– જિલ્લામાં સારા વરસાદ બાદ 16 ડેમ છલકાયા હતા, હજુ પણ 13 ડેમ 90 ટકા ઉપર ભરેલા
– કાસવતી ડેમ ખાલીખમ : સૌથી મોટો રૂદ્રમાતા ડેમ માત્ર 17 ટકા ભરેલો
કચ્છમાં રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ડેમોમાં પણ ભરપૂર પાણીની અાવક થઇ હતી. કચ્છમાં અધધ 16 જેટલા મધ્યમ કક્ષાના ડેમો છલકાઇ ગયા હતાં. જોકે ચાલુ વર્ષે અોગસ્ટ સુધીમાં જ 150 ટકા સુધી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ કચ્છમાં મહદઅંશે વરસાદે વિરામ લીધો હતો. ખરીફ પાક બાદ કચ્છના ખેડૂતો હવે રવિ પાક તરફ વળ્યા છે. જેના પગલે હવે ડેમોમાં પાણીનુ સ્તર પણ ઘટાવ લાગ્યું છે. છેલ્લા અેક માસમાં કચ્છના મધ્યમકક્ષાના 20 ડેમોમાં 19 મિલિયન ક્યુબિક મીટર પાણી ઘટ્યું છે. જેની ટકાવારી 5.77 જેટલી થાય છે.
9મી નવેમ્બરની સ્થિતિઅે કચ્છના ડેમોમાં 332 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતાની સામે હાલ 225.10 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે. અેટલેકે 20 ડેમમાં હાલ 67 ટકા ભરાયેલા છે.અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ચાલુ વર્ષે 456 મીમીની સરેરાશની સામે અધધ 849 મીમી વરસાદ ખાબક્યો હતો. સરેરાશની સામે કચ્છમાં 186 ટકા વરસાદ થયો છે. કચ્છમાં સતત ચોથા વર્ષે 500 મીમીથી વરસાદ થયો હોય તેવુ 40 વર્ષમાં પહેલી વાર થયું છે. કચ્છમાં ચાલુ વર્ષે અોગસ્ટ સુધીમાં 700મીમીથી વધારે અને 157 ટકા જેવો વરસાદ પડી ગયો હતો.
ત્યારબાદ સપ્ટેમ્બર અને અોક્ટોબરમાં વધુ 130 મીમી જેટલો વરસાદ થયો હતો. સારા વરસાદની સાથે ડેમોમાં પણ ભરપૂર પાણીની અાવક થઇ હતી. 20માંથી 16 ડેમ અોવરફ્લો થયા હતાં. અબડાસા સહિતના કેટલાક ડેમો તો અેકથી વધુ વખત અોવરફ્લો થયા હતા ! કચ્છમાં અેક તબક્કે ડેમો 75 ટકા જેટલા ભરાયેલા હતાં. જોકે ત્યારબાદ પાણી ઘટવા લાગ્યું છે. ગત તા. 9/10ની સ્થિતિઅે કચ્છના ડેમો 73 ટકા ભરાયેલા હતાં. જ્યારે તેના અેક મહિના બાદ અેટલે કે તા.9/11ની સ્થિતિઅે કચ્છના ડેમો 67 ટકા ભરાયેલા છે. અેટલે કે હવે ડેમોમાંથી પાણી છોડવામા અાવી રહ્યું છે.
કચ્છના ડેમોનું ચિત્ર | ||||
ડેમ | ક્ષમતા(એમસીએમ) | 9/10ની સ્થિતિ | 9/11ની સ્થિતિ | ટકાવારી |
ટપ્પર | 49.03 | 20 | 14.66 | 29.9 |
ગોધાતડ | 13.99 | 14 | 13.37 | 95 |
મીઠી | 20.24 | 20 | 19.32 | 95 |
કંકાવટી | 10.5 | 11 | 10.5 | 100 |
કારાઘોઘા | 4.98 | 5 | 4.96 | 99 |
ફતેહગઢ | 7.44 | 7 | 5.71 | 76 |
બેરાચીયા | 6.85 | 7 | 6.85 | 100 |
ગજણસર | 5.98 | 5.98 | 5.98 | 100 |
જંગડિયા | 9.04 | 9.04 | 8.79 | 97 |
ડોણ | 2.28 | 2.28 | 2.16 | 94 |
નરા | 39.7 | 39.7 | 39.7 | 100 |
સુવઇ | 10.46 | 9.12 | 7.82 | 74 |
નિરોણા | 27.17 | 26.75 | 25.91 | 95 |
મથલ | 12.29 | 12.2 | 12.2 | 99 |
ગજોડ | 7.71 | 7.71 | 7.56 | 98 |
રૂદ્રમાતા | 61.53 | 13.72 | 10.82 | 17 |
ભૂખી | 15.58 | 14.92 | 14.39 | 92 |
કાસવતી | 8.2 | 0.11 | 0.09 | 1 |
સાનધ્રો | 10.35 | 10.35 | 10.01 | 96 |
કાયલા | 8.95 | 8.53 | 4.33 | 48 |
20 ડેમો | 332 | 244 | 255 | 67 |
Leave a Reply