– તમારા ઘરની પાછળ સાપ રાખો છો, તો તે માત્ર પડોશીઓને જ નહીં પરંતુ તમારા ઘરના લોકોને પણ ડંખ મારશે : એસ. જયશંકર
– સમગ્ર વિશ્વ આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે : એસ. જયશંકર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખાર પર આકરા પ્રહારો કર્યા. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેમણે ભારત પર બલૂચ ઉગ્રવાદીઓને રક્ષણ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેના પર પલટ વાર કરતા ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાની મંત્રીને કડક જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની વિદેશમંત્રીના આરોપોના જવાબમાં એસ. જયશંકરે કડક પ્રહારો કર્યા
પાકિસ્તાની વિદેશમંત્રીને આરોપનો જવાબ આપતા ડૉ. એસ. જયશંકરે તેમને હિલેરી ક્લિન્ટનના એક દાયકા જૂના નિવેદનની યાદ અપાવી હતી કે જો તમે તમારા ઘરની પાછળ સાપ રાખો છો, તો તે માત્ર પડોશીઓને જ નહીં પરંતુ તમારા ઘરના લોકોને પણ ડંખ મારશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને અનેક દેશો તરફથી વારંવાર સલાહ મળે છે પરંતુ તે માનવા તૈયાર જ નથી. ભારત વિરુદ્ધ ઝેર ફૂંકવા માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચોનો ઉપયોગ કરે છે.
પત્રકારના પ્રશ્ન પર વિદેશમંત્રીનો પલટવાર
એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને પૂછ્યું હતું કે, દક્ષિણ એશિયા ક્યાં સુધી નવી દિલ્હી, કાબુલ, પાકિસ્તાનના આતંકવાદને જોશે, ક્યાં સુધી તેઓ યુદ્ધમાં રહેશે? તેના પર જયશંકરે કહ્યું, તમે ખોટા મંત્રીને સવાલો પૂછી રહ્યા છો. તમે પાકિસ્તાનના મંત્રીને પૂછો, તે તમને કહેશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે સ્પેક્ટ્રમની બીજી બાજુ એકલા હુમલાખોરો છે જેઓ આ કટ્ટરપંથી સંગઠનોથી પ્રેરિત છે, પરંતુ આ બધાની વચ્ચે આપણે એ ભૂલી ન શકીએ કે દક્ષિણ એશિયામાં જૂના અભયારણ્યો અને સ્થાપિત નેટવર્ક હજુ પણ સક્રિય છે. આતંકવાદના સમકાલીન કેન્દ્રો હજુ પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. એસ. જયશંકર પાકિસ્તાનના સંદર્ભમાં બોલી રહ્યા હતા કે, તેઓ અલ કાયદા, લશ્કર-એ-તૈયબા અને તાલિબાનના આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છે. એસ.જયશંકરે કહ્યું હતું કે, લાદેનને આશરો આપનાર દેશને આ પ્લેટફોર્મ પર પ્રચાર કરવાનો કોઈ અધિકાર નથી.
‘બાજરા લંચ‘નું આયોજન કર્યું
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો માટે ‘બાજરા લંચ’નું આયોજન કર્યું હતું. સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ ત્યાં હાજર હતા. જેમ જેમ આપણે 2023 આંતરરાષ્ટ્રીય વર્ષમાં પ્રવેશીએ છીએ તેમ તેમ વધુ ઉત્પાદન, વપરાશ અને પ્રમોશન વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં મદદ કરી શકે છે.
Leave a Reply