– બોર્ડની પરીક્ષા આપતા ખાનગી છાત્રોને રાહત
બોર્ડની પરીક્ષા આપતા ખાનગી વિદ્યાર્થીઓને રાહત થઇ છે. વિદ્યાર્થીઓ એફિડેવિટના બદલે હવે સેલ્ફ ડેકલેરેશન આપી શકશે. અત્યાર સુધી 50 રૂપિયાની એફિડેવિટ લેવામાં આવતી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12ના ખાનગી ઉમેદવારો માટે એફિડેવિટના બદલે સેલ ડેક્લેરેશન રજૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ વિદ્યાર્થીઓએ અન્ય કોઈ જગ્યાએથી પરીક્ષા આપી નથી કે અભ્યાસ કર્યો નથી તેવી સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ રજૂ કરવાની રહેતી હતી, પરંતુ હવે તેના બદલે વિદ્યાર્થીએ આ અંગેનું સેલ્ફ ડેક્લેરેશન રજૂ કરવાનું રહેશે.
જેના કારણે વિદ્યાર્થીઓને રાહત થઇ છે. બોર્ડ પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત ખાનગી વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરતાં હોય છે. જોકે અત્યાર સુધી આવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે ત્યારે તેમની પાસેથી બોર્ડ દ્વારા એફિડેવિટ લેવામાં આવતી હતી. ખાનગી વિદ્યાર્થીઓ પાસેથી એફિડેવિટ લેવાને બદલે સેલ્ફ ડેક્લેરેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે બોર્ડ દ્વારા ફોર્મેટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે.
Leave a Reply