– વિક્રમજનક આવક અને EBITDA
– ત્રિમાસિક ૮૬.૬ મિલીઅન મેટ્રીક ટન કાર્ગો જે ૧૫% y-o-yની વૃધ્ધી દર્શાવે છે
– આવકમાં ૩૩% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં ર.૫૨૧૧ કરોડ થઇ
– PAT ૬૫% Y-o-Y વધીને નાણાકીય વર્ષ ૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં રુ.૧૭૩૮ કરોડ
ભારતની પરિવહન યુટીલીટીની સૌથી મોટી અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ), એ નાણાકીય વર્ષ ૨૦૨૩ના તેના પ્રથમ અર્ધ વાર્ષિક પરિણામો આજે જાહેર કર્યા છે.
“અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩નો અર્ધ વાર્ષિક સમયગાળો એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ઇતિહાસમાં સૌથી વધુ કાર્ગો વોલ્યુમ, આવક અને EBITDA સાથે વિક્રમજનક રહ્યો છે. આ સંગીન કામગીરી ઓક્ટોબર સુધી જારી રાખીને, કંપનીએ સાત મહિનામાં ૨૦૦ મિલિઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુ-પુટ હાંસલ કર્યો છે જે વધુ એક નવા સીમાચિહ્નરૂપ છે.
નાણાકીય વર્ષ-૨૩ના અર્ધવાર્ષિક સમયમાં હાંસલ કરેલ આ વિક્રમરુપ કાર્ગો વોલ્યુમના પરિણામે પોર્ટ EBITDA માં Y-o-Y ૨૪%નો ઉછાળો આવ્યો છે, જ્યારે લોજિસ્ટિક્સ બિઝનેસના EBITDA Y-o-Y ૫૭%ની છલાંગ ભરી છે. અસ્કયામતોના બહેતર ઉપયોગ અને GPWIS આવકના પ્રવાહના હિસ્સામાં વધારો થવાને કારણે લોજિસ્ટિક્સ સેગમેન્ટના માર્જિનનું વિસ્તરણ ૪૭૦ bps Y-o-Yની છલાંગ સાથે સતત ચાલુ રહ્યું છે..
તાજેતરમાં શરૂ કરાયેલી સુવિધાઓના કારણે કંપનીની વોલ્યુમ વૃદ્ધિને વધુ જોમ અને ગતિ મળશે, આ સુવિધાઓમાં ગંગાવરમ ખાતે ૬ લાખ TEU કન્ટેનર ટર્મિનલની સવલત અને કટુપલ્લી ખાતે લિક્વિડ સ્ટોરેજ ટાંકીઓનો સમાવેશ થાય છે જેનો ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટ છે. વર્ષના અંત સુધીમાં ધામરામાં ૫ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતાના LNG ટર્મિનલ(ટેક-ઓર-પે કોન્ટ્રાક્ટ સાથે)ને કાર્યાન્વિત કરવાનું સુનિશ્ચિત કાર્ય આયોજન એ વધુ એક વૃદ્ધિને ઉત્તેજન આપનારું છે.
ખાસ કરીને જ્યાં કામગીરી ડિસેમ્બર ૨૦૨૧ માં ફરીથી શરૂ કરવામાં આવી હતી તે કિલા રાયપુર MMLP અને નાણાકીય વર્ષ-૨૦૨૩ના છ માસિક ગાળામાંમાં શરૂ કરાયેલ અસ્કયામતો કે જેમાં તલોજા MMLP, ત્રણ એગ્રી-સાઇલો ટર્મિનલ, ૦.૬ મિલિયન ચોરસ ફૂટની વેરહાઉસિંગ ક્ષમતા, છ નવી ટ્રેનો અને ૯૦૦ ટ્રક જેવી અસ્કયામતોના સુધારેલા ઉપયોગ સાથે લોજિસ્ટિક્સ વ્યવસાય સતત વૃધ્ધિ માટે સજ્જ છે, અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL) સાથે MMLP ટમ્બનું ઓક્ટોબરમાં સાધવામાં આવેલ સફળ સંકલન અને નાણાકીય વર્ષર્ના બીજા છ માસના સમયગાળા દરમિયાન વધુ ટ્રેનોનો ઉમેરો પણ મટિરિયલ વોલ્યુમમાં વધારો કરશે..
