– રવિવારની રજા અને ક્રિસમસના પગલે આવેલા સહેલાણીઓએ લીધો લાભ
માંડવીના રમણીય બીચ પર પ્રવાસીઅોમાં વોટર સ્પોર્ટસ અેક્ટિવિટી અાકર્ષણનું કેન્દ્ર બની હતી, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અોફ વોટર સ્પોર્ટસની અેનઅોસી લીધા વિના ગેરકાયદેસર રીતે ચાલતી હોવાથી બે માસ બંધ કરવામાં અાવી હતી. જો કે, અા અંગે માંડવી મત વિસ્તારના ધારાસભ્યઅે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને રજૂઅાત કરતાં રવિવારથી સ્પીટબોટની અેક્ટિવિટી શરૂ કરાઇ છે.
મોરબીમાં ઝુલતા પુલની ગોઝારી ઘટના બાદ હરકતમાં અાવેલા તંત્રઅે માંડવીના મનોરમ્ય બીચ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અોફ વોટર સ્પોર્ટસ અને અેડવેન્ચર ટુર અોપરેટર ટેગલાઇન વગરની દરિયામાં દોડતી ગેરકાયદે વોટર સ્પીડબોટ અને જેટ સ્કી પર રોક લગાવાઇ હતી. જો કે, અહીં મોટી સંખ્યામાં ઉમટી પડતા પ્રવાસીઅો વોટરરાઇડસના લાભથી વંચિત રહેતા હતા.
જેથી ધારાસભ્ય અનિરૂધ્ધ દવેઅે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ચેતન મિસણને બિનઅધિકૃત રીતે ચાલતા ક્રાફટ બંધ કરવા અને કાયદેસરના ક્રાફટને મંજૂરી અાપવાની રજૂઅાત કરતાં નાતાલ અને રવિવારના દિવસથી વોટર અેક્ટિવિટીનો પ્રારંભ કરાતાં અહીં અાવેલા સહેલાણીઅોઅે તેનો લાભ લીધો હતો.
પરવાના વગરની બોટો પણ પ્રવાસીઅોને કરાવે સમુદ્રની સહેલગાહ
કાયદેસરની મંજૂરી મળ્યા બાદ પરવાનાના અાધારો ન હોવા છતા પોલીસના અાશીર્વાદથી દરિયામાં ગેરકાયદેસર રીતે બોટો ચાલી રહી છે, જેથી બીચ પર પહેલા જેવી સ્થિતિ સર્જાઇ છે. અેડવેન્ચર ટુર અોપરેટરની પરમીટ ઇસ્યુ થઇ નથી તેવી સ્પીડબોટો પણ સહેલાણીઅોને સમુદ્રમાં સહેલગાહ કરાવી રહી છે, જેથી પોલીસ દ્વારા લાલ અાંખ કરાય તો દરિયામાં બનતી અકસ્માતની ઘટનાઅો પર રોક લગાવી શકાય તેમ છે.
Leave a Reply