– યુવાનોમાં વિગન ફૂડનું મહત્વ વધી રહ્યું છે
દુનિયા હવે ભારતને અનુસરીને શુધ્ધ શાકાહાર તરફ મીટ માંડી રહી છે. કેટલાક તો હવે વેજીટેરિયન ખોરાકથી પણ આગળ વધીને વિગન ખોરાક અપનાવે છે. વેજીટેરિયન અને વિગન આમ તો સરખા છે પરંતુ, વિગનમાં શુધ્ધ શાકાહાર સાથે ઈંડા અને ડેરી પ્રોડક્ટ પણ લેતા નથી. એટ્લે વિગન પ્રકારના ખોરાકનું મહત્વ વધી રહ્યું હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ હતું.
સમગ્ર વિશ્વમાં ૧લી નવેમ્બરના રોજ વિશ્વ વિગન ડે મનાવવામાં આવે છે. લોકોમાં શુધ્ધ આહાર પરત્વે જાગૃતિ લાવવા આને શુધ્ધ શાકાહાર અપનાવવા જી.કે.ના તબીબોએ અને ડાયટીશીયને કહ્યું કે, શુધ્ધ શાકાહારએ કુદરતની અણમોલ ભેટ છે. કેટલાક વર્ષો પહેલા ચોક્કસ વર્ગ પોતાના ખોરાકમાં વિગન ડાયેટનો ઉપયોગ કરતા પરંતુ, હવે દુનિયાભરના યુવાનો અને અનેક લોકો એ તરફ વળ્યા છે.
આ પ્રકારનો ખોરાક અપનાવીને આપણે પશુ-પક્ષીઓનું શોષણ તો અટકાવી શકીએ છીએ પરંતુ, સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય છે, ઉપરાંત શરીરની અનેક બીમારીથી બચી શકાય છે. સંપૂર્ણ ભોજન અને વનસ્પતિ આધારીત ખોરાકના સેવનથી અનેક બીમારીઓ અટકાવી શકાય છે. જેમાં ડાયાબિટીસ, વજન કંટ્રોલ કરવું હાઇ-બ્લડપ્રેશર નિયમિત કરવું, મૂડ બુસ્ટ કરવો વિગેરેનો સમાવેશ થાય છે. એક અભ્યાસ મુજબ માંસ-મટન ખાવાવાળાની સરખામણીમાં શાકાહારીઓની સ્થિતિ સારી હોય છે.
વિગન ફૂડમાં ફ્રૂટ્સ, શાકભાજી પ્રોટીન માટે કઠોળ, અનાજ સોયા મિલ્ક, ઓટ મિલ્ક, આલમન્ડ મિલ્ક તેમજ કોકોનટ મિલ્કનો પણ સમાવેશ થાય છે.
Leave a Reply