અદાણી ગ્રીન વિશ્વની સૌથી મોટી વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર વિકાસકાર બની

– આ પ્લાન્ટ SECI સાથે કીલોવોટ દીઠ રુ.2.67ના દરનો ૨૫ વર્ષ માટેનો વીજ ખરીદ કરાર ધરાવે છે

અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ રાજસ્થાનના તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે. આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ SECI સાથે કિલોવોટના રુ.૨.૬૭ના દરથી ૨૫ વર્ષનો વીજ ખરીદ કરાર ધરાવે છે. ૪૨૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અને ૧૦૫ મેગાવોટનો વિન્ડ પ્લાન્ટ મળીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અમલમાં મૂકવામાં આવ્યો છે.આ હાઇબ્રીડ પ્લાન્ટ સાથે હવે અદાણી ગ્રીન એનર્જીની કાર્યરત હાઇબ્રીડ પાવર ઉત્પાદન ક્ષમતા ૧૪૪૦ મેગાવોટ સાથે  સૌથી વિરાટ થઇ છે.

અગાઉ મે, ૨૦૨૨માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ ૩૯૦ મેગાવોટનો  ભારતનો સૌ પ્રથમ હાઇબ્રીડ પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. વિશ્વનો સૌથી મોટો ૬૬૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ  એક જ સ્થાને સપ્ટેમ્બર ૨૦૨૨માં કરવામાં આવ્યો હતો. આ બન્ને હાઇબ્રીડ એનર્જી ઉત્પાદન મિલ્કતો રાજસ્થાનના જેસલમેરમાં આવેલી છે.

૪૫૦ મેગાવોટના આ પ્લાન્ટના સફળતાપૂર્વક કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.ની કુલ કાર્યાન્વિત ઉત્પાદન ક્ષમતા હવે કુલ ૭.૧૭ ગીગાવોટે પહોંચી છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ. વિશ્વની સૌથી  વિરાટ વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર ફાર્મ વિકાસકાર બની છે.

નવો કાર્યાન્વિત કરાયેલ ૪૫૦ મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અદાણી એનર્જી લિ.ની પેટા કંપની અદાણી સોલાર એનર્જી જેસલમેર વન પ્રા.લિ.હસ્તક છે

અદાણી ગ્રીન એનર્જી લિ. એ ભારત સ્થિત અદાણી સમૂહના વિશ્વમાં ૨૦.૪ ગીગાવોટની રિન્યુએબલ્ પોર્ટફોલિયો ધરાવે છે. જેમાં હાલ કાર્યરત, બાંધકામ હેઠળનાં અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટરપાર્ટસને એનાયત થયેલ મિલ્કતોનો સમાવેશ થાય છે. કંપની યુટીલીટી સ્કેલ ગ્રીન કનેક્ટેડ સોલાર,વિન્ડ ફાર્મ અને હાઇબ્રીડ પ્લાન્ટનો વિકાસ,નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણી કરે છે. તેના મુખ્ય ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને અનેકવિધ રાજ્યોના ડિસ્કોમ છે.૨૦૧૮માં લિસ્ટેડ થયેલી અદાણી ગ્રીન એનર્જી લિ.ની માર્કેટ કેપ  યૂએસ ડોલર 46 છે અને COP21ના ભારતના લક્ષ્યને મદદરુપ થાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: