ભચાઉ પાસે નર્મદા નહેરમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના મોત પછી તંત્રની આંખ ઉઘડી હોય તેમ હવે નર્મદા નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરાયા હોત તો કદાચ આવી ઘટનાને અટકાવી શકાય તેમ હતી.
જિલ્લા સમાર્હતાએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યાનુસાર, કચ્છ જિલ્લામાં નર્મદા યોજનાની (કચ્છ શાખા) નહેર રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને માંડવી તાલુકાઓમાંથી પસાર થાય છે. આ નહેરમાં સિંચાઇ કરવા અને ટપ્પર ડેમ ભરવા માટે કચ્છ શાખા નહેરમાં પાણીનું વહન થતું હોય છે, જે દરમ્યાન નહેરમાં પાણીની સરેરાશ ઉંડાઇ ૩ થી ૪.૫ મીટર સુાધી હોય છે.
આ નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા કે અન્ય કોઇ પણ હેતુસરાથી જે લોકો જાય છે તેઓના નહેરના પાણીમાં પડવાથી અકસ્માત થતાં દુઃખદ અવસાન થવાના ઘણા બનાવો બને છે. જે બનાવો અટકાવવા અને આવા બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા જરૃરી હોઇ અિધક્ષક ઇજનેર કચ્છ શાખા નહેર વર્તુળ -૧ ગાંધીધામ ઘ્વારા જરૃરી જાહેરનામા પ્રસિધૃધ કરવા તા.૨૭/૧૧/૨૦૨૨ના દરખાસ્ત કરેલ છે. જેાથી (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ-૧૪૪ અન્વયે જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ જાહેરનામું બહાર પાડીને કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને માંડવી તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા કે અન્ય કોઇપણ હેતુસર જવા બાબતે મનાઇ ફરમાવેલ છે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૨૭/૧/૨૦૨૩ સુાધી અમલમાં રહેશે. હજુ તો સમગ્ર કચ્છમાં નર્મદા નહેર ફરી વળી નાથી તે પૂર્વે આવા બનાવો બની રહ્યા છે ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં નહિં આવે તો આવી ઘટનાઓને બનતા અટકાવી શકાશે નહિં.
Leave a Reply