ઓલિમ્પિક મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલિમ્પિક્સ માટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી દીધી છે. મંગળવારે તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. તેમણે 200 કિલોગ્રામ વજન ઊંચક્યો.
મીરાબાઈ છેલ્લા ઘણા સમયથી કાંડાની ઈજાના કારણે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ તેમ છતાં તેઓ મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. તેમણે સ્નેચમાં 87 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામનો વજન ઊંચક્યો.
વર્લ્ડ ચેમ્પિયન ચાનુ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ અને બીજો ગોલ્ડ મેડલ જીત્યા બાદ પહેલીવાર કોઈ ઈવેન્ટમાં ઉતર્યા હતા. તેમને કાંડામાં ઈજા થઈ હોવાના કારણે તેઓ અમુક સમય માટે રમતમાંથી દૂર થઈ ગયા હતા. જોકે હવે તેમણે દમદાર વાપસી કરી છે.
મીરાબાઈની આ વેઈટ કેટેગરીમાં ઘણા દિગ્ગજ ખેલાડી હાજર હતા પરંતુ તેમ છતાં તેઓ મેડલ જીતવામાં સફળ રહ્યા. ઈવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનની જિયાંગ હુઈ હુઆના નામે રહ્યો. જેમણે કુલ 206 કિલોગ્રામ કુલ વજન ઉઠાવ્યો અને ઓલિમ્પિક ચેમ્પિયન હુ જહીજહુઈએ 198 કિલોગ્રામ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો અને મીરાબાઈ કરતા પાછળ રહી ગયા.
Leave a Reply