– ‘ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ’ અટકાવવા બ્રેથ એનેલાઈઝરથી ચેકીંગ
– પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસોમાં પોલીસની બાજ નજર રહેશે : વાયરલેસ, બેરીકેટ, સીસીટીવી કેમેરા સાથે ચેકપોસ્ટો પર નાકાબંધી રહેશે
૨૦૨૨નો અંતિમ દિવસ એટલે કે ૩૧ ડિસેમ્બરની ઉજવણી હાથ ધરવામાં આવતી હોય છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કચ્છમાં ખાનગી રીતે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓનું આયોજન કરવામાં આવનાર હોવાની દહેશત હોવાથી આવી પાર્ટીઓ તેમજ નિયમોનો ભંગ કરનાર લોકોને ઝડપી પાડવા માટે કચ્છનું પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે.
નવા વર્ષની ઉજવણી (થર્ટી ફર્સ્ટ) નિમિતે લોકો દ્વારા રાત્રીના મોડે સુાધી હોટલો, ફાર્મ હાઉસ, કલબ, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરે જાહેર સૃથળોએ ડાન્સ અને ડિનર પાર્ટીના કાર્યક્રમો યોજાતા હોય તેમાં યુવક-યુવતીઓ નશો કરેલ હાલતમાં આવતા હોય છે અને સામાન્ય બોલાચાલીને કારણે મારા મારીના બનાવો તાથા યુવતીઓની છેડતીના બનાવો બનતા હોય છે. આ ઉપરાંત જાહેર રસ્તા પર યુવાનો દ્વારા સ્ટન્ટ કરી વાહનો બેફામ રીતે ચલાવી લોકોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવતા હોય છે. ત્યારે, ન્યુ યરની ઉજવણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચ્છ જિલ્લામાં પણ ૩૧મી ડિસેમ્બરની ઉજવણી નિમિતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૃરી બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
કચ્છ જીલ્લામાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ સુચારૃ જળવાઇ રહે તે માટે કચ્છના પ્રવેશદ્રારે ઉપરાથી સામાજીક ઇસમો દ્વારા અવનવી તરબીબાથી અલગ અલગ વાહનો મારફતે જીલ્લામાં પ્રવેશવાના કોઇપણ રસ્તેાથી ગેરકાયદે દેશી વિદેશી દારૃનો જથૃથો ઘુસાડવાની તાથા ગેરકાયદેસર શોની હેરાફેરીને નશાકારક ચીજવસ્તુઓ ઘુસાડવાની ગુન્હાહિત પ્રવૃતિમાં સફળ ન થાય તેના આગોતરા આયોજનરૃપે જીલ્લાની ચેકપોસ્ટો ઉપર પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર ચેકપોસ્ટ પર કચ્છ પોલીસ દ્વારા વાહનોની ચેકિંગ કરાશે. જે ચેકપોસ્ટો ઉપર વાયરલેસ સેટ, બેરીકેટ, સીસીટીવી કેમેરા ગોઠવી રાઉન્ડ ધ કલોક વાહન ચેકીંગની અસરકારક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
તેમજ નક્કી કરાયેલા પોઇન્ટો ઉપર બેરીકેટ સાથે નાકાબંધી પોઇન્ટો રાખી તેમજ તમામ પો.સ્ટે. મોબાઇલ, પી.સી.આર. મોબાઇલ તેમજ સરકારી મોટર સાયકલ ઉપર પેટ્રોલીંગ ફરી ચોકકસ રૃટ નકકી કરી દારૃ પીને બાઇક ચલાવતા તેમજ વાધારે ગતિમાં વાહનો ચલાવતા ચાલકો વિરૃધૃધ એમ.વી.એકટ ર૦૭, ૧૮પ આઇ.પી.સી. ર૭૯, તેમજ શંકાસ્પદ ઇસમોને બ્રેાથ એનેલાઇઝરાથી ચેક કરવામાં આવશે અને શરાબ પીનારા ઇસમો સામે ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ હોટલો, ફાર્મ હાઉસ, કબલો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વગેરે સૃથળ ખાતે વોંચ રાખવામાં આવશે. તેમજ લાઉડ સ્પીકર ધ્વની પ્રદુષણની માત્રાની વાધારે અવાજાથી વગાડતા માલુમ પડે તો લાઉડ સ્પીકર / ડી.જે. વગાડતા ઇસમો વિરૃધૃધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શેખપીર, આડેસર, સામખિયારી, સુરજબારી ચેકપોસ્ટ પર હથિયારી પોલીસ સાથે વાહન ચેકીંગ
થર્ટી ફસ્ટને લઈને સરહદી ક્ચ્છ જિલ્લામાં પોલીસે ચેકીંગ સઘન બનાવ્યું છે ભુજ તાલુકાના શેખપીર ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ક્ચ્છમાં પ્રવેશ કરતા નાના મોટા તમામ વાહનોને પોલીસ સ્ટાફ દ્વારા બ્રેાથ એનેલાઇઝર મશીનની મદદ થી વાહન ચાલકોના મોંઢા પર મૂકી દારૃ આૃથવા કોઈ પણ પ્રકારનું કેફી પ્રદાર્થ નું સેવન કર્યું છે કે નહીં તેની આ મશીનની મદદ થી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક આૃથવા મુસાફર મશીનમાં બતાવ્યા પ્રમાણે દારૃનું સેવન કરેલ જણાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રોજિંદા ચેકીંગ કરતા થર્ટી ફસ્ટને લઈને બંદોબસ્ત વાધારવામાં આવ્યો છે . ચેકપોસ્ટ પર હિાથયારાધારી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દારૃ કે કેફી પ્રદાર્થ ને ઘુસાડે તે માટે પોલીસ એલર્ટ બની છે. આડેસર,સાંમખીયાળી, સુરજબારી ચેક પોસ્ટ પર ચેકીંગ વાધારાયું છે.
Leave a Reply