને પણ સ્વનિર્ભર બને. જ્યારે રક્ષિતભાઈ શાહે કહ્યું કે “ આપણા સમાજમાં જે કોઈ આવા દિવ્યાંગો છે તેના માટે દરેકે સંવેદના રાખવાની જરૂર છે. આ કામ દરેકનું છે. આ માટે અદાણી ફાઉન્ડેશન ટીમને અભિનંદન આપતા કહ્યું કે આવા કામોની નોંધ ભગવાન લે છે. આવા જરૂરતમંદ લોકો માટે અદાણી આપની સાથે જ છે. “
અગાઉ જેમને શાકભાજી વેચાણ માટે હાથલારીની મદદ કરેલ તેવા અમરતબેન સથવારાએ કહ્યું કે “ મારી આજીવિકાને મજબૂત બનાવનાર અદાણીને મારા અંતરના આશીર્વાદ આપું છું, આજે હું તેમની એકવારની મદદથી મહિને ૧૦,૦૦૦/- થી ૧૨૦૦૦/- કમાઈને ઘર ચલાવું છું. જ્યારે સાવ નિરાશ થઈ ગઈ હતી ત્યારે અદાણીએ મને પગભર કરી. મારા જેવી ઘણી બહેનોને સહાય કરવામાં આવી છે. આજે મારો પરિવાર ખૂબ ખુશ છે.
આ કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થાપન સિનિયર પ્રોજેકટ ઓફિસર કરશનભાઇ ગઢવીએ કરેલ. જ્યારે અદાણી ફાઉન્ડેશનની સમગ્ર ટીમે પોતાની જવાબદારી નિભાવીને દિવ્યાંગોને મદદરૂપ થયા હતા.
Leave a Reply