– સર્જરી વિભાગે રાધનપુરના બહેનની મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરી
– બહેને અમદાવાદને બદલે ભુજમાં સારવાર લીધી
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં રાધનપુરની મહિલાની એક કિડનીમાં સંપૂર્ણ ચેપ લાગી જતાં તેની અસર આખા શરીરમાં ઊભી થાય એ પહેલા જ સર્જરી વિભાગે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરી ખરાબ કિડની દૂર કરી(લેપ્રોસ્કોપિક નેફ્રોકટોમી)મહિલાને જોખમમાં થી બચાવી લીધી હતી.
હોસ્પિટલના જનરલ સર્જન ડૉ. આત્મન વેલાણીએ સફળ સર્જરી બાદ જણાવ્યું હતું કે, રાધનપુરના બહેન રમીલા ઠાકોર સારવાર માટે અમદાવાદ ગયા હતા.ત્યાં તમામ રિપોર્ટના અંતે ઓપરેશન કરાવવા જણાવાયું પણ કોઈ કારણસર તેમણે જી.કેમાં સારવાર લેવાનું નક્કી કર્યું.તેમની પરિસ્થિતિ જોતાં તાત્કાલિક નેફ્રોકટોમી લેપ્રોસ્કોપી કરી કિડની દૂર કરી બહેનને બચાવી લીધા.
આ પ્રકારની કિડની શસ્ત્રક્રિયા જોખમી હોય છે કેમકે ત્યાંથી મોટી ધમની અને શિરા પસાર થાય છે.એક નાની ઇંજરી પણ મોટું નુક્સાન કરી શકે છે. આ શસ્ત્રક્રિયામાં સર્જન ડો.પ્રકાશ પટેલ તેમજ ડો.કલ્પિત ઠાકોર જોડાયા હતા.
ડો. આત્મન વેલાણીએ કહ્યું કે, આ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી એક એવી શસ્ત્રક્રિયા છે કે જેમાં ચીરા વિના ઓપરેશન કરાય છે. લોહીનો સ્રાવ ખૂબ ઓછો થાય છે.ચેપ લાગતો નથી. ડો.વેલાણીએ છેલ્લા બે વર્ષમાં ૩૦૦ જેટલા ઓપરેશન દૂરબીન વડે કર્યા છે.
Leave a Reply