– લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા કરાયું સ્કુલનું ઉદઘાટન
– સુંદરપુરીના 32 બાળકોને અપાયો પ્રવેશ, ઉત્સાહ જોતા નવો રૂમ બનાવાશે
ગાંધીધામમાં લાયન્સ ક્લબ દ્વારા જરૂરીયાતમંદ બાળકોને તેમની આશાઓની ઉડાન આપવા લાયન્સ પ્લે સ્કુલને ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં 5 વર્ષ સુધીના બાળકોને અંગ્રેજી માધ્યમમાં નિઃશુલ્ક અભ્યાસ આપવામાં આવશે. હાલ આ શાળામાં 32 એડમીશન થયા છે,પણ બાળકો અને લોકોનો એડમીશન માટે ઉત્સાહ જોતા પ્રોજેક્ટ ચેરમેન સંજય ગાંધીએ જણાવ્યું કે વધુ એક રુમ તેમજ બેચ પણ ટુંક સમયમાં શરૂ કરવાનો આ સાથે જ નિર્ધાર કરાયો છે.
લાયન્સ ક્લબ દ્વારા તેની થીમ “માત્ર સેવા’ ને અનુરુપ ટાગોર રોડ પર ગાંધાધામના ક્લબ કોમ્યુનીટી સેન્ટર ખાતે રવિવારના પ્લે સ્કુલની શરૂઆત કરાઈ હતી. જેમાં મુખ્ય દાતા ભીખુભાઈ અગ્રવાલ દ્વારા મુખ્ય અતિથિ સેન્ટ ઝેવિયર્સ સ્કુલના આચાર્ય ફાધર જોબી પેન્ડાનાથ તેમજ અતિથિતિઓ ધીરેન મહેતા, હર્ષા મહેતા, રાજુ છતલાણી, પ્રોજેક્ટ ચેરપર્સન ગાંધી, પ્રમુખ સુરેશ મહેતા, મયુર આહીર અને ડીમ્પલ આચાર્ય સહિતનાની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. આ સાથે પ્રવેશ મેળવેલા બાળકોને યુનિફોર્મ પણ અપાયો હતો.
આ શાળાનો ઉદેશ્ય જરૂરીયાતમંદ, પછાત વિસ્તારમાં રહેતા નાના બાળકોને નિઃશુલ્ક અંગ્રેજીમાં અભ્યાસ આપવાનો છે. જેને પ્રોત્સાહન આપતા દાતા ભીખુભાઈ અગ્રવાલે આનંદની લાગણી વ્યક્ત કરીને આ સેવાયજ્ઞને આગળ વધારવા તેમની હંમેશા તૈયારી રહેશે તેમ જણાવ્યું હતું. તો ઝેવિર્યસ શાળાના આચાર્ય પેન્ડાનાથએ આ બાળકોને તેમની શાળામાં વિશેષ રુપે પ્રાર્થમિકતા આપવાની વિનંતીના સંદર્ભે તે માટે સંમતિ દર્શાવીને સહયોગની ખાત્રી આપી હતી. આ સાથે લક્ષ્મણ દરીયાની, સુરોજિત ચક્રવર્તી, ગીરધર વિધાણી, એસ.પી. શેટ્ટી, આરતી છટલાણી, સારીકા ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજેંદ્ર આસવાણીએ સંચાલન તો રાજેશ ગોમ્બરે આભારવિધિ કરી હતી.
Leave a Reply