– બન્ને ટીમના પ્લેયર્સે ફૂટબોલ રમી ટાઇમપાસ કર્યો; બીજી મેચ 20 નવેમ્બરે રમાશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમ પહેલો મુકાબલો રમવા ઉતરી હતી. બંને ટીમોના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ફૂટબોલ રમીને ટાઈમપાસ કરતા નજર આવ્યા છે. BCCIએ આનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. હવે બીજી T20 મેચ 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.
ભારતીય સમય અનુસાર મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વેલિંગટનમાં સતત વરસાદ પડી રહ્યો હતો. દોઢ-પોણા બે કલાક સુધી વરસાદ રોકાવાની રાહ જોઈ, પરંતુ રોકાયો નહીં. આ પછી મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ભારતીય સિલેક્ટરોએ આ પ્રવાસ દરમિયાન યુવા ખેલાડીઓ પર દાવ રમ્યો છે. ટીમની કમાન હાર્દિક પંડ્યા પાસે છે. ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડને તેમની ધરતી પર હરાવવાનો પડકાર છે. ગઈ વખતે આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વખતે કેન વિલિયમસનની કેપ્ટનશીપવાળી ટીમ છે.
Leave a Reply