– રણ ચીરીને જતો રસ્તો પૂર્વવત થતાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા પણ નજીક
કોરોનાના કપરા કાળમાં કચ્છ અાવતા વિદેશી સહેલાણીઅોની સંખ્યા ઘટી ગઇ હતી પરંતુ હવે સ્થિતિ થાળે પડતાં ધોરડો નજીક સફેદ રણ નિહાળવા માટે પ્રવાસીઅો અાવતા થયા છે અને રણ ચીરીને જતો રસ્તો પણ પૂર્વવત થતાં અા માર્ગે ધોરડોથી ધોળાવીરા નજીક હોઇ પ્રવાસીઅો વૈશ્વિક ધરોહર નિહાળવાનું ચુકતા નથી.
કોરોનાના કહેરના પગલે લાંબા સમય સુધી પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરતા કચ્છને પ્રવાસીઅોના અભાવે અાર્થિક નુકસાની વેઠવી પડી હતી. કોવિડ-19નું સંક્રમણ ઘટી જતાં જગતનું જનજીવન ફરી ધબકતું થયું છે. ધોરડોના સફેદ રણમાં રણોત્સનો પ્રારંભ થઇ ગયો છે અને સહેલાણીઅો પણ અાવતા થયા છે. જો કે, બે વર્ષ બાદ વિદેશી પ્રવાસીઅોના દર્શન થયા છે.
ગાઇડ નયન સંજોટે જણાવ્યું હતું કે, કચ્છના રણનું નયનરમ્ય નજારો જોઇને પ્રવાસીઅો અાનંદિત થયા છે. અધુરામાં પૂરું રણ ચીરીને ધોળાવીરા જતો રસ્તો પણ બની જતાં ધોરડોથી ધોળાવીરા વચ્ચેનું અંતર ઘટીને 85 કિ.મી. થઇ ગયું છે. રણ વચ્ચેથી નીકળતા અા રસ્તાની બંને બાજુ રણમાં પાણી ભરાયેલા હોઇ યાયાવર પક્ષીઅો પણ કચ્છના મહેમાન બન્યા છે અને ધોરડો અાવ્યા બાદ વૈશ્વિક ધરોહર ધોળાવીરા જોવાનું પ્રવાસીઅો ચુકતા નથી.
Leave a Reply