અદાણી ગ્રીન એનર્જી લિ.એ નાણા વર્ષ-૨૩ના પ્રથમ છ માસિક પરિણામો જાહેર કર્યા

મોટા વૈશ્વિક સાથીદારોમાં શ્રેષ્ઠ અને વૈશ્વિક ઉદ્યોગ સરેરાશ ૩૩.૫ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં ઉલ્લેખનિય એવા ૧૪.૬ ના સ્કોર સાથે ‘લો રિસ્ક’નું સસ્ટેનેલિટિક્સ ESG રિસ્ક રેટિંગ પ્રાપ્ત કર્યું

– સોલાર પોર્ટફોલિઓ CUF ૧૧૦ bps YoY સુધરીને ૨૪.૩%

– ૩૬.૬% CUFનો ઉચ્ચ સૌર-પવન હાઇબ્રિડ પોર્ટફોલિયો

– સમાન સમયગાળામાં રૂ.૧૪૯ કરોડની આવક પેદા કરતી ૩.૭ મિલિયન કાર્બન ક્રેડિટ્સ હાંસલ થઈ

વિવિધ ઔદ્યોગિક વ્યવસાયો સાથે સંકળાયેલા અદાણી સમૂહના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)  ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને અર્ધવાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે. સમયગાળામાં હાંસલ કરેલ સિધ્ધિઓની ઝલક અહીં પ્રસ્તુત કરી છે:

કામગીરીનો દેખાવ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો:

 Quarterly performanceHalf Yearly performance
ParticularsQ2 FY23Q2 FY22% ChangeH1 FY23H1 FY22% Change
Operational Capacity6,7245,41024%6,7245,41024%
Solar4,7634,7634,7634,763
Wind97164750%97164750%
Solar-Wind Hybrid990990
       
Sale of Energy (Mn units) 13,0671,90161%6,6183,95467%
Solar2,3271,43063%5,0783,08065%
Wind429471-9%1,09287425%
Solar-Wind Hybrid311448
       
Solar portfolioCUF (%)22.1%21.4% 24.3%23.2% 
Wind portfolioCUF (%)27.3%42.9% 36.6%40.7% 
Solar-Wind Hybrid (%)34.3% 36.6% 

નાણાકીય વર્ષ૨૩ના પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળામાં ૨૬.%ની CUF ધરાવતા ઉચ્ચગુણવત્તાવાળા SB એનર્જી પોર્ટફોલિયોના સંકલન સાથે સૌર CUF અને ઊર્જાના વેચાણમાં સુધારો થયો છે. ગુજરાતમાં ૧૫૦ મેગાવોટના પ્લાન્ટ માટેની ટ્રાન્સમિશન લાઇન (ફોર્સ મેજ્યુર)માં એક વખતના વિક્ષેપના કારણે મુખ્યત્વે સમગ્ર વિન્ડ પોર્ટફોલિયો CUF અને ઊર્જાના વેચાણમાં ઘટાડો થયો છે. સમયના બીજા ક્વાર્ટરમાં આ ઘટનાની અસર એકંદર કામગીરીની ક્ષમતાના અપેક્ષિત વાર્ષિક ઉત્પાદનના ૦.% થવાની ધારણા છે. ૧૫૦ મેગાવોટના ઉપરોક્ત પ્લાન્ટને બાદ કરતાં વિન્ડ પોર્ટફોલિયો CUF સમાન અર્ધ વાર્ષિક સમયગાળામાં ૪૧.%ની મજબૂત સપાટી પર છે.

હાલમાં કાર્યરત કરવામાં આવેલા નવા ૯૯૦ મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ પ્લાન્ટ્સમાં બાયફેસિયલ પીવી મોડ્યુલ્સ અને હોરીઝોન્ટલ સિંગલ-એક્સિસ ટ્રેકિંગ (HSAT) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂર્યમાંથી વધુમાં વધુ ઉર્જા મેળવવાની સાથો સાથ ટેક્નોલોજીની રીતે અદ્યતન વિન્ડ ટર્બાઇન જનરેટર્સ ઉચ્ચ હાઇબ્રિડ CUF તરફ દોરી જાય છે. કાર્યરત કરવામાં આવેલા નવા પ્લાન્ટ્સનું સંચાલન અદાણી ગ્રૂપના બુદ્ધિગમ્ય ‘એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર’ (ENOC) પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે, જેણે તેની તકનીકી ક્ષમતા પુરવાર કરવા સાથે ભારતમાં વિવિધ સ્થળોએ તેના સમગ્ર રિન્યુએબલ પોર્ટફોલિયો માટે શ્રેષ્ઠ ઓપરેશનલ કામગીરી હાંસલ કરવામાં કંપનીને મદદ કરી છે.

