અદાણી અંબુજા સિમેન્ટ્સના મ્યુઝિકલ ટેલેન્ટ હન્ટ શોમાં દેશભરની પ્રતિભાઓ ઝળકી

‘અંબુજા અભિમાન કે સંગીત કલાકાર’ ઉભરતી પ્રતિભાઓને ઉજાગર કરતી પહેલ

અદાણી જૂથની કંપની અદાણી અંબુજા સિમેન્ટ્સે સંગીત ક્ષેત્રે છૂપી પ્રતિભા ધરાવતા કલાકારોને ઉજાગર કરવા અનોખી મુહિમ હાથ ધરી છે. દેશભરના ઉભરતા કલાકારોને ઓળખી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે કંપનીએ ‘અંબુજા અભિમાન કે સંગીત કલાકાર’ અંતર્ગત ટેલેન્ટ હન્ટ લોન્ચ કર્યું છે. આ પ્રોગ્રામ થકી કંપનીએ કોન્ટ્રાક્ટર્સ અને તેમના પરિવારોમાં રહેલી સંગીતની પ્રતિભા શોધના અનુભવને જીવંત અને હર્ષોલ્લાસથી ભરપૂર બનાવવાનો પ્રયાસ કર્યો.

દેશભરના સંગીતરસીકોને એક જ પ્લેટફોર્મ પર લાવી ટેલેન્ટ હન્ટ કરવાની આ એક અનોખી પહેલ છે. કંપનીનો ઉદ્દેશ તેમની સાથે કામ કરતા કોન્ટ્રાક્ટર્સ અને તેમના પરિવારો સાથે નીકટતા સક્રિયપણે વધારવાનો હતો. કોન્ટ્રાક્ટર્સ કંપનીના ‘ઇન્ડિવિડ્યુઅલ હાઉસ બિલ્ડર’ (IHB) સેગમેન્ટમાં સૌથી મહત્વના હિસ્સેદાર છે.

સિમેન્ટ બિઝનેસ અને અંબુજા સિમેન્ટ્સના સીઈઓ અજય કપૂરે જણાવ્યું હતું કે, “આપણા દેશમાં પ્રતિભાઓની કોઈ કમી નથી અને અહીં અનેક પ્રતિભાઓ વિવિધતાઓ સાથે એક પ્લેટફોર્મ પર જોડાય છે. ‘અંબુજા અભિમાન કે સંગીત કલાકાર’ જેવી ઈવેન્ટ્સ એ એક એવું અનોખું પ્લેટફોર્મ છે જ્યાં કોન્ટ્રાક્ટરો અને તેમના પરિવારોની છૂપી પ્રતિભાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી ઉજાગર કરવામાં આવે છે. અમને આનંદ છે કે અમે લોકોમાં રહેલી સંગીતની પ્રતિભાને ઉજાગર કરી શક્યા અને તેમને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા પ્રયાસરત છીએ.   

19 નવેમ્બર 2022 ના રોજ ‘અંબુજા અભિમાનના સંગીત કલાકાર’ ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી. બાળકોની કેટેગરીમાં – પ્રથમ પુરસ્કાર કેરળના સુશ્રી લિયાના ઈસ્માઈલ, દ્વિતીય પુરસ્કાર અહેમદનગરના સુશ્રી મૈતાલી પરદેશી અને ત્રીજો પુરસ્કાર પશ્ચિમ બંગાળના સુશ્રી દિશારાણી બેજને; જ્યારે પાલી રાજસ્થાનના કુ. નીમા ચૌધરીને લોકપ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. યુવા કેટગરીના વિજેતાઓની વાત કરીએ તો, પ્રથમ પુરસ્કાર પશ્ચિમ બંગાળના કુણાલ સહીસ, દ્વિતીય પુરસ્કાર હિમાચલ પ્રદેશના ઈશાંત કુમાર તથા ત્રીજા ક્રમે છત્તીસગઢના ભોલાપ્રસાદ રાઠોડને મળ્યો હતો.

મ્યુઝિકલ શોના ઓડિશન રાઉન્ડમાં 528 એન્ટ્રીઓ મળી હતી. જ્યુરીએ તમામ એન્ટ્રીઓની સમીક્ષા કરી 55 કલાકારોને પ્રાદેશિક સેમી-ફાઇનલિસ્ટ તરીકે પસંદ કર્યા હતા. આ 55 પ્રાદેશિક સેમિ-ફાઇનલિસ્ટને માર્ગદર્શન સત્રોમાં ભાગ લેવાની તક મળી હતી. જેમાંથી જ્યુરીએ ટોચના 12ને નેશનલ લેવલે ફાઇનલિસ્ટ પસંદ કર્યા હતા.

કંપનીએ આ પ્રોગ્રામ હેઠળ 1 લાખથી વધુ કોન્ટ્રાક્ટરોની નોંધણી કરી છે જે આ વ્યવસાય અને બંધુત્વ સાથે અમારા પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: