– કોંગ્રેસને ચૂંટણીની હાર બાદ પક્ષપલ્ટાનો બીજો સૌથી મોટો ફટકો પડશે
– કોંગ્રેસે સૌથી નબળું પ્રદર્શન કરતા કાર્યકરોનો આત્મવિશ્વાસ તુટયો
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસના આંતરિક રાજકારણ અને સિનિયર નેતાઓની નેતાગીરીનો અભાવ હોવાનું કારણ રજૂ કરાયું હતું. પરંતુ, કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી નબળું પ્રદર્શન કરતા ખુબ મોટાપ્રમાણમાં કાર્યકરોનો આત્મવિશ્વાસ તુટયો છે. જેથી કોંગ્રેસના કાર્યકરોનો સૌથી મોટો પક્ષ પલ્ટો થવાની શક્યતા છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં કાર્યકરો અને કેટલાંક સ્થાનિક નેતાઓએ ભાજપમાં જોડાઇ શકે છે અને અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીના સંગઠનનો હિસ્સો બની શકે તેમ છે. જેથી આગામી દિવસોમાં કોંગ્રેસને ચૂંટણીની હાર બાદ પક્ષપલ્ટાનો બીજો સૌથી મોટો ફટકો પડશે. તો આમ આદમી પાર્ટીના સંગઠનમાંથી પણ અનેક લોકો ભાજપમાં જવાની તૈયારી કરી ચુક્યા છે.
Leave a Reply