– UK કોર્ટે મોદીની અરજી ફગાવી
ભારતના ઈતિહાસની સૌથી મોટી બેંક છેતરપિંડી આચરનાર નીરવ મોદી કૌભાંડ કરીને બ્રિટનમાં નાસી છૂટ્યો છે. ભારત પ્રત્યાર્પણ કરવા માટે તપાસ એજન્સીઓની અરજી વિરૂદ્ધ નીરવ મોદીએ યુકે કોર્ટમાં કરેલ અરજીને કોર્ટે ફગાવી છે. આ અપીલ નામંજૂર થતા નીરવ મોદીના પ્રત્યાર્પણની તકો ઉજળી બની છે.
UKની અદાલતે બુધવારે પંજાબ નેશનલ બેંક (PNB) છેતરપિંડી કેસના સંબંધમાં ભારતમાં પ્રત્યાર્પણ સામે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની અપીલને ફગાવી દીધી હતી. ભારતમાં મોદી વિરુદ્ધ બેંકો સાથે કરોડોના ફ્રોડ કેસમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસ ચાલી રહ્યાં છે.
નીરવ મોદી વિરૂદ્ધ મુખ્ય બે પ્રકારના કેસ થવાના છે જેમાં સીબીઆઈના કેસ PNB સાથે લેટર્સ ઓફ અંડરટેકિંગ (LoUs) અથવા લોન એગ્રીમેન્ટ્સ દ્વારા છેતરપિંડી કરીને મોટા પાયે ધાંધલબાજી સંબંધિત છે અને બીજો EDનો લોન્ડરિંગને લગતો કેસ છે તેમાં નાણાંકીય ઉચાપત અને પૈસા ભારતમાંથી વિદેશ લઈ જવાના આક્ષેપ છે. આ સિવાય મોદી પર પુરાવાઓ ગુમ થવાનું કારણ અને સાક્ષીઓને ડરાવવા અથવા મોતની ધાકધમકી માટેના ફોજદારીના બે વધારાના કેસ થઈ શકે છે.
ભાગેડું આર્થિક અપરાધી છે મોદી
નીરવ મોદીને ડિસેમ્બર 2019માં PMLA કોર્ટે Fugitive Economic Offenders Act, 2018 હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. પીએનબી કાંડ બાદ તે લંડન ભાગી ગયો હતો. ત્રણ વર્ષ પહેલા 13 માર્ચ 2019ના રોજ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે લંડનથી નીરવ મોદીની ધરપકડ કરી હતી, ત્યારબાદ તે સાઉથ વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ છે.
Leave a Reply