– પ્રસૂતાની ૪થી ડિલિવરી, ૨ ઓપરેશન અને ૧૫ દિ ની સરવારના અંતે માતા બાળક સુરક્ષિત
– રાપરની મહિલાને પૂરા દિવસે ગર્ભાશયની કોથળી, મૂત્રાશય અને આંતરડા પરસ્પર ચોંટેલા તેમજ મેલીનો ભગ નીચે આવી જતા વધુ લોહી નીકળતા પરિસ્થિતી નાજુક બની હતી
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પીટલમાં ૨૬ વર્ષીય મહિલાને પૂરા દિવસે બાળક અવતરવાના સમયે જ મેલીનો ભાગ ગર્ભાશયની નીચે હોવાથી હોસ્પિટલની સ્ત્રીરોગ વિભાગની ટીમે સીજેરિયન કરી બાળકને સલામત રીતે પેટમાંથી બહાર લીધું, તેમ છતાં માસિકની જગ્યાએથી લોહી વધુ નીકળવાને કારણે અને બીપી ઓછું રહેતાં વધુ એક ઓપરેશન કરી ગર્ભશયની કોથળી દૂર કરી માતા બાળકને સુરક્ષિત કરી દેવામાં સફળતા મળી છે.
જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.ચાર્મી પાવાણીએ આ સફળ શસ્ત્રક્રિયા કર્યા બાદ કહયું કે,રાપરના મુમતાઝ બહેનને આ ચોથી ડિલિવરી હતી. અગાઉ ત્રણેય પ્રસૂતિ સીજેરિયન હતી. આ પ્રસૂતિમાં પણ મેલીનો ભાગ ગર્ભાશયમાં નીચે હોવાથી વધુ એક સીજેરિયન જરૂરી બન્યું જ હતું. દરમિયાન મૂત્રાશય,આંતરડા અને ગર્ભાશય ચોંટેલા હોવાથી એ પણ છૂટા કરવા આવશ્યક હતા.
.ઉપરાંત મેલીની જગ્યાએથી લોહી વધુ પડતું હોવાથી લોહીના બોટલ આપવા પડ્યા.આટલું ઓછું હોય તેમ ઓપરેશન પછી પણ માસિકની જગ્યાએથી વધુ લોહી પડવાને કારણે તમજ બીપી ઓછું રહેવાથી વધુ એક ઓપરશન કરી કોથળી દૂર કરાઇ. આ ઓપરેશનની પ્રક્રિયા પછી દર્દીને લાંબી સારવાર જરૂરી હોવાથી હોસ્પિટલમાં જ તબક્કાવાર ઉપચાર કરવામાં આવ્યો હતો.
.આ સરવારમાં દર્દીને વેન્ટિલેટર, ભારે ઈંજેક્શન, ચાર સફેદ કણની બોટલ તેમજ ૧૫ દિવસ આઈ.સી.યુ માં રાખી નિશુલ્ક સારવાર કરવામાં આવી હતી. બાદ માતા બાળકને તંદુરસ્ત બનાવી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો આ સરવારમાં થર્ડ ઈયર રેસિ.ડો મિલ્કી પટેલ, ડો.પ્રકૃતિ પટેલ તેમજ એનેસ્થેસિયા વિભાગના તબીબ અને આસિ.પ્રો.ખ્યાતિ ડો.રચિત અને ધ્રુવ ઉપરાંત વર્ષાબેન અને રક્ષિતા સિસ્ટરે સહયોગ આપ્યો હતો.
Leave a Reply