IPLનું મિની ઓક્શન આજે કોચીમાં શરૂ થઈ ગયું છે. IPLની 10 ટીમ કુલ 87 ખેલાડીને ખરીદવા માટે આજે ઓક્શનમાં ઊતરી છે.
ગુજરાત ટાઇટન્સે કેન વિલિયમ્સનનને 2 કરોડની બેઝપ્રાઇસમાં ખરીદ્યો. SRHએ ઇંગ્લિશ પ્લેયર હેરી બ્રૂકને 9 ગણા વધુ ભાવે ખરીદ્યો, મયંક અગ્રવાલ માટે 8.25 કરોડ ખર્ચ્યા. મયંક અગ્રવાલને પણ હૈદરાબાદે 8.25 કરોડમાં ખરીદ્યો હતો. ઇંગ્લિશ બેટર જો રૂટ અને સાઉથ આફ્રિકાના રિલી રોસોયુ નથી વેચાયા.
તો સૈમ કરન IPL ઓક્શનના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને PBKSએ 18.50 કરોડમાં ખરીદ્યો છે. જેસન હોલ્ડરને RRએ 5.75 કરોડમાં ખરીદ્યો છે. 23 વર્ષનો ઓસ્ટ્રેલિયાનો કેમરુન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો છે. તે આ IPL ઓક્શનમાં બીજો સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે. તે પણ આ વખતે પહેલીવાર ઓક્શનમાં ભાગ લીધો હતો.
1. સૌથી મોંઘો સૈમ કરન, ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડ્યો
સૈમ કુરન IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પંજાબે તેને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સૌથી મોંઘો હોવાનો અગાઉનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસના નામે હતો. તેને 16.25 કરોડ રૂપિયા મળ્યા હતા.
2. SRHએ બ્રૂકને 13.25 કરોડમાં ખરીદ્યો
હૈરી બ્રૂક માટે સનરાઇઝર્સ અને રાજસ્થાન વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. રાજસ્થાનના પર્સમાં માત્ર 13 કરોડ રૂપિયા બચ્યા હતા અને તેમણે બ્રૂક માટે આખા 13 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પરંતુ, સનરાઇઝર્સે રાજસ્થાનને 13.25 કરોડની બોલી લગાવીને રેસમાંથી બહાર કરી દીધું અને બ્રૂકને પોતાની ટીમમાં લઈ લીધો હતો.
ઓક્શનના એક દિવસ પહેલાં ઇંગ્લેન્ડના 18 વર્ષના લેગસ્પિનર રેહાન અહેમદે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તો ફ્રેન્ચાઇઝી માટે પણ એક સારા સમાચાર છે. બેન સ્ટોક્સ, કેમેરુન ગ્રીન અને સેમ કરન જેવા ટોચના ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ આખી IPL 2023ની સીઝન માટે ઉપલબ્ધ રહેશે. ઓક્શનના એક દિવસ પહેલાં IPLની બધી જ ટીમને મોકલવામાં આવેલા મેઇલમાં BCCIએ કહ્યું છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટ બોર્ડે IPLની આખી સીઝન માટે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.
તો BCCIએ મોકલેલા આ મેઇલમાં એ પણ ખુલાસો થયો છે કે હરાજી માટે સામેલ 5 ભારતીય બોલર્સને તેમની શંકાસ્પદ બોલિંગ એક્શન માટે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે, જેમાં મુંબઈનો સ્પિનર તનુષ, કેરળનો રોહન, વિદર્ભનો અપૂર્વ વાનખેડે, ગુજરાતનો ચિરાગ ગાંધી અને મહારાષ્ટ્રનો રામકૃષ્ણન ઘોષ સામેલ છે.
ઓક્શન પહેલા આ સ્ટોરીમાં આપણે તે 5 ડોમેસ્ટિક પ્લેયર્સના ક્રિકેટમાં પર્ફોર્મન્સ વિશે જાણીશું, સાથે જ જાણીશું કે તેઓ કેમ મોંઘા વેચાશે.
Leave a Reply