નાણાકીય કામકાજ:નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળો: (Rs.Cr)

 Quarterly performanceHalf Yearly performance
ParticularsQ2 FY23Q2 FY22% ChangeH1 FY23H1 FY22% Change
Revenue from Power Supply1,10783433%2,4351,68245%
       
EBITDA from Power Supply 21,13178744%2,3961,57752%
EBITDA from Power Supply (%)91.4%93.6% 91.6%93.1% 
       
Cash Profit 360140150%1,28185949%

,૩૧૫ મેગાવોટના ગ્રીનફિલ્ડ કમિશનિંગ અને SB એનર્જીના ૧,૭૦૦ મેગાવોટના ઓપરેટિંગ પોર્ટફોલિયોના સંકલનના કારણે આવકમાં નક્કર વૃદ્ધિ થઇ છે. ઉપરાંત સૂક્ષ્મ કક્ષા અને ઓટોમેટેડ એલર્ટ્સ સુધીની માહિતીની પહોંચ ધરાવતી અત્યાધુનિક ENOC અમારા સમગ્ર રીન્યુએબલ પોર્ટફોલિયોના રિયલ ટાઈમ મોનિટરિંગને સક્ષમ કરે છેસંચાલન અને જાળવણીને દોરી જતો આ એનાલિટિક્સ અભિગમના પરિણામે પ્લાન્ટ મહત્તમ ઉપલબ્ધ રહેતો હોવાથી ઉંચુ વીજ ઉત્પાદન અને ઉંચી આવક થાય છે. તદુપરાંત સંચાલન અને જાળવણીના ખર્ચમાં કાપ મૂકવામાં મદદ મળતી હોવાના પરિણામે EBITDAના ઉંચા માર્જીનમાં પણ સંગીન સક્ષમતા હાંસલ થાય છે. 

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી વિનીત એસ. જૈને પોતાની ટીમની પ્રસંશા કરી ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી ટીમે અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરીને ભારતના પ્રથમ અને વિશ્વના સૌથી મોટા ૯૯૦ મેગાવોટના સૌર-પવન હાઇબ્રિડ ક્લસ્ટર તેમજ મધ્યપ્રદેશના ૩૨૫ મેગાવોટના સૌથી મોટા વિન્ડ પ્લાન્ટને ઝડપથી વિકસાવીને કાર્યરત કરીને આદર્શ સંઘ બળનો પૂરાવો આપ્યો છે. સૌથી સસ્તાં ગ્રીન ઈલેક્ટ્રોન પહોંચાડવા ઉપર અમેે લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ઓછા ખર્ચે મહત્તમ વીજળી ઉત્પાદન કરવા માટે નવીનતમ અને સૌથી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવાના અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએતેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કેટલીક સૌથી મોટી વૈશ્વિક યુટીલિટીઝ અને RE પ્લેયર્સ કરતાં અમોને મોખરે રાખતા વૈશ્વિક સ્તરે સુવિખ્યાત ESG રેટિંગ્સમાં અમારું સ્થાન લાંબાગાળાના ટકાઉ ભવિષ્ય અને કંપનીમાં અપનાવવામાં આવી રહેલા સુશાસનના ઉચ્ચતમ ધોરણો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો બીજો પુરાવો છે.”

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ:

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ભારત સ્થિત અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે કાર્યરત, નિર્માણ હેઠળના, એનાયત થયેલી અને હસ્તગત કરાયેલ એસેટસ સહિત ૨૦.૪ GWનો ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ કાઉન્ટર પાર્ટીઝને સર્વિસ પૂરી પાડતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે. કંપની યુટીલીટી સ્તરના ગ્રીડ કનેક્ટેડ સોલાર અને વિન્ડફાર્મ પ્રોજેક્ટસનો બિલ્ડ, ઑન, ઓપરેટ અને મેઈન્ટેનના ધોરણે વિકસાવે છે. AGEL ના મહત્વના ગ્રાહકોમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (SECI), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) અને વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૮માં લીસ્ટ કરાયેલી AGEL હાલમાંUSD ૪૧ બિલિઅનનીની માર્કેટ કેપિટલ ધરાવે છે અને પર્યાવરણલક્ષી COP26 ના લક્ષ હાંસલ કરવામાં ભારતને સહાય કરે છે. અમેરિકા સ્થિત થિન્ક ટેંક મર્કોમ કેપિટલે તાજેતરમાં અદાણી ગ્રુપને #1 ગ્લોબલ સોલાર પાવર જનરેશન એસેટ ઓનર તરીકેની રેન્ક આપી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: