– વ્યાપક પ્રમાણમાં શસ્ત્રાસ્ત્રોનો ઉપયોગ કરવાથી રશિયાનો શસ્ત્રાગાર ખલાસ થવા ઉપર છે :
છેલ્લા ૧૦ મહીનાથી ચાલી રહેલું રશિયા યુક્રેન યુદ્ધ હવે ખતરનાક વળાંક પર આવી પહોંચ્યું છે. યુક્રેનની સેનાએ એવો આક્ષેપકર્યો છે કે યુક્રેનનાં આકાશી સંરક્ષણને ખતમ કરવા માટે રશિયા, તેનાં વિસ્ફોટક શસ્ત્રો ઉપરાંત પરમાણુ સક્ષમ મિસાઇલ્સનો પણ ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનના સૈન્ય અક્ષપર્ટસે રશિયા નિર્મિત તેવાં મિસાઇલ્સના ટુકડા જાહેરમાં દર્શાવ્યા કે જે પરમાણુ હુમલા માટે ડીઝાઈન કરવામાં આવે છે. જો કે, રશિયાએ યુક્રેનના આ દાવા અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ યુક્રેને કરેલી આ જાહેરાતે સમગ્ર યુરોપની ઊંઘ ઊડાડી દીધી છે.
તે સર્વ-વિદિત છે કે, તા. ૨૪ ફેબુ્રઆરીએ રશિયન સૈન્યે યુક્રેન ઉપર પૂરી તાકાતથી ત્રણ તરફથી હુમલો શરૂ કરી દીધો હતો. પરંતુ હજી સુધી યુક્રેન મચક આપતું નથી, તો રશિયન સેના પાછી પણ હઠતી નથી.
યુક્રેનના ચાર પ્રાંતો પોતાના કબ્જામાં લીધા પછી રશિયા તે આશા રાખે છે કે તે સમગ્ર યુક્રેન ઉપર પોતાનું રાજ્ય સ્થાપી શકશે.
બીબીસીના રીપોર્ટ પ્રમાણે ગુરૂવારે યુક્રેને જાહેર કર્યું હતું કે રશિયાએ તેની ઉપર પરમાણુ સક્ષમ મિસાઇલ્સથી હુમલો કરવો શરૂ કરી દીધો છે. તેણે દેશના પશ્ચિમના પ્રાંતોમાં પણ આવાં મિસાઇલ્સથી હુમલા શરૂ કરી દીધા હછે.
એક યુક્રેન સૈન્ય અધિકારી માયકોલા ડેનિલ્યુકે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે રશિયાએ લવિવિ અને ખમેલનિત્સકી ક્ષેત્રોમાં પરમાણુ મિસાઇલ્સથી હુમલો કર્યો હતો. તેનાં સમર્થનમાં તેમણે એક્સ-૫૫ ક્રૂઝ-મિસાઇલ્સ પણ દર્શાવ્યા હતાં. તેમણે કહ્યું કે તે રોકેટ અમારી હવાઈ સુરક્ષા ખતમ કરવા વપરાયાં છે.
યુક્રેની સૈન્ય વિશેષજ્ઞાોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સપ્તાહોમાં યુક્રેનના મહત્વનાં પાયાનાં સ્થાનો ઉપર પ્રચંડ હુમલાઓ કરવાથી રશિયાનો શસ્ત્રાગાર ઘણો ઘટી ગયો છે તે યુક્રેની સૌથી મોટી સફળતા છે. આમ છતાં રશિયા પાછું હઠવા તૈયાર નથી.
આ યુક્રેની અધિકારીએ જણાવ્યું હતું કે મોસ્કો હવે ઝનૂને ચઢ્યું છે, અને તબાહી વેરવાના હેતુથી યુક્રેન ઉપર વિનાશક શસ્ત્રોથી હુમલા કરી રહ્યું છે.
બ્રિટનના એક જાસૂસી રીપોર્ટમાં પણ આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે.
યુક્રેનનનું તો, સ્પષ્ટ માનવું છે કે માત્રને માત્ર તબાહી વેરવાના હેતુથી પરમાણુ-સક્ષમ મિસાઇલ્સનો ઉપયોગ કરી રહ્યું છે.
Leave a Reply