– ‘પાટીમાં શિસ્ત નથી, ચૂંટણી જીતવામાં રસ લાગતો નથી’ – રાજીનામાં પત્રમાં આક્ષેપો
– પક્ષમાં અવગણનાના આક્ષેપ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે ચર્ચા : ભાજપમાં જોડાશે કે કેમ? અટકળો જાગી
કચ્છમાં વિાધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પક્ષમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધરી દેતા કચ્છ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા ભડકો થયો છે. પૂર્વ વિપક્ષી નેતાના સમાર્થનમાં ભુજ પાલિકાના ૬ કાઉન્સિલર તેમજ અન્ય હોદેદારો મળીને કુલ ૧૯ જણાએ રાજીનામા ધરી દીધા છે. પરિણામે, કચ્છની બેઠકો પર કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે.
ગુરૃવારે વિાધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. કચ્છમાં અંજાર અને ગાંધીધામ બેઠક પર કોંગ્રેસે જ ઉમેદવાર જાહેર કર્યા છે. જયારે બાકીની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સતાવાર ઘોષણા હજુ બાકી છે. નિશ્વિંત મનાતા દાવેદારોએ પોતાનું લોમ્બીંગ શરૃ કરી દીધુ છે ત્યારે, આજે કચ્છ કોંગ્રેસમાં ભડકો થયો હતો. છેલ્લા વીસેક વર્ષાથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ પક્ષમાં પોતાની અવગણના થતી હોવાના આરોપ સાથે રાજીનામું ધરતો પત્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી દીધો હતો. જે પત્ર વાયરલ થતા જ ભાજપના આગેવાનો ગેલમાં આવી ગયા હતા જયારે કોંગ્રેસના આગેવાનો ચિંતા સાથે મનોમંથનમાં પડી ગયા હતા. રાજીનામું ધરવા પાછળ પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કેટલાક ચોક્કસ કારણો દર્શાવ્યા છે જેમાં અમુક આક્ષેપો વાંચીને ચોંકી જવાય તેમ છે. જેમ કે, પાર્ટીના સંગઠનમાં એવું કયાંય દેખાતું નાથી કે પાર્ટીને આગામી વિાધાનસભા જીતવામાં રસ હોય. પાર્ટીમાં સંગઠન જેવુ કંઈ જ નાથી, ગંભીરતા પણ નાથી અને શિસ્ત પણ પાર્ટીમાં નાથી. કોઈ આગેવાન વાત કરતા હોય તો ગમે એ લોકો વચ્ચે પોતાની વાત નો શુર પુરાવી શકે અને હાલના સંજોગોમાં થઈ રહ્યુ હોય એવું ચોક્કસાથી લાગી રહ્યુ છે.
નવાઈની વાત એ છે કે , સાંજના ભાગે ભુજ નગરપાલિકાના ૬ સદસ્ય સહિત શહેર, જિલ્લા તેમજ પ્રદેશ કોંગ્રેસમાં વિવિાધ હોદાઓ સાથે સંકળાયેલા જુદા જુદા મળીને ૧૯ જણાએ રાજેન્દ્રસિંહના સમાર્થનમાં રાજીનામા ધરી દીધા હતા. ટેકેદારોએ રાજીનામા ધરવા પાછળ કારણ આગળ ધર્યુ છે કે, પૂર્વ વિપક્ષી નેતાની સતત અવગણના તેમજ માનમોભા ન જળવાતા હોઈ તેઓ રાજીનામા આપી રહ્યા છે. રાજીનામું ધરી દેનાર આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે કે કેમ? તેવી પણ અટકળો શરૃ થઈ ગઈ છે.
Leave a Reply