ખમીરવંતી પ્રજા, સરકારની નીતિની જુંગલબંદીથી કચ્છની ગતિ ફરી તેજ બની

અંજારની સભામાં વડાપ્રધાનનું ઈજન- આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તે સંકલ્પ છે, આ ચૂંટણીમાં પચ્ચીસ વર્ષનો નિર્ણય કરવાનો છે

વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ અંજાર ખાતે વિશાળ  સભાને સંબોધી હતી. કચ્છની ૬ સીટો પર ભાજપનું કમળ ખીલે તે માટે અંજાર ખાતે આવી પહોંચેલા મોદીએ કોંગ્રેસને કચ્છની દુશ્મન ગણાવી જિલ્લામાં થયેલા વિકાસની વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ… કરતા સંબોધનની શરૃઆત કરી જણાવ્યું કે, કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. ૨૦૦૧માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ કચ્છ ફરી બેઠુ નહીં થાય તેમ મનાતું હતું. આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંદીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. ૨૦૨૨ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી ૨૫ વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાતાવરણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે. આજે કચ્છ પાણીદાર બન્યું છે. 

વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન.કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું, રોડા અટકાવવાનું કામ થતું. આ તમારો દિકરો ગાંધીનગર બેઠો અને ઉપવાસ પર બેસી ડેમની ઉંચાઇ વધારવા લડત કરી અને પાણી પહોંચાડયુ. ભાજપ માત્ર વાતો નથી કરતું. એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ,ખજૂર, કમલમ, કચ્છની કેરી એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વગાડી રહી છે. ૨૦૨૩માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી,જુવાર અને રાગીનો ડંકો વાગશે.સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા ૧૪ હજાર કરોડ રૃપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઢયા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ. 

કચ્છની વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે . કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયો ડુંગર એક જમાનામાં સુકો ભઠ્ઠ હતો પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે. સ્મૃતિવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખએ લોકો મુલાકાત કરી છે. જાહેર સભામાં કચ્છ ભાજપના આગેવાનો અને છ બેઠકોના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

મોદી મોડાં આવ્યાં તો મોદી લૂક અને સેલ્ફીથી ટાઈમપાસ

સભામાં મોદી સમય કરતાં મોડા પડયા હતા. કોઈ મોદીનો લુક સાથે આવી પહોંચતા લોકોએ તેના સાથે સેલ્ફી પણ લીધી હતી. અમુક લોકોએ મુંડન કરાવી માથામાં મોદી લખાવ્યું હતું. એક મોદી ભક્ત તો છેક પાલનપુરાથી મોદીને સાંભળવા અંજાર પહોંચી આવ્યો હતો. સભામાં કુલ ૩૮૦૦૦ની બેઠક વ્યવસૃથા કરતાં પણ વાધુ લોકો સભામાં આવી જતાં લોકોને ઊભા રહી મોદીને સાંભળવા પડયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: