અદાણી જુથની, ફોટોવોલ્ટેઇક મેન્યુફેકચરીંગ અને રિસર્ચ સાથે સંકળાયેલી કંપની અદાણી સોલરે ભારતનું પ્રથમ મોટા કદનું મોનોક્રિસ્ટલાઇન સિલિકોન ઇન્ગોટ રજૂ કર્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા તાજેતરમાં તેની મુન્દ્રા ફેસેલીટી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 21% થી 24% સુધીની કાર્યક્ષમતા સાથે સિલિકોનબેઇઝ પીવી મોડયુઅલ થકી રીન્યુએબલ-પુનઃપ્રાપ્ય વીજળીનું ઉત્પાદન કરવા માટે મોનોક્રિસ્ટલાઇન ઇંગોટ્સ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે. અદાણી સોલર વર્ષ 2016થી સોલર સેલ અને મોડયુલ્સનુ ઉત્પાદન કરે છે, તેમાં હવે મોનોક્રિસ્ટલાઇન સિલિકોન ઇંગોટએ મહત્વનું કદમ છે.
વિશ્વના સૌથી મોટા ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) નો જ અદાણી સોલર એક ભાગ છે. અદાણી સોલરએ ભારતની પ્રથમ કંપની છે કે જેણે, લગભગ 7 મહિનાનો રેકોર્ડ સમયમાં ઇંગોટ લાઇનનુ બેકવર્ડ ઇન્ટીગ્રેશન કર્યુ છે.જે તેના ઊર્જા સ્વરાજના લક્ષ્ય તરફ નોંધપાત્ર પ્રગતિ કરતું વિરાટ કદમ છે. નવી મેન્યુફેક્ચરિંગ લાઇન સોલર વેફર્સ, સેલ અને મોડ્યુલ ઉત્પાદન માટે એક્સકલુઝિવ સિલીકોન ઇંગોટ બનવશે, આ સાથે, અદાણી સોલરએ એવું એકમાત્ર ઉત્પાદક બની ગયું છે, કે જે ભારતમાં મોનોક્રિસ્ટલાઇન સિલિકોન ઇંગોટ્સ જે ફોટોવોલ્ટેઇક ક્રિસ્ટલાઇન સિલિકોન ઇન્ડસ્ટ્રીની વેલ્યુ-ચેનમાં મહત્વની છે અને નજીકના ભવિષ્યમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે.
“અમને લાર્જ સાઇઝના મોનોક્રિસ્ટલાઇન સિલિકોન ઇંગોટના ભારતનું પ્રથમ ઉત્પાદક બનવાનો આનંદ છે. જેની ક્ષમતા M10 અને G12 વેફર્સ ઉત્પાદનની છે. અમે નોંધપાત્ર ટેકનોલોજીકલ પ્રોસેસ થકી ભૂતકાળમાં સૌર ઉત્પાદનના સોલર સેલ થી મોડ્યુલ્સ સુધી, દરેક પાસાઓમાં પ્રગતિ કરી છે. અમારી અગાઉની સફળતાને ભવિષ્યના આગામી પ્રયત્નોમાં જાળવી રાખવાનો ઇરાદો છે,તેથીજ કવાર્ટઝમાંથી મેટલર્જીકલ ગ્રેડ સિલીકોન ઉત્પાદન માટે અમે બેકવર્ડ ઇન્ટીગ્રેશન કરી રહ્યા છીએ,” તેમ અદાણી સોલરના CTO, ડૉ. પુનીત ગુપ્તાએ જણાવ્યું હતું. ,10 GW સોલર પીવી ઉત્પાદન માટેની ઇકોસિસ્ટમ સ્થાપીને અમે આ બિઝનેસની ઝડપી વૃદ્ધિ માટે કટીબદ્ધ છીએ અને “અમારા ચેરમેનના મહત્વાકાંક્ષી વિઝનને હાંસલ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.”
જ્યારે કંપનીનું પ્રારંભિક ઉત્પાદન પહેલેથી જ શરૂ થઈ ગયું છે, તેમાં 2 ગીગાવોટ ઈંગોટ વેફર ક્ષમતા 2023 ના અંત સુધીમાં ઉમેરવા માંગે છે .અનેવર્ષ 2025 સુધીમાં તે 10 GW સુધી પહોંચી જશે. કંપની પહેલેથી જ સિલિકોન-આધારિત સેલ અને મોડ્યુલ ઉત્પાદનમાં અગ્રણી છે. ભારતની પ્રથમ GW ક્ષમતા ધરાવતી ફેક્ટરીની સ્થાપના જે 2016 માં શરૂ થઈ હતી. તેની વાર્ષિક વૃદ્ધિ સાથે સોલાર પીવી સેલ અને મોડ્યુલની 2017માં 1.2 GW ઉત્પાદન ક્ષમતા 2022 માં 4GW સુધી પહોંચી છે, તેથી જ અદાણી સોલાર એ ભારતની પ્રથમ, સૌથી મોટા અને વર્ટીકલી ઇન્ટીગ્રેટેડ મેન્યુફેકચરર કંપની છે.
About Adani Solar
Adani Solar is the solar PV manufacturing arm of the Adani Group, India’s fastest growing diversified organization with businesses spanning the resources, logistics, energy, agri, digital and ancillary industries. Adani Solar is the 1st Indian solar manufacturing company to vertically integrate businesses that offer services across the spectrum of photovoltaics manufacturing.
Now, the Company is building the World’s 1st fully integrated and comprehensive solar ecosystem manufacturing facility of 10 GW capacities in Mundra, Gujarat. The facility will not only play host to the entire solar manufacturing ecosystem from Metallurgical Grade Silicon to PV modules, including ancillaries and supporting utilities, but also will boost the Company’s vision to contribute to energy security for India and the world.
Leave a Reply