– અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો
સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દિલ્હીમાં દૂધની (Amul Milk)કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે.
દેશભરની જાણીતી ડેરી અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. શનિવારે કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ફુલ ક્રીમ દૂધ હવે રૂ. 63/લીટર મળશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
Leave a Reply