– ક્વિઝ સ્પર્ધાથી પોતાના ક્ષેત્રમાં અધ્યતન રહી શકાય
– ભુજ મેડી. કોલેજ રેડિઓલોજી વિભાગના વડા ડો. ભાવિન શાહ મૉડરેટર બનતા ગૌરવ વધ્યું
૮મી નવેમ્બર વિશ્વ રેડિઓલોજી દિવસની ઉજવણીના ભાગ રૂપે ઇંડિયન રેડિઓલોજીના નેજા હેઠળ આયોજિત રાષ્ટ્રીયકક્ષાની ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં દેશની નામાંકિત ગણાતી એઇમ્સ જેવી મેડિકલ કોલેજ સાથે ભુજની અદાણી મેડિકલ કોલેજ પણ જોડાતા રાષ્ટ્રીય ક્ષેત્રે ગેઈમ્સનું નામ સન્માનપૂર્વક લેવાતું થયું છે. દેશના કુલ 13 રાજયોની ૧૨૦ ટીમ સહભાગી થઈ હતી. એક ટીમમાં ૨ સભ્યો સાથે કુલ ૨૪૦ છાત્રો હરિફાઈમાં સામેલ થયા હતા.જેમાં ભુજની ૫ ટીમે ભાગ લીધો હતો.
આ સ્પર્ધા માટે પ્રશ્નોતરી તૈયાર કારનાર દેશના કુલ ૪ મૉડરેટર પૈકી અદાણી મેડિકલ કોલેજના રેડિઓલોજી વિભાગના હેડ અને પ્રોફ. ડો.ભાવિન શાહની પસંદગી કરાતાં કોલેજનું ગૌરવ વધ્યું હતું..તેમણે ઓનલાઈન કાર્યવાહી સંભાળતા ભુજ મેડિકલ કોલેજ અંગે માહિતી આપતા કહયું કે, આવી સ્પર્ધાઓથી રાષ્ટ્રકક્ષાએ ભાવિ તબીબોને અભ્યાસનું ભાથું પ્રાપ્ત થાય છે. કોલેજના આસિસ્ટન્ટ પ્રોફ.ડૉ.શિવમ કોટકે જણાવ્યું કે અત્રેની મેડિકલ કોલેજની ૫ ટીમના ૧૦ સભ્યો આ સ્પર્ધામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ભુજ મેડિકલ કોલેજ રેડિઓલોજી તબીબો ડો.ઝીલ પટેલ, ડો.મીત ચાવડા, ડો.મિતલ પટેલ, ડો.રાજ પટેલ, ડો.સંદીપ વોરા, ડો.આદિત્ય પટેલ, ડો.દર્શન, ડો.હરેશ યાદવ, ડો.નિર્ભિક નિમાર અને ડો.રાહુલ વસાવાનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય રેન્ક આમદવાદની બી.જે. મેડિકલ કોલેજ અને ત્રીજા ક્રમે ભોપાલની કોલેજ રહી હતી.
Leave a Reply