– સ્ટાર્ટઅપનો લાભ કઇ રીતે લઈ શકાય તેની માહિતી માટે યોજાયો સેમિનાર
– ત્રણ ઉદ્યોગકારોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને લોકોને રોજગારી આપી : યુનિવર્સિટીએ અત્યાર સુધી રૂ.2 લાખનું ફંડ નવું સાહસ કરનાર છાત્રોને આપ્યું
સ્ટાર્ટ અપ ઇન્ડિયાને વધુ ઊંચા આયામ સુધી લઈ જવા ભારત સરકાર દ્વારા સ્નાતક કક્ષાએથી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી લાગુ કરાઈ છે.આ યોજના અંતર્ગત કચ્છ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસીના ચીફ નોડલ ઓફિસર બિનુકુમાર પિલ્લાઈએ જણાવ્યું કે,કચ્છમાંથી ત્રણ ઉદ્યોગકારોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરીને લોકોને રોજગારી આપી છે.યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી રૂ.2 લાખ જેટલું ફંડ નવું સાહસ કરનાર લોકોને આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે યોજનાની સફળતા માટે યુનિવર્સિટીને દોઢ કરોડની માતબર રકમનું ફંડ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આપ્યું છે. જે આવનારા સમયમાં યોજનાની પૂર્ણ લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપોને પ્રદાન કરવામાં આવશે યુનિવર્સિટીની વેબસાઈટ પર સોમવારથી સ્ટાર્ટઅપ શરૂ કરનાર લોકો માટે લિન્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ લિંક દ્વારા વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ વ્યાપરને ફળીભૂત કરતા પોતાના વિચારો સબમીટ કરી શકશે.વિદ્યાર્થીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા વિચારો પર સ્ટાર્ટ અપ ઇનોવેશન સમિતિ દ્વારા મંથન કરાશે અને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ વિચારોને સમિતિ દ્વારા પ્રેજન્ટેશન આપવાનો પણ મોકો મળશે અને પસંદ થયેલા વિચારોને યોજનાના નિયમો અનુરૂપ સ્ટાર્ટઅપ માટે ફંડ પણ આપવામાં આવશે.
વિદ્યાર્થી પોતાના આઈડિયા https://www.kskvku.ac.in/admin/SSIP/ માં મોકલી શકશે અને જો તેમાં સિલેક્ટ થશે તો એમને કમિટી સમક્ષ બોલાવાશે ને એમા પસંદ થશે તો રકમ આપવામાં આવશે તેવું કુલપતિ પ્રો.ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ભુજ શહેર નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે, ઘણાબધા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ વિચારોને મૂર્તિમંત કરી આ યોજનામાં આવરી લેવાયા છે. યુવાનોને કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ખંતપૂર્વકની મહેનત અને નિષ્ઠાના સદગુણ જીવનમાં આત્મસાત કરવાની શીખ તેમણે આપી હતી. આ કાર્યક્રમમાં 80થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.યુનિવર્સિટીના ડો.કનિષ્ક શાહ,ડો.શિતલ બાટી , ડો.ચિરાગ પટેલ સહિતના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડો.સીમા શર્માએ કર્યું હતું
Leave a Reply