અદાણી ટોટલ ગેસના નાણાકીય વર્ષ-૨૩ના અર્ધ વાર્ષિક પરિણામોની ઘોષણા કરી

સીએનજી સ્ટેશનો વધીને ૩૬૭, Steel Inch KMએ ૧૦૦૦૦નો આંક  વટાવ્યો

CNG વોલ્યુમમાં ૪૦%નો વધારો

કામકાજની આવક ૯૦ ટકાના ઉછાળા સાથેરુ.૨૩૦૧ કરોડ

નાણાકીય વર્ષ-૨૩ના પ્રથમ અર્ધ વાર્ષિક કામકાજની ગતિવિધી (એકીકૃત):

  • ૩૩ નવા સીએનજી સ્ટેશન સાથે  વધીને કુલ ૩૬૭ CNG સ્ટેશન થયા. સાથે ૬૯ DODO/CODOs સ્ટેશન
  • ઘરોમાં નવા ૬૧,૦૦૦  જોડાણ ઉમેરાતા પીએનજીના ઘર વપરાશના જોડાણોની સંખ્યા ૬.૨૫ લાખ થઇ
  • નવા વ્યવસાયો અને ઉદ્યોગોને ૪૧૨ જોડાણો પૂરા પાડવામાં આવ્યા તે સાથે આ જોડાણનો આંકડો ૬,૦૮૮ થયો
  • સ્ટીલ પાઇપ લાઇનના ૧૦૦૦૦ ઈંચ કિ.મી.સંપન્ન
  • CNG અને PNGનું સંયુક્ત વોલ્યુમ ૩૭૪ MMSCM, ૧૯ ટકાનો વધારો  

સમાન સમય દરમિયાન નાણાકીય કામકાજની ઝલક (એકીકૃત): Y-o-Y:

  • કામકાજની આવક ૯૦ ટકાના ઉછાળા સાથે રુ.૨૩૦૧ કરોડ
  • EBITDA રુ.૪૬૪ કરોડ  
  • PBT રુ.૩૭૩ કરોડ નોંધાયો  
  • PAT રુ.૨૭૭ કરોડ નોંધાયો

અન્ય મુખ્ય ગતિવિધી

  • એટીજીએલની ૧૦૦% સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ તરીકે અદાણી ટોટલએનર્જીસ ઇ-મોબિલિટી લિમિટેડ (ATEEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATEBL) નામના ૨ નવા SPVનું જોડાણ સંપ્પન
  • વિવિધ એરપોર્ટ અને વ્યૂહાત્મક સ્થાનો ઉપર ૧૫૦૦ EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા લક્ષ્યાંક
  • PHD ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PHDCCI) દ્વારા અદાણી ટોટલ ગેસ લિ. ને વર્ષ ૨૦૨૨ માટે ગુડ કોર્પોરેટ સિટીઝન એવોર્ડ  એનાયત કરવામાં આવ્યો છે
  • આંતરરાષ્ટ્રીય એજન્સી પાસેથી કંપનીને ડીજેએસઆઈ રેટિંગ મળ્યું છે જે આ પ્રકારનું ESG મૂલ્યાંકન મેળવનારી પ્રથમ CGD કંપની બની છે. અદાણી ટોટલ ગેસ લિ.એ તેનો સર્વ પ્રથમ સસ્ટેનેબિલિટી રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

ભારતની અગ્રણી સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL)એ  તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થતા  છ માસિક ગાળામાં કામકાજ અને નાણાકીય કામગીરીના પરિણામોની આજે ઘોષણા કરી છે.

અદાણી ટોટલ ગેસના સીઈઓ શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીએ તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં સવા છ લાખ  PNGના ઘરેલું જોડાણના આંકને વટાવીને, ૧૦,૦૦૦ ઇંચ-કિમી સ્ટીલ પાઇપલાઇન બિછાવવાનું કામ પૂૂર્ણ કરીને PNGનો પુરવઠો  ૬,૦૮૮ વ્યવસાયો અને ઉદ્યોગો સુધી વધારતા તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં બેકબોન CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે વધારવા અને તેમાં સંપૂર્ણ જોમ અને સ્થિતિસ્થાપકતા સાથે રોકાણ કરવાનું  ચાલુ રાખ્યું છે પરિણામે કંપની ૩૬૭ સ્ટેશનો સુધી CNG ફૂટપ્રિન્ટ વધારશે,”મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે નોંધપાત્ર રીતે ઊંચા ઇનપુટ ગેસના ભાવો સાથે CGD ઉદ્યોગ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. વોલ્યુમમાં વૃદ્ધિને કારણે આવા પડકારોનો સામનો કરતા રહીને અર્ધવાર્ષિક ધોરણે અમારો EBITDA જાળવી રાખવામાં અમે સફળ  રહ્યા છીએ. આ પડકારો ટૂંકા ગાળા માટે છે એવું અમે માનીને અમે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીએ છીએ તે આવનારી પેઢીઓ માટે છે તેથી અમે રાષ્ટ્ર સાથે ગેસ-આધારિત અર્થકારણ તરફની તેની યાત્રામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

વિત્ત વર્ષ ૨૦૨૩ના પ્રથમ છ માસનો અહેવાલ (Y-o-Y)

  • CNG સ્ટેશન્સ ઉમેરાવાના કારણે CNG વોલ્યુમમાં ૪૦% Y-o-Y નો વધારો નોંધાયો
  • PNG વોલ્યુમમાં ૩%નો Y-o-Y ઘટાડો  
  • % વધારો
  • અને ઘરેલું PNG ક્ષેત્ર માટે APM કિંમત UBP કિંમત સાથે બદલવાના કારણે તથા ઔદ્યોગિક અને વાણિજ્યિક સેક્ટર માટે મેળવવામાં આવતા R-LNGની કિંમતમાં વધારાના કારણે ગેસની કિંમત ૧૭૦% વધી છે
  • ATGL એ કિંમત નિર્ધારણ વ્યૂહરચના દ્વારા માપાંકિત રસ્તો અપનાવ્યો હોવાના પરિણામે તેની એકંદર વોલ્યુમ વૃદ્ધિ અને Y-o-Y ધોરણે રુ. ૪૬૪ કરોડનો EBITDA  જાળવી રાખ્યો.હતો.

અદાણી ટોટલ ગેસ લિ.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ  (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. ૧૪ ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી  છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં ATGL નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. ૫૨ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 3૩ ભૌગોલિક ક્ષેત્રો માટે અધિકૃત અદાણી ટોટલ ગેસ લિ. સંચાલન કરે છે અને બાકીના ૧૯નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50 ટકાનું સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે. વધુમાં ATGL એ તેના ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસ માટે સંપૂર્ણ માલિકીની બે પેટાકંપનીઓ અનુક્રમે અદાણી ટોટલએનર્જીસ ઈ-મોબિલિટી લિમિટેડ (ATEEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATEBL) ની રચના કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a website or blog at WordPress.com

Up ↑

%d bloggers like this: