– પૂરતો જથ્થો આજે સાંજ સુધીમાં રાબેતા મુજબ થઈ જતાં પેટા કેનાલોમાં પાણી શરૂ કરાશે
થોડા દિવસો પહેલા મંજૂ્વાસ પંપીંગ સ્ટેશન ખાતે વાયરિંગમાં બ્લાસ્ટ થતાં પાણી બંધ કરાતા કચ્છના ખેડૂતોમાં ફરી ઉચાટ ઊભો થયો હતો. નર્મદા નિગમની મહેનતને કારણે આખરે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફરી રાબેતા મુજબ પાણી શરુ કરાઈ દેવાતા ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત અઠવાડિયા પહેલા માંજૂ્વાસ સિથત પંપીંગ સ્થળે પંપ હાઉસમાં પંપો ચાલુ કરવા ગેટકોના પાવર સ્ટેશનોમાંથી પાવર પહોંચાડવા બે લાઈનો ગોઠવેલ છે. જેમા બંનેમાં નવ નવ કેબલો રાખવામાં આવ્યા છે. પ્રથમ ફેઝ માટે જે કેબલ લાઈન નાખવામાં આવી છે તેના ઉપર 2 ના પંપો ચાલુ કરવા કેબલો નાખ્યા છે.
જેમા સાતમી તારીખે મોડી રાત્રે પ્રથમ ફેઝના કેબલ ઉપર જોરદાર બ્લાસ્ટ થયો હતો અને તાત્કાલિક ચાલુ પંપો બંધ કરાવી નાખ્યા હતાં. કચ્છ બ્રાન્ચ કેનાલનું પાણી ઉપરથી તાત્કાલિક બંધ કરાવી નાખ્યું હતું. કેબલ રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. ચાર દિવસ સુધીમાં રીપેરીંગ કરીને ટેસ્ટિંગ પ્રકિયા હાથ ધરાઈ હતી. બીજી બાજુ હાલે રવિ પાકની સીઝન હોઈ અને મોટા પ્રમાણમાં વાવેતર થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ હતી. કેબલોના રીપેરીંગ કામ દરમિયાન જ કચ્છ નર્મદાના અધિકારીઓ દ્વારા 1200 ક્યુસેક પાણીની માંગણી મુકાઈ હતી.
જે સલીમ ગઢથી પરમ દિવસે જથ્થો છોડાયો હતો અને આજે આથવા સાંજ સુધીમાં માંજૂ્વાસ ક્રોસ કરી ને રાપર સુધી પહોંચી આવશે અને જેમ જેમ જથ્થો વધતો જશે તેમ તેમ પંપો ચાલુ થતાં જશે અને આડેસર -ગાગોદર, વાંઢીયા બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાશે તો મળતી માહિતી મુજબ આજરોજ કચ્છ શાખા કેનાલમાં 2100 ક્યુસેક પાણીનો જથ્થો છોડવા માં આવ્યો છેં જેના કારણે 1500 ક્યુસેકની માંગણી હતી તે જથ્થો આજે સાંજ સુધીમાં રાબેતા મુજબ થઈ જશે એટલે પેટા કેનાલોમાં પાણી શરુ કરાશે તેવું જાણવા મળ્યું હતું
Leave a Reply