ચાલુ નાણાકીય વર્ષમાં અદાણી પોર્ટ એન્ડ સેઝ લિ.એ હલ્દિયા બંદર પર બર્થના મિકેનાઇઝેશન માટે કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જે આપણા દેશને ૧૩ મુકામો ઉપર લઈ જશે. કંપનીને તાજપુર બંદર માટે એક LOI પણ મળ્યો છે, જે ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ છે અમારો ઇરાદો આગામી ૫ વર્ષમાં તેને કાર્યરત કરવાનો છે. અદાણી એગ્રી લોજિસ્ટિક્સ લિ.(ALL) ને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી ચાર સાઈલો બનાવવા માટે એક LOA મળ્યો છે, જેનાથી સાઈલોની અમારી સમગ્ર ક્ષમતા ૧.૫૩ મિલિઅન મેટ્રિક ટનના આંકને આંબી જશે અને ૨૪ સ્થળોએ કંપનીની હાજરીને પ્રચંડ તાકાતવાન બનાવશે લોનીના ઇન્ટેગ્રેટેડ કન્ટેનર ડેપો માટે અદાણી લોજિસ્ટિક્સ લિ. ને H1 બિડર તરીકે પણ શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેનાથી અમારી કુલ MMLP સંખ્યા ૧૦ સુધી પહોંચશે.
“અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. અમારા મુખ્ય હિતધારકો સાથે ભાગીદારીમાં ટકાઉ વૃદ્ધિને સુનિશ્ચિત કરવાની તેની ફિલસૂફી માટે પ્રતિબદ્ધ છે. અમે ૩૫૦-૩૬૦ મિલિઅન મેટ્રિક ટન કાર્ગોના વોલ્યુમ અને રૂ. ૧૨,૨૦૦-૧૨,૬૦૦ કરોડના EBITDAનું સમગ્ર વર્ષ માટે કંડારેલી કેડી હાંસલ કરવાના માર્ગ પર છીએ,” એમશ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું..
કામગીરીની વિગતો
બંદર વ્યવસાય
- નાણાકીય વર્ષ-૨૦૨૩ના પ્રથમ છ માસિક સમય દરમિયાન, અદાણી પોર્ટ એન્ડ સેઝએ ૧૭૭.૫ મિલિઅન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું છે જે Y-o-Y ૧૧% વૃદ્ધિ દર્શાવે છે.
- ડ્રાય કાર્ગો (+૧૮% વધારા) કન્ટેનર (+૫%)એ કાર્ગો વોલ્યુમને વૃધ્ધિ તરફ દોરી છે. એકંદર વોલ્યુમના નાના પ્રમાણમાં હોવા છતાં ઓટોમોબાઈલ સેગમેન્ટ વોલ્યુમમાં ૩૫% ઉછાળો જોવા મળ્યો છે
- મુંદ્રા પોર્ટ સિવાયના બંદરોના વોલ્યુમમાં Y-o-Y ૧૪% વૃધ્ધિ થઇ છે. જ્યારે મુન્દ્રાનો વિકાસ દર ૭.૫% હતો; મુન્દ્રા સિવાયના બંદરોએ કાર્ગો બાસ્કેટમાં ૫૪% ફાળો આપ્યો હતો.
- મુન્દ્રા ૩.૨૮ મિલીઅન TEU સામે JNPTએ વર્ષના છ માસ દરમિયાન સચાલન કરેલા ૨.૯૬ મિલીઅન TEUsની તુલનાએ મુંદ્રા પોર્ટ સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ તરીકેની પોતાની ક્ષમતા જારી રાખી છે
લોજિસ્ટિક્સ વ્યવસાય
- અદાણી લોજિસ્ટિક્સે રેલ વોલ્યુમમાં Y-o-Y ૨૪% વૃદ્ધિ નોંધાવી ૨૨૨,૯૪૪ TEUs અને ટર્મિનલ વોલ્યુમમાં Y-o-Y ૪૩% વૃદ્ધિ સાથે ૧૯૨,૦૩૯ TEUs થયું છે
- Y-o-Y ધોરણે GPWIS કાર્ગો વોલ્યુમ લગભગ બમણું વધીને ૬.૨૭ મિલિઅન મેટ્રિક ટન થયું છે.
- તાજેતરમાં ટમ્બ MMLP ના ઉમેરા સાથે ઓપરેશનલ MMLPની સંખ્યા વધીને નવ થઈ છે..
- સાત સ્થળોએ કુલ ૧૦ મિલિઅન ચોરસ ફૂટ વેરહાઉસિંગ ક્ષમતા અને બિહારમાં બે એગ્રી કન્ટેનર ટર્મિનલ (દરભંગા અને સમસ્તીપુર) પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.
- વધુ ૮૨ ટ્રેનોના ઓર્ડર આપવામાં આવ્યા છે તે જોતાં, APSEZ ખાતે કુલ ટ્રેનની સંખ્યા ૮૧ થી વધીને ૧૬૩ થવાની તૈયારીમાં છે.
- ટ્રકોની સંખ્યા વધીને ૯૦૦ થઈ છે ( કન્ટેનરની હેરફેર માટે ૭૪૦ અને ૧૬૦ ટીપર્સ
નાણાકીય લાક્ષણિક્તાઓ
આવક
- સેઝના બિઝનેસ સેગમેન્ટમાંથી રુ.૫૫૫ કરોડની આવક ઘટવા છતાં એકીકૃત આવક (ગંગાવરમ સહિત) Y-o-Y ૧૫ % વધીને રૂ.૧૦,૨૬૯ કરોડ થઇ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૩ના સમગ્ર વર્ષની અમારી રુપરેખાનું પણ એક પરિબળ છે.
- કાર્ગો વોલ્યુમ વૃદ્ધિ, સુધારેલી વસૂલાત અને OSLના ઉમેરાએ પોર્ટ તેની આવક ૨૫% વધીને રૂ. ૮,૯૬૭ કરોડ સક્ષમ બન્યું છે.
- કન્ટેનર અને ટર્મિનલ ટ્રાફિકમાં સુધારો કરવાથી અને રોલિંગ સ્ટોકમાં એકંદર વધારા સાથે બલ્ક સેગમેન્ટમાં પણ વધારો થવાથી સમગ્ર રીતે લોજિસ્ટિક્સ બિઝનેસમાંથી આવક રૂ. ૭૨૧ કરોડ થઇ હતી, જે ૩૨% ની વૃદ્ધિ છે.
EBITDA
- પોર્ટ અને લોજિસ્ટિક્સ બિઝનેસના સહારે કોન્સોલિડેટેડ એબીટા (ગંગાવરમ સહિત) ૨૧ ટકા વધારા સાથે રૂ.૬,૬૫૫૧ કરોડથી થઇ છે.
- પોર્ટની આવકમાં વૃદ્ધિને પગલે પોર્ટ EBITDA ૨૪% વધીને રુ.૬,૨૩૬ કરોડ થયો છે.
- લોજીસ્ટીક્સ બિઝનેસનો એબીટા ૫૭ ટકા વૃધ્ધિ સાથે રૂ.૨૧૨ કરોડ અને તેનો એબીટા માર્જીન ૪૭૦ bps વિસ્તરીને ૨૯.૪%. થયો છે. કાર્ગો જથ્થામાં વધારો, કાર્ગો વૈવિધ્યકરણ, ખોટ કરતા માર્ગો દૂર કરવા અને કાર્ય પધ્ધતિની કાર્યક્ષમતાનાં પગલાંઓ દ્વારા તેને મદદ મળી હતી.
અન્ય બિઝનેસ અપડેટસઃ
હૈફા પોર્ટ કંપનીના હસ્તાંતરણ વિષેની છેલ્લી માહિતી
- અદાણી પોર્ટ્સ અને ગેડોટ ગ્રૂપના કન્સોર્ટિયમ (૭૦:૩૦ ભાગીદારી) એ NIS 3.9 Bn (USD ૧.૧૩ બિલિઅન) ના બિડ મૂલ્ય પર હાઇફા પોર્ટ કંપનીના સંપાદનમાં ૧૦૦% હિસ્સો મેળવવા માટે બિડ જીતી છે.
- ટ્રાન્ઝેક્શનનો ગર્ભિત EV/EBITDA ગુણાંક ૭.૫x છે, જે APSEZ ના ટ્રેડિંગ મલ્ટિપલ કરતાં ઘણો ઓછો છે.
- આ સોદો વ્યસ્ત સુએઝ કેનાલમાં APSEZના વિકસિત બજારમાં પ્રવેશને દર્શાવે છે અને કંપનીને યુરોપમાં તેના પ્રવેશને વિસ્તારવામાં મદદ કરશે.
ઓસન સ્પાર્કલ લિ.(OSL) ના હસ્તાંતરણ વિષેની છેલ્લી માહિતી
- ઓસન સ્પાર્કલ લિ. .(OSL).માં APSEZએ ૧૦૦% હિસ્સો હસ્તગત કર્યો છે. OSL એ ભારતની અગ્રણી થર્ડ પાર્ટી દરિયાઈ સેવા પ્રદાતા છે, જેમાં ૭૫ ટગ સહિત ૯૪ દરિયાઈ જહાજો છે.
- રૂ. ૧,૭૦૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર OSLનું સંપાદન નાણા વર્ષ-૨૨માં અંદાજિત EBITDA પર આધારિત ૫.૭ ગણા EV/EBITDA ગુણાંકમાં પરિવર્તિત કરે છે.
- પહેલેથી જ સોદો પૂર્ણ થવાથી OSL ની નાણાકીય બાબતો હવે APSEZ સાથે એકીકૃત થઈ ગઈ છે.
ગંગાવરમ પોર્ટ(GPL)વિષેની છેલ્લી માહિતી
- ઓક્ટોબરમાં NCLT તરફથી મંજૂરી મળ્યા બાદ ગંગાવરમ પોર્ટ લિમિટેડ (GPL) હવે APSEZ સાથે સંપૂર્ણ રીતે સંકલિત છે..
- GPLના હસ્તાંતરણની કિંમત આશરે રૂ.૬,૨૦૦ કરોડ (૫૧૭ મિલિયન શેર (શેર દીઠ રુ.૧૨૦) છે.
- શેર સ્વેપ એરેંજમેન્ટ મારફત DVS રાજુ અને પરિવાર પાસેથી ૫૮.૧% હિસ્સો હસ્તગત કરવાના પરિણામે એપીએસઇઝેડના ૪૭.૭ મિલિઅન શેર જૂના GPLના પ્રમોટર્સને જારી કરવામાં આવ્યા છે
- GPL હવે ૧ એપ્રિલ ૨૦૨૧ થી APSEZના રિપોર્ટિંગમાં સંપૂર્ણ રીતે એકીકૃત છે.
એવોર્ડઝ
- APSEZ ને મુન્દ્રાની આસપાસના ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેના લાંબાગાળાના નિકાલ માટેની પહેલ માટે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પુુરસ્કૃત કરવામાં આવી હતી.
- અદાણી લોજિસ્ટિક્સને ડ્રાઇવિંગ ચેન્જ અને ઇનોવેશનમાં તેના યોગદાન બદલ ખાનગી ક્ષેત્રની કંપનીઓને સૌ પ્રથમવાર નેશનલ લોજિસ્ટિક્સ એક્સેલન્સ એવોર્ડ્સ આપવાની થયેલી શરુઆત દરમિયાન ભારત સરકાર દ્વારા લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ‘શ્રેષ્ઠ રેલ ફ્રેઇટ સર્વિસ પ્રોવાઇડર’ અને ‘બેસ્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પ્રોવાઇડર’નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- APSEZ મુન્દ્રાને પર્યાવરણ સુધારણા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તરફથી ” ગોલ્ડ એવોર્ડ” એનાયત થયો છે.
- ૨૨મા ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ્સ ૨૦૨૨ દરમિયાન AVPPL ને પર્યાવરણ સુરક્ષા કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત થયો છે
- ધામરા બંદરે “વાર્ષિક ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ ૨૦૨૨” જીત્યો
- MIDPL ને ૧૨મો એક્સિસ એનર્જી એફિશિયન્સી એવોર્ડ- ડાયમંડ એવોર્ડ પ્રાપ્ત થયો છે. –
- અદાણી એન્નોર કન્ટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડને ‘એપેક્સ ઈન્ડિયા ગ્રીન લીફ એવોર્ડ ૨૦૨૧’ ની એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે..
- અદાણી મોર્મુગાવ પોર્ટ ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડને ‘એપેક્સ ઈન્ડિયા ફાઉન્ડેશન’, દિલ્હી તરફથી એનર્જી એફિશિયન્સી કેટેગરી હેઠળ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
Leave a Reply